SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ રાષ્ટ્રભાષા, પ્રૌઢશિક્ષણ વગેરે તેમનાં હૃદયસ્થ ક્ષેત્ર હતાં. આ બધામાં કેન્દ્રસ્થાને ગાંધી વિચાર તો ખરો જ. પ્રાર્થના અને કાંતણ પણ હૈયે. રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રબાબુના નિધન પછી (૧૯૬૩) મોરારજીભાઈ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે ત્રણ દાયકાથી વધુ વખત સુધી (૧૦-૪-૧૯૯૫માં અવસાન પામ્યા ત્યાં સુધી) કાર્યરત હતા. આ બધો વખત દર વર્ષે ઑક્ટોબર માસમાં યોજાતા પદવીદાન વખતે એક સપ્તાહ સુધી (અપવાદરૂપે કટોકટી વેળાએ જેલમાં હતા તે સિવાય) ગૂજરાત વિદ્યાપીઠના મહેમાનગૃહમાં રહેતા અને રોજ સાંજે નિશ્ચિત કરેલા વિષય ઉપર એક સપ્તાહ સુધી પ્રવચન આપતા હતા. એમના સમગ્ર જીવનમાં સત્ય, અહિંસા અને નીતિમત્તા અગ્રેસર હતાં. તેઓ આ બધી બાબતે સ્વયં આચરણ કરતા હતા અને પછી બોધ આપતા હતા. તેઓ રાજકારણી કરતાં વહીવટદાર વિશેષ હતા અને તેથી વિશેષ રાજદૂત કુશળ હતા. મર્મજ્ઞ ઇતિવિદ મનુભાઈ મનુભાઈ પંચોળી સાહિત્યકાર તો છે જ, કેળવણીકાર પણ ખરા જ. ગાંધીવિચારના આચાર્ય છે એમ જરૂર કહી શકીએ; પરન્તુ આ લખનારની દૃષ્ટિએ તેઓ ઇતિહાસની ઘટનાઓના મર્મજ્ઞ અભ્યાસી અને અર્થઘટનકાર છે. મનુભાઈની વિવિધક્ષેત્રની ખતવણીના પાયામાં છે એમનું શિક્ષકપણું. મૂળે તેઓ આજીવન શિક્ષક છે. એમનાં લખાણ, આથી મહદ્અંશે વર્ગ–પ્રયોગશાળામાંથી ચકાસાઈને-પ્રયોગાઈને તૈયાર થયાં છે. વાંસોવાંસ આ કેળવણીકારનો અલખ-અજ્ઞેય વર્ગ તો છે ચારદિશાઓથી મંડિત, એટલે ઘરઆંગણે થયેલા પ્રયોગની ચોકસાઈ વિશ્વ પ્રાંગણે થઈને આપણી પ્રત્યક્ષ થયા હોઈ એમના લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ વિદ્યાર્થીને વાસ્તે શું શ્રેય અને પ્રેય છે એની જાગૃત સૂઝ પણ એમાં વર્તાય છે. આ કારણે જ એમનાં લખાણમાં કેન્દ્રસ્થ છે માનવ, માનવી અને માનવતા. માનવીની અભીપ્સા, નીતિ–ઉન્નતિ, સિદ્ધિ-સફળતા, જે સમાજમાં એ રહે છે તે સમાજની વિવિધ સંસ્થાઓમાં કલા, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય ઇત્યાદિમાં થયેલ હ્રાસ અને વિકાસ—આ બધાંનું ગ્રથિત નિરૂપણ તે ઇતિહાસ એવી વ્યાપક બનેલી વિભાવનાનું હૂબહૂ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. મનુભાઈકૃત ‘આપણો વારસો અને વૈભવ'માં કળા, Jain Education International ધન્ય ધરા સાહિત્ય, મહાકાવ્ય પ્રજાનાં સાહસ અને બૃહદ્ભારતની પ્રાવૃત્તિક પ્રક્રિયાની માહિતી મનુભાઈએ આ પુસ્તકમાં કળાકારની રીતે રજૂ કરી છે. મનુભાઈ ઇતિહાસના જાગ્ક અધ્યાપક છે. તેમનો રસ વિદ્યાર્થીઓનાં જીવનઘડતરમાં વિશેષ હોઈ એમનાં બધા પ્રકારનાં લખાણમાં એકાન્તિક દૃષ્ટિનો અભાવ છે અને સર્વગ્રાહી દૃષ્ટિ વિશેષરૂપે પ્રત્યક્ષ થાય છે. એમનું ઇતિહાસનિરૂપણ માનવકેન્દ્રિત રહ્યું છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં લખાતા રાજાકેન્દ્રિત ઇતિહાસની કરવટ બદલવાનું કાર્ય મનુભાઈએ પ્રારંભથી કર્યું હતું. આ બાબતથી જ મર્મજ્ઞ અને સુહૃદયી ઇતિહાસકાર તરીકેનું એમનું દ્વિજત્વ પ્રતિબિંબિત થાય છે. એમની દૃષ્ટિ ભાવિની ક્ષિતિજને કેવી આંબી જાય છે એનો પ્રત્યય આપણને એમનાં ઇતિ-નિરૂપણમાંથી થાય છે. મનુભાઈ સ્વભાવે, કાર્યો, વિચારે અને વ્યવહારે માનવતાવાદી અભિગમના પ્રચારક છે. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તેઓ સદાય મનુષ્યને મૂલવે છે. તેથી તેમનાં ઇતિહાસવિષયક લખાણમાં પણ માનવી, એનું ઘડતર, એના ચારિત્ર્યનું દૃઢીકરણ જેવા મુદ્દા કેન્દ્રસ્થાને રહે છે. તેથી તેઓ ઇતિહાસને ભૂતાતંતુની જેમ માનવ આસપાસ વીંટળાયેલો પ્રત્યક્ષે છે. અત્યારનો ઇતિહાસ માનવીને ઇતિસ્રોતથી પૃથક્ રાખી શકતો નથી એનું ઉપાદેયી પ્રતિબિંબ આપણે એમનાં લખાણમાં અવશ્ય જોઈ શકીએ છીએ, તો પણ એવી દલીલ થઈ શકે કે એમનાં ગ્રીસ અને રોમ અંગેના પુસ્તકમાં નિરૂપણ તો રાજા અને યુદ્ધ કેન્દ્રિત છે. જોકે મનુભાઈએ વર્ણ વિષયને એવી રીતે રજૂ કર્યો છે કે એ બંને વિશેની નિરર્થકતા વિદ્યાર્થીઓને સહજ સમજાય, એટલું જ નહીં એ ઉભય બાબતે વિરોધી વિચારણા કરવાની પ્રેરણા અને પ્રકાશ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય એવો એમનો આશય ખસૂસ ફળીભૂત થયો છે. ઇતિહાસમાં અને સાહિત્યમાં સત્યને માપવાનું અને પામવાનું મુખ્ય લક્ષ્ય છે. ઇતિહાસમાં તથ્ય સત્યનો પર્યાય બની રહે છે તો ક્યારેક ઉભયનું અદ્વૈત પણ જોવા મળે છે. સાહિત્યમાં સત્યની સાથે તથ્ય હોય પણ ખરું, ના પણ હોય. મનુભાઈ ઉભય પ્રકારના લેખક હોઈ એમના લખાણમાં આ ભેદને સહેલાઈથી મૂલવી શકાય છે. ‘સોક્રેટિસ’, ‘પરિત્રાણ’, ‘દીપનિર્વાણ’ વગેરેમાં ઇતિહાસનું વિષયવસ્તુ લઈ તેઓ એ બાબતે સાહિત્યિક ઇમારત રચે છે. અહીં એમનું લક્ષ્ય સત્યને પામવાનું સ્પષ્ટ વર્તાય છે, પણ તથ્યની સાથે રહીને. જ્યારે એમના ઇતિહાસગ્રંથોમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy