SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સત્યતથ્ય વાંસોવાંસ ચાલે છે, કલ્પનાનો આધાર લીધા વિના. ઇતિહાસ અને સાહિત્યમાં આ ઉપરાંત શિવનું-કલ્યાણનું તત્ત્વ નિહિત છે જ. બંનેનો ઉપદેશ જેમ સત્યપ્રાપ્તિનો છે તેમ માનવકલ્યાણનોય છે. સાહિત્ય માનવકેન્દ્રિત સમાજનું પ્રતિબિંબ–પછી તે ભૂતકાલીન સમકાલીન કે કાલ્પનિક હોયઝીલીને માનવીને બોધ આપવાનું કાર્ય કરે છે, તો ઇતિહાસ માનવસર્જિત ભૂતકાલીન યથાર્થ ક્રિયાઓ અને નીતિ–ઉન્નતિનાં દર્શન કરાવી શીખ આપે છે. મનુભાઈનાં બધાં લખાણ આ ધ્યેયને વરેણ્ય સમજીને લખાયાં છે. જો કે સત્ય અને શિવના સંદર્ભમાં એમના ઇતિગ્રંથ સાહિત્યકૃતિ જેવાં બની રહે છે પણ સત્ય અને શિવનો દૃષ્ટિકોણ તથ્યથી યુક્ત હોઈ એમના બધા ગ્રંથ વિશિષ્ટ કોટીના બની રહે છે, જેમાં માનવતાવાદી રસાયણનો ઢોળ ચઢેલો જોવો પ્રાપ્ત થાય છે. તેઓ ઇતિહાસ લખનાર કરતાં વિશેષતઃ ઇતિહાસકથનાર છે; કેમ કે સ્વભાવે અને કર્મે તેઓ શિક્ષક છે તેમ ચિંતક પણ. ઇતિહાસ કથવાનો એમનો અભિગમ સહૃદયી છે. તેથી તેમનું નિરૂપણ રોચક બને છે. કથયિતવ્ય ઉપર સ્વાભાવિક નજર પડે તેવી વ્યવસ્થિત માંડણી એમનાં લખાણોની છે. ભાષા ઉપરનું પ્રભુત્વ છે. આથી ભાષાનું વૈશદ્ય અને અભિવ્યક્તિની સચોટતા હકીકતોની રજૂઆતને સક્ષમ બનાવે છે. સોક્રેટિસ જેમ શેરીઓમાં ફરતાં ફરતાં પ્રજાજીવન સાથે સંવાદો-પ્રશ્નો દ્વારા વિચારનો સેતુ બાંધતા હતા; કંઈક એવી જ પદ્ધતિએ મનુભાઈ વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં ઇતિહાસ-વિચારનો તાલ કથાકારની જેમ મેળવતા હતા. ઇતિહાસ જ્ઞાનપ્રદીપ છે એવું કહેનારા મનુભાઈ સ્વયં ‘જ્ઞાનપ્રદીપ'ના ‘દર્શક' બની ગયા છે, પરન્તુ મનુભાઈ વ્યવહારે, વિચારે અને વર્તને ગાંધીવાદી હતા. સાહિત્યજ્ઞ મનુભાઈ હોય કે ઇતિહાસકાર મનુભાઈ હોય કે કેળવણીકાર મનુભાઈ હોય,—આ બધામાં કેન્દ્રસ્થાને તો ગાંધીવિચાર જ હોય. સહજતાથી કહી શકાય કે તેઓ ગાંધીવિચારના આચાર્ય હતા. આ ક્ષેત્રે એમનું એક માત્ર મહત્ત્વનું પ્રદાન છે લોકભારતી (સણોસરા)ની સ્થાપના અને વિકાસ. આમ તો ખસૂસ કહી શકાય કે તેઓ સાચા કેળવણીકાર હતા અને એથી વિશેષ કેળવણીના હરતાફરતા વિદ્યાપીઠસમા હતા. લખાણમાં, વ્યાખ્યાનમાં, વર્ગમાં, સંવાદમાં, વાતચીતમાં, વ્યવહારમાં બધે જ મનુભાઈના ગાંધીવિચાર વ્યક્ત થતા રહેતા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનપદે હતા ત્યારે એમના શિક્ષણ વિશેના નિર્ણયો ગાંધીવિચારથી આવૃત્ત રહેતા. એમનો જન્મ ૧૯૧૪માં ૧૯૩૦માં મીઠા સત્યાગ્રહથી Jain Education International ૫૨૫ પ્રેરાઈને શાળા છોડી, અભ્યાસ છોડ્યો અને ઘર પણ છોડ્યું. ૧૯૩૦, ૧૯૩૨ અને ૧૯૪૨માં જેલવાસ ભોગવ્યો. મીઠા સત્યાગ્રહ વખતે ધોલેરા છાવણીમાં અમૃતલાલ શેઠના નેતૃત્વમાં લડતમાં જોડાયા. ૧૯૩૪ પછી લોકજાગૃતિનું કાર્ય અંકે કર્યું અને લોકસેવક બની રહ્યા. આ કારણે ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા પણ લોકશાળામાં ઘડાઈને લોકશિક્ષણના અગ્રેસર રહ્યા. ૧૯૩૮માં ગ્રામદક્ષિણામૂર્તિના શિક્ષક તરીકે જોડાયા ત્યારથી છેલ્લા શ્વાસ સુધી શિક્ષક જ રહ્યા પણ હકીકતમાં ગાંધીવિચારથી ઘડાયેલા કેળવણીકાર મુખ્યત્વે રહ્યા. ૧૯૫૩માં લોકભારતીની સ્થાપના કરી, ઉચ્ચ શિક્ષણ સારું. ૧૯૪૮માં ભાવનગર રાજ્યમાં થોડો વખત શિક્ષણપ્રધાન રહ્યા અને ૧૯૭૦માં ગુજરાત રાજ્યમાં કેળવણીપ્રધાન રહ્યા. લગભગ અઢાર જેટલાં વિવિધ પારિતોષિક એમને મળ્યાં છે, જેમાં રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૪) મુખ્ય છે. એમણે સાહિત્યના અને ઇતિહાસના ઘણા ગ્રંથો લખ્યા છે, જેમાં ઝેર તો પીધાં જાણી જાણી' અને ‘આપણો વારસો અને વૈભવ' મુખ્ય છે. સંશોધનના સિદ્ધાર્થ સુખલાલજી અધ્યયન-અધ્યાપન-અન્વેષણનાં ક્ષેત્રમાં જે સારસ્વતનાં યોગદાન અને દાયિત્વ ચિરંજીવ છે; એટલું જ નહીં આ ક્ષેત્રોમાં કોઈ વ્યક્તિથી જેઓ અનભિજ્ઞ નથી તથા જેમનું જીવન પણ શિક્ષણ–શિક્ષકને અનુરૂપ સાદું સંયમી અને સંનિષ્ઠ છે એવા બ્રહ્મ અને સત્રના ઉપાસક તથા મહામાનવનું ચારિત્ર્ય ધરાવતા પંડિત સુખલાલજી લગભગ એક સૈકા જેટલું લાંબું આયુષ્ય ભોગવીને ૨-૩-૧૯૭૮ના રોજ સત્તાણુંની પરિપક્વ વયે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy