SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ આપણી વચ્ચેથી ચિરવિદાય લઈ ગયા એ ઘટના સ્વયં કેળવણીના ક્ષેત્રે ધ્યાનાર્હ ગણાય. ભારતીયવિદ્યા, ભારતીયદર્શન, જૈનન્યાય અને ગાંધીવિચારનાં ક્ષેત્રે પંડિતજીના અવસાને ખાલીપો સર્જ્યો અને મોંઘેરું રત્ન આપણે ગુમાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામમાં સ્થાનકવાસી જૈનપરિવારમાં સંઘજીભાઈ સંઘવીના પુત્ર તરીકે ૮મી ડિસેમ્બર ૧૮૮૦ના રોજ એમનો જન્મ. ચારની કુમળી વયે એમણે માતાનું સુખ ગુમાવ્યું. એમના પિતા બીજી વખત પરણ્યા, પરન્તુ સુખલાલજીના ભાગ્યમાં માતાસુખ લખાયું જ ન હતું. તેથી ચૌદની વયે અપર માતાનું સુખ પણ લોપાયું. આટલું દુઃખ ઓછું હોય તેમ સોળની વયે શીતળાને કારણે ચક્ષુનૂર પણ વિલાઈ ગયું. ભણવામાં અતિ તેજસ્વી હોવા છતાંય કૌટુંબિક વ્યવસાય અને પરંપરાને કારણે ધોરણ સાત પછીનું ભણતર છોડવું પડ્યું. આમ, આરંભનાં સોળ વર્ષની વયે પહોંચતાં પહોંચતાં તો પંડિતજી ઉપર કુદરત–દીધા પ્રકોપના પંજા પડી ચૂક્યા હતા. સામાન્ય માનવી વાસ્તે આવા આઘાતના વંટોળથી જીવન જીવવાનું અઘરું થઈ પડે, પરંતુ પંડિતજીએ તો વિધિના–લેખનેય પલટાવવાનો અદ્વિતીય આકરો પુરુષાર્થ આદર્યો અને કર્મઠ એવા આ વિદ્યાઋષિની તપશ્ચર્યા એવી તો દૃઢનિશ્ચયી રહી કે કુદરતના હાથ હેઠા પડ્યા અને પંડિતજી લગભગ પૂરા દેશ દાયકાનું પરિણામદાયી અને સાધુચરત જેવું જીવન જીવી ગયા. જોકે આમાંથી આઠ દાયકા જેટલું લાંબું આયુષ્ય સુખલાલજીએ પ્રજ્ઞાચક્ષુ તરીકે ભોગવ્યું. વિદ્યાનાં ઘૂઘવતા જળરાશિને અંતર્દષ્ટિ દ્વારા અધ્યયનઅધ્યાપન–અન્વેષણની ત્રિવેણીમાં પંડિતજીએ પલટાવી દીધું અને જ્ઞાનનું નેત્ર એવી તો તેજસ્વિતાથી ઊઘડ્યું કે જેણે સુખલાલ સંઘવીને પંડિત સુખલાલજી તરીકે પ્રસિદ્ધિ અપાવી. સાધુસંતો અને જ્ઞાનીઓના સત્સંગથી એમણે લીમડીમાં રહે રહે ધાર્મિક શિક્ષણ અંકે કર્યું. જિજ્ઞાસા સંતોષવી હોય તો સંસ્કૃત ભાષા તેમ જ સાહિત્યનાં અને ધર્મશાસ્ત્રોનાં જ્ઞાન હોવાં અનિવાર્ય છે એવી પ્રતીતિ પંડિતજીને થતાં જૈન વિદ્યાર્થીઓ માટેની વારાણસીસ્થિત યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા’માં પરિવારજનોની અનિચ્છા હોવા છતાંય પહોંચી ગયા; માત્ર અઢારની વયે. ત્યાં વામાચરણ ભટ્ટાચાર્યના સાંનિધ્યમાં પંડિતજીએ ન્યાયશાસ્ત્રની દીક્ષા મેળવી. ત્યાંથી મિથિલા ગયા, જ્યાં તેમણે બાલકૃષ્ણ મિશ્રને ચરણે બેસીને નવ્ય ન્યાયનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી વારાણસી પરત આવી ગુરુવર્ય મિશ્રજીના આગ્રહથી જૈનદર્શનના અધ્યાપક તરીકે Jain Education International ધન્ય ધરા કાર્યરત રહ્યા. અધ્યાપનકાર્ય દરમ્યાન સંસ્કૃત તત્ત્વજ્ઞાન અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ દેઢીભૂત કર્યો. થોડાંક વર્ષ પછી તેઓ આગ્રા ગયા જ્યાં તેઓ સંપાદન અને અન્વેષણના કાર્યમાં રત રહ્યા અને પંચપ્રતિક્રમણ', ‘કર્મગ્રંથ' અને ‘યોગવિશિકા' જેવા પ્રાકૃત ગ્રંથોને હિંદીમાં અનુદિત કર્યા, તેમ જ આલોચનાત્મક ઉદ્બોધનો કરીને તથા પ્રસ્તાવનાઓ લખીને એ બધા ગ્રંથને બહુમૂલ્ય બનાવ્યા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ સંદર્ભે સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ગૂજરાત પુરાતત્ત્વ મંદિર'માં ભારતીય દર્શનના પ્રાધ્યાપક તરીકે ખાસ નિમંત્રણથી ૧૯૨૨માં જોડાયા. અહીં તેમણે જૈનદર્શનના મૂલ્યવાન ગ્રંથ સિદ્ધસેન દિવાકર રચિત ‘સન્મતિતર્કપ્રકરણ’નું વિવેચનાપૂર્ણ અને વિદ્વત્વપૂર્ણ સંપાદન પૂર્ણ કર્યું-બેચરદાસ દોશીના સહકારથી. આઠનવ વર્ષની સાધનાના પરિપાકરૂપે પાંચભાગ અને નવસો પૃષ્ઠ સંસ્કૃત ટીકાટીપ્પણ સાથે વિશ્વસાહિત્યને ચરણે પ્રસ્તુત કર્યાં. સામાન્ય લોકો પણ આવા બહુમૂલ્ય ગ્રંથથી અનભિજ્ઞ રહે નહીં તેવા શુભાશયથી બંને પંડિતવર્ષે ગુજરાતીમાં એનો સાર એક પુસ્તક તરીકે પ્રજાને અર્પણ કર્યો. ૧૯૩૩માં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે વારાણસી ગયા અને ૧૯૪૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી લીધી. થોડાંક વર્ષ તેમણે ભારતીય વિદ્યાભવન (મુંબઈ)ને સેવાઓ આપી. ૧૯૪૭માં તેઓ અમદાવાદ આવ્યા અને મૃત્યુ પર્યન્ત (૨-૩૧૯૭૮) અહીં રહીને અમદાવાદને નાનકડા ગુરુકુલમાં ફેરવી દીધું. આ ત્રણ દાયકા દરમિયાન પંડિતજીએ ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં અધ્યાપન-અન્વેષણ કાર્યથી વિદ્યાજગતને સમૃદ્ધ કર્યું. એમનો વિદ્યાવ્યાસંગ પણ એટલો દૃઢશ્રદ્ધ કે ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન એમણે એક પણ રજા ભોગવી ન હતી. વિદ્યાના પ્રભાવે કરીને જ એમનું સ્વાસ્થ્ય પણ નિરામય રહેલું એમ કહી શકાય. ગૂજરાત વિદ્યાપીઠમાં ‘સન્મતિતર્ક પ્રકરણ' વિશે તેઓ અન્વેષણકાર્ય કરી રહ્યા હતા ત્યારે એક સમયે પરિશ્રમના બહુશ્રુત વિદ્વાન અને ભારતીયવિદ્યા (ઇન્ડોલૉજી)ના નિષ્ણાત તથા બર્લિન વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. લ્યૂડર્સ ભારત–અમદાવાદ આવેલા. એમણે પંડિતજીને મળવાની પૃચ્છા દર્શાવી એટલે પ્રાધ્યાપક રસિકલાલ પરીખ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy