SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ માનવસેવા એ જ પ્રભુસેવા શિવાનંદ અધ્વર્યું ‘સેવા એ જ પૂજા' એ એમનો જીવનમંત્ર. ભારતના સૌથી પહેલા ભારતીય સિવિલ સર્જન થવાનું સદ્ભાગ્ય તેમને સાંપડ્યું હતું. ૧૮-૧૨-૧૯૦૬ના રોજ ગોંડલ પાસેના બાંદરા ગામે જન્મેલા અધ્વર્યુનું મૂળ નામ હતું ભાનુશંકર. ઝળહળતી કારકિર્દી એમને દાક્તરીના અભ્યાસ તરફ દોરી ગઈ. આંખના દાક્તર બન્યા પછી નિમણૂક આપી ધંધુકામાં. મુનિ સંતબાલના સંપર્કે તેમને નેત્રયજ્ઞ શિબિર શરૂ કરવાનું સુઝાડ્યું. પછી તો સરકારી નોકરી છોડીને વીરનગર જેવા નાના ગામમાં આવી નેત્રરક્ષાનું જે કામ કર્યું છે તે એક દંતકથા જેવી વાત છે. એમણે હજારો નેત્રયજ્ઞ સમગ્ર દેશમાં કર્યા છે. દર વર્ષે અહીં સ્વિસ દાક્તરોની એક ટીમ થોડા સમય માટે સેવા અર્થે આવે છે. સાડા ચાર દાયકાની સેવામાં એક રૂમની ડિસ્પેન્સરીથી શરૂ કરી ૨૨૫થી વધારે પથારીની આધુનિક હોસ્પિટલ ઊભી કરી. ઉપરાંત મેટરનિટી હોમ પણ શરૂ કર્યું. તેઓ માનતા કે શિક્ષકોનું સ્તર ન સુધારીએ તો કેળવણી કોઈ દિવસ સુધરવાની નથી અને એ માટે તેઓ બી.એડ.ના વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિબિરો દ્વારા યોગ–નૈતિક મૂલ્યોની વાતો કરતા. તેઓને સાંદિપની વિદ્યાસંસ્થા દ્વારા બ્રહ્મર્ષિ'નું બિરુદ આપવામાં આવેલું. સવારે સાડાત્રણ વાગ્યે ઊઠી રાતના સાડા દસ સુધી નેત્રરોગોથી પિડાતા ગરીબો માટે મથવું એ એમનો સ્વાભાવિક ક્રમ હતો. ઓક્ટોબર ૧૯૯૮માં તેમણે દેવવિલય સાધ્યો. એ વર્ષની ૧૫મી ઓગષ્ટના રોજ તેમણે એક સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે “ઈ.સ. ૨૦૦૦ની સાલ સુધી હું જીવું તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોતિયાથી આવતા અંધાપાનું પ્રમાણ નહિવત્ કરી નાખવા પ્રયત્ન કરીશ.” સંતવાણીના સંગીતસમ્રાટ નારાયણ સ્વામી સંતવાણીના સમ્રાટ નારાયણ સ્વામીનો જન્મ સંત, શૂરા અને સતીની ભોમકા એવા સૌરાષ્ટ્રના ગઢડા પાસેના આંકડિયા ગામે તા. ૨૯-૬-૧૯૩૮ના રોજ પ્રભુપરાયણ ગઢવી કુટુંબમાં થયો હતો. માતાપિતાએ તેમનું નામ શક્તિદાન રાખ્યું. સંત સ્વભાવના માતા-પિતાના સત્સંગના સહવાસે તેમને ભક્તિરસ વારસામાં મળ્યો હતો. તેમની સ્મરણશક્તિ પણ ખૂબ તીવ્ર, એક વખત ભજન સાંભળે એટલે યાદ રહી જાય. રાજકોટમાં એક Jain Education International ધન્ય ધરા ઉદ્યોગપતિને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરીએ રહ્યા. સાથે ડોંગરે મહારાજની ભાગવતકથામાં સંતવાણી આપવા પણ જાય. એક વખત શક્તિદાન જીવલેણ બિમારીમાંથી ચમત્કાર થયો હોય તેમ ઊગરી ગયા અને સાંસારિક જીવનનો ત્યાગ કરી, સ્વામી નારાયણાનંદ નામ ધારણ કર્યું. કચ્છમાં ભયંકર દુષ્કાળ પડેલો એ વખતે નારાયણ સ્વામીએ ઠેર-ઠેર સંતવાણીના કાર્યક્રમો યોજી જે ભંડોળ એકઠું થયું હતું એ પાંજરાપોળમાં અર્પણ કરી દીધું હતું. જૂનાગઢના શિવરાત્રિ મેળામાં પ્રતિવર્ષ સંતવાણીનો કાર્યક્રમ થતો જેમાં પૂજ્ય મોરારિબાપુ પણ નારાયણ સ્વામીનાં ભજનો સાંભળવા અચૂક આવે. આવા સૂરના સ્વામી અલગારી ભજનિકનું ઈ.સ. ૨૦૦૦માં અવસાન થતાં ભજનસંગીત રાંક બન્યું. નારાયણસ્વામીના ગળામાં ઉપરવાળાએ કામણનો આખે– આખો કુંભ ઠાલવી દીધો હતો. એટલે જ એમનું ગળું મીઠાશનો મધપુડો ઠાલવી જાણતું. બ્રહ્મસ્વરૂપ સ્વામી યોગીજી મહારાજ બ્રહ્મસ્વરૂપ સ્વામી શ્રી યોગીજી મહારાજનો જન્મ તા. ૩-૬-૧૮૯૨ના રોજ અમરેલી પાસેના ધારી ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ ઝીણાભાઈ હતું. સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી જૂનાગઢમાં સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ તેમને પાર્ષદદીક્ષા આપી. યોગીજી મહારાજ સાત સંતો સાથે જૂનાગઢનું મંદિર છોડી શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા. આખો દિવસ કથા, કીર્તન અને સેવામાં જ મગ્ન રહેતા. પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિસ્તાર માટે તેમણે કમર કસી. શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે યોગીજી મહારાજે મુંબઈમાં મોટું હરિમંદિર ‘અક્ષરભવન' તેમજ અમદાવાદમાં ત્રણ શિખરના ભવ્ય મંદિરનું નિર્માણ કરી, પ્રતિષ્ઠા કરી. શ્રીજી મહારાજના વચનામૃત રૂપ ‘વેદરસ’નું પુસ્તક ફરીથી છપાવ્યું. ગુરુની જન્મશતાબ્દી પર ‘યજ્ઞપુરુષ સ્મૃતિ’એ નામનો ગ્રંથ પ્રગટ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવનવૃત્તાંત ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કર્યું. સેંકડો પારાયણો અને જ્ઞાનશિબિરો યોજીને લાખો શિષ્યોને સત્સંગનો લાભ આપ્યો. તેઓ કહેતા : “યુવકો મારું હૃદય છે.” આફ્રિકાના હરિભક્તોના આગ્રહને વશ થઈ એકસો ત્રણ ગામોમાં વિચરણ કરી, હજારો મુમુક્ષુઓને સત્સંગમાં તરબોળ કર્યા. યોગીજી મહારાજે એકાએક માંદગી ગ્રહણ કરી. કેટલીક સારવાર પછી ઈ.સ. ૧૯૭૧માં ‘જય સ્વામિનારાયણ' કહી દેહ છોડી અંતર્ધાન થયા. છેલ્લી માંદગી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy