SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૧૦ અડધી સદીમાં તેમણે ગુજરાતી સાહિત્યને ચરણે ધરેલાં ૪૧ પુસ્તકો ચિરંજીવ બની રહ્યાં છે. ગુજરાતનું પ્રથમ પારિતોષિક મેળવનાર ‘ગોરજ' જેવા કાવ્યસંગ્રહ અને “હવાબારી' જેવા ગઝલસંગ્રહ પણ મળ્યા છે. લોકગીત–ઢાળવાળાં અનેક ભજનો, અનુપમ સૌંદર્યનો સ્પર્શ કરાવતાં કાવ્યો આપનારા મકરંદ દવે બાળકોને પણ ભૂલ્યા નથી. સાહિત્ય ક્ષેત્રે “સાંઈ મકરંદ'ના નામે ઓળખાતા મકરંદ દવેએ વિશ્વની તમામ સાધનાધારાઓ સાથે પ્રત્યક્ષ અનુબંધ બાંધ્યો હતો. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનારા મકરંદ દવેનું સર્જન એવોર્ડલક્ષી નહીં, આત્મલક્ષી હતું. એવોર્ડ કે સમ્માન તેમના અનુગામી બની રહ્યાં. તેમની જીવનસૌંદર્યની પરિભાષા છીછરી નહોતી અને એટલે જ “ગમતાનો કરીએ ગુલાલની પંક્તિઓ ગુજરાતી સાહિત્ય જગતને નસીબ થઈ છે. ઈ.સ. ૨૦૦૫માં તેમનો દેહવિલય થતાં ગુજરાતી સાહિત્યજગતમાં એક શૂન્યાવકાશ ઊભો થયો છે. “માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ; નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.” મૂલ્યનિષ્ઠ સર્વોદય કાર્યકર પ્રબોધભાઈ જોશી મૂલ્યનિષ્ઠ અને સર્વોદય કાર્યકર પ્રબોધભાઈ જોશીનું ૩૦-૧૦-૨૦૦૫ને ધનતેરસના રોજ અવસાન થયું. આઠ દાયકામાં તેઓ એવું આદર્શ જીવન જીવી ગયા કે આજે એક કર્મઠ, પ્રામાણિક વ્યક્તિવિશેષની ખોટ વર્તાઈ આવે છે. તેમણે એમની સ્મરણ નોંધમાં લખ્યું છે : “હું ત્રણથી પ્રભાવિત થયો છું: ગાંધી, ગીતા અને ગંગા. સહકારી પ્રવૃત્તિ એ તેમના રસનું સેવાક્ષેત્ર હતું. કેળવણી, વ્યસનમુક્તિ, આરોગ્ય જેવી જાહેરક્ષેત્રની સેવાઓમાં તેઓ રાષ્ટ્રકક્ષાએ પ્રવૃત્ત રહ્યા હતા. તેઓ ગાંધીવિચાર મૂલ્યો અને ગાંધી પ્રવૃત્તિઓથી પૂરા રંગાયેલા હતા. ભણતર ઓછું પણ સ્વાધ્યાય હંમેશાં તાજો અને સમૃદ્ધ. રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વની મહત્ત્વની ઘટનાઓ વિષે તેમની જાણકારી અદ્યતન હોય. ઝીણાભાઈ દરજી તો જાહેરમાં કહેતા કે, અમારા બોલ્યા પછી પણ વિગતો અને માહિતી તો પ્રબોધભાઈ કહે તે જ સાચી ગણવી. શિક્ષકની નિષ્ઠા અને સજ્જતા તેમના વ્યક્તિત્વમાં છલકાતી. નીતિ માટે કોઈ બાંધછોડ નહીં, સાચા સર્વોદય કાર્યકર. તેઓ જાહેરજીવનના માણસ હોવા છતાં સૌ સાથેનો સંબંધ સુમધુર રહેતો. પ્રબોધભાઈ સમાજના એક અદના સેવક તરીકે એમના વાણી અને કાર્ય થકી આગવી સુવાસ અને અજવાળું મૂકી ગયા છે. ઉત્તમ કવિ અને કુશળ અનુવાદક હરીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ અને સિદ્ધહસ્ત નવલકથાકાર હરીન્દ્ર દવેનો જન્મ કચ્છના ખંભારા ગામે તા. ૧૯-૯-૧૯૩૦ના રોજ થયો હતો. પરંતુ ભાવનગર એમનો ઘડતરકાળ. એમ.એ.માં ત્રીજો વર્ગ મળ્યો. તેઓ ખૂબ હતાશ થયા! હરીન્દ્ર દવે ‘સમર્પણ' સામયિકના તંત્રી થયા, ત્યાર પછી તો એમની કલમે ગઝલ, દીર્ઘકાવ્યો અને સોનેટ પણ રચ્યાં છે. પ્રણયનાં અને રાધાકૃષ્ણનાં ગીતો એમની પ્રતિભાની ઉત્તમ નીપજ છે. દયારામના લયના એ પાગલ હતા, ફિલ્મી ગીતોના પણ ચાહક. હરીન્દ્રનું એક પ્રસિદ્ધ ગીત “સોળ સજી શણગાર જરાક જ્યાં નીકળ્યા ઘરની બહાર અમોને નજરું લાગી"ના મૂળમાં કભી આર કભી પાર લાગા તીરે-નજર' છે. તેમની કવિતાના મુખ્ય વિષયો પ્રેમ, મૃત્યુ અને પરમેશ્વર. પ્રાર્થનાને લગતાં સોનેટ પણ લખ્યાં છે. એમણે ચૌદ નવલકથાઓ લખી છે. સોળ તો નિબંધસંગ્રહો આપ્યા. સૂફીઓનાં અને રજનીશનાં દૃષ્ટાંતો અવારનવાર ટાંકતા. ‘આસવ', “મૌન', “અર્પણ', “સૂર્યોપનિષદ' એમના કાવ્યસંગ્રહો છે. સંપાદિત કાવ્યોના પુસ્તક “હયાતિ'ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. કૃષ્ણ અને માનવસંબંધો’ જેવું ઉત્તમ પુસ્તક પણ તેમની કલમની જ નીપજ છે. “માધવ ક્યાંય નથી' જેવી નવલકથા આપણને તેમની પાસેથી જ મળી છે. તેમણે સાતેક અમેરિકન નવલકથાઓના પણ અનુવાદ કર્યા છે. ૧૯૯૫માં એમણે ચિરવિદાય લીધી. “ફૂલ કહે ભમરાને, ભમરો વાત વદે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં.” બહુમુખી વ્યક્તિત્વ બહાદુરશાહ પંડિત કલા-સંસ્કારપ્રિય સાહિત્યકાર બહાદુરશાહ પંડિતનો જન્મ ૩૦-૪-૧૯૩૦ના રોજ થયો હતો. સાહિત્યસંસ્કાર એમને વારસામાં મળ્યા હતા. મધુસૂદન પારેખ જેવા મર્મજ્ઞ ગુરુની હૂંફ મળતાં જ તેમની સર્જકતાને કુંપળો બેસવા માંડી. શિક્ષકથી પોતાની કારકિર્દી શરૂ કરી કોલેજના પ્રિન્સિપાલપદે પહોંચ્યા હતા. ગુજરાતી ભાષામાં શિષ્ટ એવાં ઘણાં દૈનિકો અને સામયિકોમાં તેઓ લખતા. તેમના વિનોદી ટુચકાઓ અને કાવ્યમૌક્તિકો સાંભળવાની પણ બધાંને મજા પડતી. તેમનું છેલ્લું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy