SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝજંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝજંગનો જન્મ તા. ૧૪-૫-૧૮૮૪ના રોજ હૈદ્રાબાદમાં થી હતો. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી વિવિધ સરકારી હોદાઓ પર મગીરી બજાવી. તેમણે દ્રિાબાદની ક્યા સોસાયટીના સ્થાપક સભ્ય તરીકે, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે તેમજ કેન્દ્રીય સહકારી યુનિયનના સ્થાપક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. ત્યાર પછી તો વ્યાપાર ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે પ્રશંસનીય સેવા આપી, પ્રતિષ્ઠા મેળવી. દરમિયાન દેશભરમાં ભાષા-પ્રાંતરચના થતાં આંધ્રપ્રદેશનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પ્રધાનમંડળમાં નવેક વર્ષ પ્રધાનપદે રહ્યા. તેમની વિવિધ સેવાઓની કદર કરીને ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી. ગુજરાતની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી, ગુજરાતને રાજકીય સ્તર પર ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું. ભારત સરકારે તેમને વહીવટી સેવાઓની કદરરૂપે 'પદ્મવિભૂષણ'ના ખિતાબથી નવાજ્યા હતા. ગરવી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝજંગનું ઈ.સ. ૧૯૬૭માં અવસાન થતાં એક સાથે બે રાજ્યો આંધ્રપ્રદેશ અને ગુજરાતની સંસ્કારી પ્રજાએ જબરો આઘાત અનુભવ્યો. સમર્થ ઇતિહાસવિદ રત્નમણિરાવ જોટે ગુજરાતના સિદ્ધહસ્ત ઇતિહાસવિદ રત્નમણિરાવ ભીમરાવ જોટે એક હસમુખા ઇતિહાસકાર તરીકે ઓળખાય છે. સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી કલકત્તા ખાતે વ્યાપાર ધંધામાં પ્રવૃત્ત રહ્યા. એમણે ‘ગુજરાતનું પાટનગર' એ પુસ્તક દ્વારા અમદાવાદની કયા આપી એ જ રીતે ખંભાત અને સૌમનાય અંગે પણ ગ્રંથો આપ્યા. તેમણે ‘કુમાર’માં માહિતીપ્રદ શોધ નિબંધો તથા સુભાષિતો લખવાનું કામ વર્ષો સુધી કરેલું, 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ' દ્વારા એમણે ગુજરાત અંગેની સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વની વિગતો સંકલિતરૂપે આપવા પ્રયત્ન કરેલો છે. સર જેમ્સ બેરીના 'The admirable crichton'નું ‘સંભાવિત સુંદરલાલ’ નામે મજાનું રૂપાંતર એમણે આપ્યું છે. ૨૪-૯-૧૯૫૫ના રોજ ૬૦ વર્ષની વયે તેમનું અવસાન થયું. વ્યવસાયથી સાહિત્ય કે શિક્ષણ સાથે ન જોડાયેલા હોવા છતાં Jain Education International ૫૧૩ કેવળ વિદ્યાપ્રીતિથી ઇતિહાસ ક્ષેત્રે બહુમૂલ્ય અર્પણ કરનાર શ્રી રત્નમણિરાવ ઇતિહાસાસંગીઓની નવી પેઢીને પ્રેરણારૂપ નીવડશે. ચૈતન્યપ્રસાદ દિવાનજીએ લખ્યું છે કે નાનપણમાં અત્યંત શરમાળ અને સામાન્ય પ્રકૃતિના આ રત્નમણિરાવ મીઠા હળવા મર્મથી આનંદછોળો ઉડાડનાર આ સજ્જનનું અનન્ય વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શક્યા હો એ એક કોયડારૂપ જ લાગે છે. એમણે પોતાનું નામ સાર્થક કર્યું છે. 'રત્ન અને મણિ બંને જાણે એકમાં જ સમાયા હોય તેવા એ ગુણસમૃદ્ધ હતા.' સાદગીનું ઉદાહ૨૪ ઉછરંગરાય ઢેબર જૈમનો લોકદરબાર રોજ ભરાતો એવા રાજકારણના દૃષ્ટાંતરૂપ નમ્ર સેવક ઉછરંગરાયનો જન્મ જામનગર નજીક ગંગાજળા ગામમાં તા. ૨૧-૯-૧૯૦૫ના રોજ થયો હતો. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ તેમણે કારકિર્દીની શરૂઆત ધારાશાસી તરીકે કરી હતી. દરમિયાન રાજકોટમાં ગાંધીજીને મળવાનો યોગ થયો અને પછી ધીરે ધીરે તેઓ એમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોના રંગથી રંગાવા લાગ્યા. કેન્દ્ર સરકારની સંમતિથી સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને ઉછરંગરાય ઢેબર ઈ.સ. ૧૯૪૮માં સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયા. રાજકોટમાં હાલ જે સરકારી અતિથિગૃહ છે. ત્યાં પહેલાં જૂનાગઢ રાજ્યનો ઉતારો હતો ત્યાં તેમણે અને તેમના મંત્રીઓએ રાજ્ય વહીવટનો શુભારંભ કર્યો હતો. રોજ સવારે તેઓ પોતાના મકાનની ઓસરીમાં જ મળે. લોકો એને રાજદરબાર નહીં પરંતુ રામદરબાર કહેતા. ખુદ મુખ્યમંત્રી પણ નીચે જ પલાંઠી વાળીને બેસે. તેમણે ફર્નિચર વગરના બે ઓરડાવાળા સાદા મકાનમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ગાંધીવિચારના પ્રચારાર્થે ભારતના પ્રતિનિધિ તરીકે રશિયા તેમજ યુરોપના દેશોમાં ગયા. ગુજરાતમાં ‘સરદાર સ્મારકો’ ઊભાં કરવા માટે પુરુષાર્થ કર્યો. જીવનભર રાજકીય, રચનાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મોખરે રહીને યોગદાન આપતા રહ્યા. તેમની કુનેહ જોઈ જ્યાહરલાલ નહેરુએ તેમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખપદે નીમ્યા હતા. દેશસેવા માટે પોતાની કે કુટુંબની પરવા કર્યા વિના સ્વેચ્છાએ ગરીબાઈ વહોરી લીધી હતી. સૌરાષ્ટ્રનું ઘડતર એ એમનું સૌથી મહાન અને ચિરંજીવ કાર્ય છે. દિલ્હીમાં તેઓ હિરજનકોલોનીમાં રહેવા ગયા હતા. આવી સાદગી આજે અંતર્ધાન થઈ છે. ઈ.સ. ૧૯૭૭માં રાજકોટમાં એમનું અવસાન થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy