SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમણે પચાવેલા ઉપદેશનું આ પરિણામ હતું. યજુર્વેદાનુસાર કર્મ કરતા રહીને સો વર્ષ જીવવાની ઇચ્છા માનવીએ રાખવી જોઈએ”. તેઓ ખરેખર સોમા વર્ષ સુધી જીવી ગયા. ૧૯૨૬માં મોરારજીભાઈએ ખોરાકમાંથી મીઠું છોડી દેવાનો વિચાર કર્યો પણ નાનીના આગ્રહને કારણે તે વિચાર મુલતવી રાખ્યો પણ એમના સ્વર્ગવાસ પછી એમણે ૧૯૨૮માં ખોરાકમાંથી મીઠું છોડી દેવાનો પ્રયોગ શરૂ કર્યો. ૧૯૩૦માં નોકરી છોડી દીધી પછી જ્યારે સત્યાગ્રહની લડાઈમાં જોડાયા ત્યારે મીઠું ખાતા ના હોવાને કારણે કેટલાક લોકો તેમને મહાત્મા કહેવા લાગ્યા. આથી એમના મીઠું ન ખાવાના નિર્ણયમાં જોખમ જણાયું અને ખોટી મહત્તા પોતાને ના મળે એવા શુભાશયથી આખરે એમણે મીઠું ખાવાનું શરૂ કર્યું. ૧૯૩૦ના મે માસની ૨૧મીએ કોંગ્રેસમાં જોડાયા. નાકરની લડાઈને કારણે કોંગ્રેસને સરકારે ગેરકાયદે જાહેર કરી પણ લડાઈના સરમુખત્યારની ધરપકડ થઈ અને પહેલી વખત જેલમાં ગયા. તે પછી ઘણીવાર તેમણે જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭માં ખેરમંત્રીમંડળમાં મોરારજીભાઈ લેવાયા. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજકીય એકમના નિર્માણ સંદર્ભે મહાગુજરાતનું આંદોલન ચાલ્યું. અમદાવાદમાં આ અંગે જનતા કરફ્યુનું એલાન થયું. હિંસા એલાનને આભડી ગઈ. આથી ગુજરાતની પ્રજાને હિંસાતાડવમાંથી મુક્ત કરાવવા મોરારજીભાઈએ ઉપવાસ કરેલા. મુખ્યત્વે નૈતિક મૂલ્યોનું જતન થાય અને હિંસા અટકે અને શાંતિપૂર્વક મહાગુજરાત આંદોલન ચાલે તે જોવાનો આ ઉપવાસનો હેતુ હતો. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે તેઓ વહીવટમાં કશી દખલ કરતા ન હતા. કાર્યકરો અને વિદ્યાર્થીઓને છૂટથી મળતા અને તેમની મૂંઝવણો અંગે સલાહ આપતા. કુલપતિના નૈતિક પ્રભાવથી તેઓ વિદ્યાર્થીઓને-સેવકોને પ્રભાવિત કરતા. કટોકટી દરમ્યાન જેલવાસ થયો. ત્યાંય તેઓ નિયમિત કાંતતા હતા. વડાપ્રધાનપદે હતા ત્યારેય પણ કાંતણયજ્ઞ ચાલુ રાખ્યો હતો. અન્યથા મુલાકાતીઓ સાથે વાતચીત વખતે પણ કાંતવાનું કાર્ય થતું રહેતું હતું. એમના ‘મારું જીવનવૃત્તાંત'ના ત્રણેય ભાગ વાંચ્યા પછી આપણા મન ઉપર જે છાપ ઊપસે છે તે એ છે કે તેઓ પોતાની સમજણ પ્રમાણેની પણ પારદર્શક રજૂઆત હમેશાં કરતા હતા. સામો પક્ષ પોતાની જ વાત સ્વીકારે એવો આગ્રહ તેઓ ક્યારેય Jain Education International ૫૨૩ રાખતા ન હતા. તેવી રીતે બીજાઓની વાત પોતે સ્વીકારે એવો આગ્રહ પણ તેમને સ્વીકાર્ય ન હતો. આ કારણે જ એમનાં લખાણમાં–પ્રવચનમાં-વાણીમાં ક્યાંય આડંબર ખાસ જોવા મળતો ન હતો. વિચારે, વ્યવહારે, સ્વભાવે, આચારે તેઓ નૈતિકમૂલ્યોના અને શિસ્તની ભાવનાના પુરસ્કર્તા રહ્યા હતા. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તેઓ પ્રશ્નોનાં પૃથક્કરણ કરતા અને ત્યારેય સદાય માનવકલ્યાણની બુનિયાદની વાત વિસારે પાડતા નહીં. ખાસ કરીને કર્મફલત્યાગ ઉપર ગીતાએ જે ઝોક દર્શાવ્યો છે તેને તેમણે જીવનસૂત્ર બનાવ્યું હતું. એમનો જન્મ ૨૯મી ફેબ્રુઆરીએ (૧૮૯૬) થયો હોઈ, એમના જન્મ દિવસની ઉજવણી દર ચાર વર્ષે (જ્યારે ફેબ્રુઆરી માસના ૨૯ દિવસ હોય ત્યારે) થતી હતી, પરન્તુ આપણા પંચાંગાનુસાર એમનો જન્મ ધૂળેટીને દિવસે થયો હોઈ, એમની વર્ષગાંઠ પ્રત્યેક ધૂળેટીના દિવસે થતી. જો કે જન્મદિનની ઉજવણીની પરંપરામાં માનતા ન હતા. ત્યાગ એ એમના જીવનનું એક આગવું લક્ષણ હતું. નવની વયે એમણે ચા છોડી. ૧૯૭૫માં કટોકટી સમયે જેલવાસ દરમ્યાન અન્નનો ત્યાગ કરેલો. વચ્ચેના સમયકાળમાં એમણે બ્રાહ્મણ હોવા છતાંય જનોઈનો ત્યાગ કરેલો. કોફી, બીડી, ખાંડ છોડેલાં. ગાંધીજીના સંપર્કમાં આવતાં વિલાયતી કપડાં પહેરવાનું છોડી દીધું. જીવનાંત સુધી ખાદીધારી રહ્યા અને નિરંતર રેંટિયો કાંતતા રહ્યા. વડાપ્રધાન હતા ત્યારે પણ અને રાજદ્વારી તરીકે વિદેશયાત્રાએ હોય તો પણ તેત્રીસની વયે સંયમી બ્રહ્મજીવનનો નિર્ણય કર્યો. સત્યના જોખમે કોઈ વસ્તુને વળગી રહેનારા મોરારજીભાઈ ન હતા. ૧૯૨૫થી ગીતાવાચન આરંભ્યું. તે છેલ્લા શ્વાસ સુધી ચાલું રહ્યું. લગભગ એક દાયકા સુધી (૧૯૧૮થી ૧૯૩૦) બ્રિટિશ સરકારની નોકરી કરેલી અને ભરૂચ, ગોધરા અને અમદાવાદમાં મદદનીશ કલેક્ટર કે નાયબ કલેક્ટર તરીકે કાર્યરત હતા. મીઠા સત્યાગ્રહ સંદર્ભે સરકારી નોકરી છોડી. ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજની સરકારની રચના વખતે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી રહ્યા. ૧૯૫૬થી કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે, ૧૯૭૭માં કટોકટીકાળના અંતે વડાપ્રધાનપદે આરૂઢ થયા હતા. આઝાદીની લડતમાં ઘણીવાર જેલયાત્રા ભોગવી છે. પ્રજામાં શાંતિ સ્થપાય અને હિંસાનો માહોલ દૂર થાય તે વાસ્તે ચાર વખત આમરણાંત ઉપવાસ કર્યા હતા : મહાગુજરાત આંદોલન, કોમી હુલ્લડ, નવનિર્માણ ચળવળ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી. દારૂબંધી, નઈ તાલીમ, માતૃભાષા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy