SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પર ગાંધી વિચારધારાના વિવિધફ્રોઝના માળ પુરસ્કdઓ –ડૉ. રસેશ જમીનદાર ઉપનિષદના ઋષિઓને સર્વ વાતનો સરવાળો એક માત્ર જ્ઞાનસંપદામાં જ દેખાયો હશે! માનવી સામે આજે ડગલે ને પગલે અનેક પ્રશ્નો ઊભા થતા રહ્યા છે એ બધાનો ઉકેલ જે તે વિષયના જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન પછી દેહ વિશેનો હોય કે આત્મા વિશેનો હોય. વ્યક્તિગત હોય કે સમાજગત હોય, પણ જે તે ક્ષેત્રનું જ્ઞાન જ એને સમાધાન-શાંતિ સંતોષ-સુખનો માર્ગ ચીંધે છે. - કેટકેટલા પ્રશ્નો અને વિષયો માનવી ફરતે ડોકિયાં કર્યા કરતા હોય છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયા–અણુપરમાણુથી માંડીને ગ્રહો નક્ષત્રોભર્યુ સમસ્ત બ્રહ્માંડ-કરોડો વર્ષોનો ભૂતકાળ, દૃષ્ટિમાં ન સમાય એવડો વૈવિધ્યભર્યો વર્તમાન અને કલ્પના ય થાકી જાય એવો ગર્ભસ્થ ભવિષ્યકાળ માનવીની સામે આકાશ જેમ પથરાયેલો રહ્યો છે. કોઈ સાક્ષર, વિદ્વાન કે રાષ્ટ્રનેતા એકાદ ક્ષેત્રને પોતાની દિવ્યદૃષ્ટિથી અજવાળે છે ત્યારે આપણને તે તે ક્ષેત્રની જાણકારી આપે છે. અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં વિજયની ખુમારી કે સફળતાનો નશો જેઓની આંખ ન જણાયો એવો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મહાન દાર્શનિક અને પ્રકાંડ પંડિત સુખલાલજી, જેમનું મનન-ચિંતન ગજબનું હતું. રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીને તેમના માટે અગાધ સ્નેહભાવ હતો. ઇતિહાસ અને સંસ્કૃતિના અસલ ખમીરને પુનર્જીવિત કરનાર ઝવેરચંદ મેઘાણી, જેમને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. ભારતના વડાપ્રધાનપદે આરૂઢ થનાર શ્રી મોરારજીભાઈના પારદર્શી જીવનને ડૉ. જમીનદારે બહુ નજીકથી તૈયું હોય તેમ જણાય છે. આવી વિરાટ વિભૂતિઓનાં ચરિત્રો દ્વારા જ તે તે ક્ષેત્રનાં ગૂઢ રહસ્યો આપણી સમક્ષ છતાં થાય છે. સાધના-આરાધના અને તપસ્યાથી જ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે, એટલે જ કહેવાયું છે કે જ્ઞાન જ પરમશાંતિનું પ્રભવસ્થાન છે. ગમે તે વ્યવસાયમાં કે ક્ષેત્રમાં ખૂંપેલા હો, સખત પરિશ્રમ અને રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર ક્યારેય નકશી થઈ શકતી નથી. સિદ્ધિની ટોચ ઉપર પહોંચવું હોય તો તન મન વિસારે મૂકી એકાગ્રતાથી આસપાસની સૃષ્ટિનું જ્ઞાન મેળવવું જ રહ્યું. એજ જ્ઞાન આપણને ઊંડા અંધારેથી પરમ તેજે દોરી જતું હોય છે એવું જ્ઞાન પીરસનારાં વિવિધક્ષેત્રના વિદ્વાનો હંમેશાં આપણા પૂજાસ્થાને હોય છે. જગતના મહાપુરુષોએ જીભથી નહિ, જીવનથી ઉપદેશ આપ્યો છે. ગાંધી વિચારધારાના કેટલાક મહાન પુરસ્કર્તાઓનાં આદર્શ ચરિત્ર રજૂ કરનાર ડૉ. રમેશભાઈ જમીનદાર ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર જ્ઞાતા છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો સુધી ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ તરીકેની તેમની સેવાઓ જાણીતી છે. ગુજરાત અને ભારતની અનેક યુનિવર્સિટીઓમાં વર્ષોથી મહત્ત્વપૂર્ણ સેવાઓ આપે છે. જૈન ધર્મ સાહિત્યમાં પણ ડૉ. જમીનદારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. -સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy