SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દરમિયાન યોગીજી મહારાજ આપણને સૌને કહેતા ગયા છે : “પ્રમુખસ્વામી મારું સર્વસ્વ છે, તમને સૌને હવે તેમના દ્વારા સુખ મળશે.’” પ્રભાવશાળી દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના ગામ ઘોઘામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દૃઢ નિર્ધાર કર્યો. મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા કે તુરત જ ક્લાર્ક તરીકેની નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઊતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલે ઘરે ઘરે ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમની આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. તેમની આ નિઃસ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દિવાન તરીકે પસંદ કર્યા. દરમિયાનરાજ્યમાં દુષ્કાળરૂપી આફતના ઓળાં ઊતરી આવ્યા. ફરી પ્રજાસેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિદ્યા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સંભાળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા. પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું દૃઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો’. Jain Education International આધુનિક યુગના ભીમસેન વીર રામમૂર્તિ અજોડ આત્મબળથી અંગબળ મેળવનાર રામમૂર્તિ જન્મ વખતે બહુ જ કમજોર હતા. શરીર નિર્બળ પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોનાં ચિરત્રોથી એનું અંતર ધબકતું હતું. એમણે કસરત કરવી શરૂ કરી. મા બાળકનું આ પરિવર્તન જોઈ રહી. સોળ વર્ષની વયે એ એટલા જોરાવર બન્યા કે નાળિયેરના ઝાડને જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ નાળિયેર પડવા લાગે. પોતાના શરીર પર પાટિયું રાખી, તેના ૫૧૫ પર હાથીને ઊભો રાખતા હતા. છાતી પર સાંકળ વીટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે, પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના ટુકડા થઈ જાય. રામમૂર્તિના આવા પ્રયોગોએ લોકોને હેરત પમાડી દીધા. તેમના સરકસને જોવા માટે જેટલી જનમેદની એકઠી થતી એટલી બીજે ક્યાંય થતી ન હતી. એક વખત વાઘને પણ પોતાની બાથમાં પકડી લઈ જમીન પર દબાવી દીધો હતો. ધ્રાંગધ્રામાં અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સ પાવરની ૧૧૨ કિલોમીટરની ઝડપે જતી મોટરને એક, બે વાર નહીં, પરંતુ સતત તેર વખત રોકી. સૌ કોઈએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. દેહમાં તાકાત તો દેશમાં તાકાત' એમના સંદેશે દેશના તરુણોમાં નવચેતનનો સંચાર કર્યો. તા. ૨૦-૧૧૯૩૮ના રોજ રામમૂર્તિનું અવસાન થયું. તેઓ કહેતા : “ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં, એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે.” બ્રહ્મનિષ્ઠ સાધુ જગદીશ્વરાનંદ સ્વામીજી શિવવિભૂતિ સ્વરૂપ પૂજ્યપાદ જગદીશ્વરાનંદ સ્વામીજીનો જન્મ જસદણ પાસેના ભડલી ગામમાં તા. ૨-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. બાલ્યાવસ્થાથી જ તેમનામાં કોઈ અદ્ભુત આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કારોની દિવ્ય સ્ફૂર્તિ જોવામાં આવતી હતી. વિદ્યાભ્યાસમાં આશ્રમનાં બધાં બાળકોમાં અગ્રગણ્ય હતા. નથુરામ શર્માજીના કહેવાથી તેમણે આચારસંહિતા, સંધ્યાવંદન વગેરે નિત્ય કર્મમાં મનને સારી રીતે પરોવી દીધું. પૂજ્ય જગજીવન બાપુના સમાવર્તનસંસ્કાર થઈ ગયા પછી ભડલી ગામમાં પધાર્યા. તેઓશ્રી પુણ્યભૂમિ ભડલીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ, ત્રિકાળ સંધ્યા અને કર્મકાંડ શીખવતા હતા. પૂજ્યબાપુ બ્રહ્મચર્યનો મહિમા પૂરેપૂરો જાણતા હતા. તેઓ કહેતા બ્રહ્મચર્ય શ્રેષ્ઠ તપ છે. ક્યારેક તો છ-છ મહિનાનું મૌન રાખીને બેસી જતા, અધિક એકાંતપ્રિય હતા. શંકર ભગવાનની આરાધના કરતાં કરતાં રડી પડતા. બાપુ પાસે દીનદુઃખી લોકો આવીને પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં. તે જોઈને તેમનું હૃદય દ્રવી જતું. ભારત સ્વતંત્ર થવાની લડત ચાલતી હતી તે સમયે તેમની સલાહ લેવા માટે કોંગ્રેસ નેતાઓ આવતા અને ઘણા ખરા પ્રશ્નોનું સમાધાન કરી આપતા. પૂજ્ય બાપુ સંન્યાસી સંતોના સંપર્કમાં વધુ આવવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy