SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમને બંધ ખંડમાં અન્વેષણરત પંડિતજી પાસે બિલ્લીપગે લઈ ગયા. બંનેનો પ્રવેશ એટલો નીરવ રહ્યો કે એમના આગમનની જાણ પંડિતજીને થઈ નહીં. આથી ડૉ. લ્યૂડર્સ પંડિતજીની અન્વેષણપદ્ધતિ પ્રત્યક્ષ નિહાળી શક્યા અને એટલા બધા પ્રભાવિત થયા કે પછીથી એમણે પોતાના અધ્યાપકોને તાલીમ આપવા વિનંતી કરી. ૧૯૭૨ના ડિસેમ્બરમાં ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અન્વયે એક અખિલ ભારતીય પરિસંવાદનું–મોડર્નિઝેશન ઓફ ઇન્ડોલૉજિકલ સ્ટડીઝ’-- આયોજન કરેલું અને આ લેખક એમને એના ઉદ્ઘાટન કરવા નિમંત્રણ–વિનંતી કરવા ગયેલો ત્યારે નમ્રતાથી અને સંકોચથી એમણે અશક્તિ દર્શાવી કે હું આશ્ચર્યચકિત થયેલો. ત્યારે ‘ઇન્ડોલૉજિકલ સ્ટડીઝ ઇન ધ ગૂજરાત વિદ્યાપીઠ’ નામની એક પુસ્તિકા અમે પ્રસિદ્ધ કરેલી ત્યારે ઊલટ–ઉત્સાહથી એમણે માહિતી પૂરી પાડેલી. આમ, પ્રસિદ્ધિનો મોહ બિલકુલ નહીં રાખનાર પંડિતજી વિદ્યાનાં વિતરણ અને વિસ્તરણ તો નિસ્વાર્થ અને નિર્વ્યાજભાવે કરતા હતા. સત્યશોધક હોવાથી સાંપ્રદાયિક પડછાયાઓથી સદાય દૂર રહેતા. એમનું જીવન સાદું, નિર્મળ, ચારિત્ર્યપૂર્ણ, કરુણાસભર અને મૃદુવ્યક્તિત્વથી સભર જીવનદૃષ્ટિ, સંયમી પ્રકૃતિ, સ્પષ્ટ વક્તા, મર્મગામી સૂઝ અને અજાતશત્રુ સમા પંડિતજીનું સાંનિધ્ય સહુને તીર્થસ્થળસમું અનુભવાતું. આમ, એમનું જીવન ઋષિ જેવું તપસ્વી અને નદી જેવું પવિત્ર-પ્રેમાળ રહ્યું હતું. ઋષિનું કુળ અને નદીનું મૂળ જલદી જાણવું પ્રાપ્ત ના થાય એમ પંડિતજી વિશે હતું, પરન્તુ તપસાધના સંયમત્યાગથી ભર્યું ભર્યું જીવન જીવનારને કુળ કે મૂળ વિશે જાણવાની જરૂર શી? તેઓ સ્વયં વ્યક્તિ મટીને કુટુંબ અને સંસ્થા જેવા વડવૃક્ષ હતા. સુખલાલજીની ઉંમર વધતી જતી તેમ તેમનું વિદ્યાતેજ અને તપસાધના સમ્યગ રીતે વધતાં જતાં હતાં. આથી કોઈ પણ સમયે સાચા શોધાર્થીને આવકારવા સદાય તત્પર રહેતા. અન્વેષણની ચર્ચા કરતાં ક્યારેય એમણે કંટાળો વ્યક્ત કર્યો નથી. આવી પ્રવૃત્તિ સમયે કુદરતી હાજત અવરોધરૂપ ના બને તે સારુ લાંબી ચર્ચા કરવાની હોય ત્યારે પંડિતજી ઉપવાસ કરતા. આવી હતી. એમની વિદ્યોપાસના, વિદ્યાવાચસ્પતિના સંખ્યાતીત અન્વેષકોને એમણે વિદ્યાવાચસ્પતિની દીક્ષાથી અલંકૃત કર્યા છે. અભિનંદન ગ્રંથો અને સામયિકોમાં ઘણા લેખો લખ્યા હતા. ‘અધ્યાત્મ વિચારણા’, જૈનધર્મનો પ્રાણ’, દર્શન અને ચિંતન’ Jain Education Intemational પર (બે ભાગ), ‘વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યાનો', ‘ભારતીય તત્ત્વવિદ્યા’, ‘તત્ત્વાર્થસૂત્ર’, ‘એડવાન્સ સ્ટડીઝ ઇન ઇન્ડિયન લૉજિક એન્જ મેટાફિઝિક્સ’, પેસિફીઝમ એન્ડ જૈનીઝમ' જેવા એમના મહત્વના ગ્રંથોથી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની ગરિમા મૂઠી ઊંચેરી રહી છે. અસ્તુ. ઇતિહાસદૃષ્ટિના વિવેચક રામલાલભાઈ પ્રથમ નજરે જેમની પ્રતિભા નીખરેલી છે તેવા કેળવણીકાર, નજીકથી ઓળખનારની દૃષ્ટિએ રાજનીતિના મહારથી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અને પરિસંવાદોમાં આયોજનના અગ્રણી અધિકારી તેમ જ ઠરાવલેખનના માહેર વિચક્ષણ અને અહેવાલ તૈયાર કરનાર સમિતિમાં કેન્દ્રસ્થ વ્યક્તિ; પરંતુ વિશેષતઃ તો ઇતિહાસતત્ત્વના પ્રખર અભ્યાસી અને રાજનીતિશાસ્ત્રના અને રાજ્યશાસ્ત્રના પંડિત રામલાલભાઈ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા બહુશ્રુત વાચક હતા. હકીકતમાં તો તેઓ આજીવન ઇતિહાસદૃષ્ટિને જીવી ગયા. કોઈ પણ કેળવણીવિષયક કાર્ય હાથ ઉપર લે-પછી તે નિરંતર શિક્ષણનું હોય કે વસ્તીશિક્ષણનું હોય કે પ્રૌઢશિક્ષણનું હોય—ત્યારે તેઓ તદ્વિષયક આયોજન ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જ ગોઠવે. ઇતિહાસ વિશેનો કોઈ સ્વતંત્ર ગ્રંથ એમણે લખ્યો નથી પણ એમની પ્રત્યેક વિચારણામાં, એમના પ્રત્યેક પ્રયોજનમાં ઇતિહાસદૃષ્ટિ ડોકાયા વિના રહે જ નહીં. ના મૂત્રમ્ નિય્યતે વિવિત્। એ બુનિયાદ ઇતિહાસની છે અને રામલાલભાઈ ઇતિહાસની આ બુનિયાદી ભાવનાને, કહો કે એના હાર્દને, સારી રીતે સમજી શકેલા હોઈ એમનાં કોઈ પણ લખાણમાં ‘આધાર નહીં, તો ઇતિહાસ નહીં'નું સૂત્ર પારદર્શક રીતે તાણાવાણાની જેમ ગૂંથાયેલું જોવું પ્રાપ્ત થાય છે. આ કારણે જ કોઈ વક્તવ્ય તૈયાર કરવા કાજે કે લેખ લખવા વાસ્તે તેઓ સ્વયં ગ્રંથાલયમાં જઈને જે તે સંબંધિત વિષયના સંદર્ભો એકત્રિત કરતા, કાં તો પોતાના કાર્યાલયમાં મંગાવી ઉપયોગિતા અને જરૂર જણાયે તવિષયક પોતાના સાથી કાર્યકર સાથે ચર્ચા પણ કરી લેતા. ઘણીવાર પોતાનું લખાણ જે તે વિષયનિષ્ણાત એવા સહકાર્યકરને વંચાવી મઠારતા અથવા સૂચનો મેળવતા. એમના ઘડતરની બુનિયાદમાં ઇતિહાસસર્જક ઘટનાઓનો પ્રત્યક્ષાનુભવ અને ઔપચારિક પદવીપ્રાપ્તિના વિષય તરીકે ‘પ્રાચીન ભારતીય સંસ્કૃતિ'નો પારંગત કક્ષાએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy