SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ લાગ્યા. એક વખત પરમહંસ સંન્યારા આશ્રમમાં શિવરામબાપુનું સાદા અને સરળ જીવનના તથા વેદાંત સમજાવવાની શૈલીને લીધે જગજીવનબાપુ તેમના પ્રત્યે આકર્ષિત થયા અને તેમનામાં ગુરુપદનાં બધાં લક્ષણો દેખાતાં હતાં. તેવી જ રીતે પૂજ્ય બાપુમાં પણ આદર્શ શિષ્યનાં બધાં લક્ષણો દેખાતાં હતાં. એક વખત ભાવપૂર્વક મહાદેવની પૂજા કરીને રાત્રે તેઓ ૐ નમઃ શિવાય જપ કરતાં કરતાં સૂઈ ગયેલા. એમાં તેમની એક ઈશ્વરની પ્રેરણાનું, સંન્યાસી જીવનની પ્રેરણાનું સુંદર મજાનું સ્વપ્ન આવેલું. સવારે બધાંને સ્વપ્નની વાત કરી અને કહ્યું સંસારસાગરનાં મોટાં મોટાં કામોમાં વાસનાઓ પૂર્ણ કરવામાં આબદ્ધ થઈ ગયો છું. ખૂંપી ગયો છું એવું મને લાગે છે, એટલે હવે મારે આમાંથી નીકળીને સંન્યાસ લઈને શાંતિમય જીવન વ્યતીત કરવું છે અને તેઓ સંન્યસ્ત જીવન ગાળવા લાગ્યા. ત્યારબાદ તેઓએ મૌન ધારણ કરી લીધેલ. સંન્યાસના સંસ્કાર કરાવ્યા પછી નામ બદલીને સ્વામીશ્રી જગદીશ્વરાનંદ સરસ્વતી ધારણ કર્યું. ભાવનગર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી સ્વામીજી પારો સત્સંગ કરવા નારી પધારતા. બાપ વશ ફરતી પાળી પર બેસતા અને મહારાજ નીચે જમીન પર આસન પાથરીને બેસતા. તેઓ ખાસ વ્યસનના વિરોધી હતા. તેઓ ધનનો સ્પર્શ સુદ્ધાં કરતા નહીં. સ્વામી શ્રી નિર્દોષાનંદજી અને સ્વામીશ્રી સ્વરૂપાનંદજી તેમના શિષ્યો હતા. તેમણે નારી, ચોગઠ, ટીંબી, શિહોર તેમજ ઢસા ગામે આશ્રમની સ્થાપના કરી પ્રચાર-પ્રસાર કરેલો. પૂજ્ય સ્વામીશ્રીએ ગંગાના સામા કાંઠે આસન જમાવ્યું. સિદ્ધાસને ઐસીને નિશ્ચય કર્યો કે બ્રહ્મસાક્ષાત્કારપર્યંત બેસવાનું. દરમિયાન બ્રહ્મત્વ ભાવ કેળવતાં બોલી ઊઠતા કે “અહો! આ બધું શિવ તત્ત્વથી પરિપૂર્ણ છે. આ સર્વ સ્વરૂપ ચિદાકાશ હું. જ છું.” આ પ્રમાણે અભ્યાસ, મનન અને નિદિધ્યાસન પરિપક્વ કરીને બ્રહ્માત્માનો સાક્ષાત્કાર કરેલો. ત્યારબાદ સ્વામી એકસંગાનંદજી સાથે આવેલા સ્વામીજી ધોળા ગામની વાડીમાં ઝૂંપડી બનાવીને રહ્યા હતા. ત્યાંથી વલ્લભીપુર સ્વામી નિત્યાનંદ બાપુને મળવા ગયેલા અને છેલ્લે વીરનગર આવી પહોંચ્યા. બરાબર ભીમ અગિયારસની આસપાસ એક દિવસે તેઓશ્રી સ્નાન વગેરે ક્રિયા કરીને ધ્યાનમાં બેસી ગયેલા. ભક્તોએ પૂજ્ય સ્વામીને જગાડવાનો પ્રયાસ કર્યો પણ નિરર્થક નીવડ્યો, કેમ કે પૂજ્ય બાપુ શાંત શિવસ્વરૂપમાં નિમગ્ન હતા. આવા બ્રહ્મનિષ્ઠ સાધુની Jain Education International ધન્ય ધરા નિષ્ઠાનાં દર્શન કરવા ભક્તજનો ઊમટી પડ્યા હતા. તા. ૩૧૧૦-૧૯૮૩ને આસો વદ-૧૦ના રોજ શિહોર (ગૌતમેશ્વર) મુકામે બ્રહ્મલીન થયા. પશુ-પંખી પ્રેમી રૂબિન ડેવિડ ભારતભરના પ્રાણીબાગોમાં અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર, કાંકરિયાની બાલવાટિકાના દ્રષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદમાં થયો હતો. નાનપણથી જ કુદરતે સર્જેલા પશુપંખી પર તેમને અપાર હેત હતું. કુટુંબના બાળકોની જેમ જ તેઓ તેમની સંભાળ લેતા. સાથે સાથે રૂબિનને શિકારનો પણ ઘણો શોખ હતો. એકવાર એમને અચાનક ધ્યાન પર આવ્યું કે એની ગોળીનો ભોગ બનેલી એક હરી ગર્ભવતી હતી. તે ક્ષણ પછી રૂબિને શિકારને સંપૂર્ણ તિલાંજલિ આપી પછી તો પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને તેઓ પાંજરામાં ન પૂરતા. તેઓ કહેતા : “પ્રાણીઓને તમે પ્રેમ કરશો તો તેઓ તમારા મિત્ર બની જશે. કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો પકડ્યા હતા, તો એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. તેમની સેવાની કદરરૂપે અનેક સમ્માન એવોર્ડ તેમને પ્રાપ્ત થયા હતા. ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપેલો. સાડાત્રણ દાયકાથી પણ વધુ સમયથી પ્રાણીઓ સાથે સતત સંપર્કને કારણે તેઓ અનેક સંસર્ગજન્ય રોગોના ભોગ બન્યા હતા. ગળાના કેન્સરને કારણે તેમણે વાચા પણ ગુમાવી હતી. આવા પશુપંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન તા. ૨૪-૩-૧૯૮૯ના રોજ થયું હતું. તેમના અવસાનથી માનવજગતને તો ખોટ પડી જ છે પણ પશુ-પંખી જગતને પણ ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓ ક્યારેક બોલી જતા કે “ચોપગાંને પાંજરામાં એટલે મૂકવાં પડે છે કે પાંજરા બહારના ખૂંખાર બે પગાઓથી એમને બચાવી શકાય,'' શબ્દના સાધક મકરંદ દવે ભક્તિરસમાં ઝબોળાયેલા જીવનસૌંદર્યનું પાન કરાવતા સર્જક મકરંદ દવેનો જન્મ તા. ૧૩-૧૧-૧૯૩૨ના રોજ ગોંડલ ખાતે થયો હતો. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી, મુંબઈ ગયા પછી તેમની સાહિત્યયાત્રા વધુ વેગીલી અને તેજીલી બની હતી. તેમના નંદિગ્રામ નિવાસે હંમેશાં સાહિત્યિક માહોલ રચાતો રહેતો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy