SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ધન્ય ધરા સત્યાગ્રહી તરીકે જેલમાં પણ ગયા. જિલ્લા શાળામંડળ, મુંબઈ ધારાસભા, ખેડૂત સંમેલન તેમ જ અનેકવિધ સંસ્થાઓમાં પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા. વિદ્વતા અને સરળતાનો સુભગ સમન્વય તેમનામાં જોવા મળતો. રાજકારણથી શિક્ષણ, ખાદીથી ખાનદાની, ધર્મ કે અર્થ કોઈપણ વિષય હોય, દરેક વિષે કશુંક નવીન કહેવાનું તેમની પાસે રહેતું હતું. તેમાંય ખેતી તેમજ જમીનસુધારણાના વિષયની તેમની પકડ તો અસાધારણ હતી. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર વગેરે અનેકવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. ખેતીવિષયક પ્રશ્નો અંગે ગાંધીજી અને સરદારશ્રી તેમના મંતવ્યની હંમેશાં કદર કરતા. ખેડા જિલ્લામાં તો જનતા સરદાર વલ્લભભાઈ પછી બીજા નંબરે દાદુભાઈને પોતાના હિતચિંતક તરીકે સમજતા હતા. તેમના જીવનનું એક મહત્ત્વનું પાસું હતું તેમની અભ્યાસશીલતા. તા. ૨-૩-૧૯૫૯ના રોજ નડિયાદ ખાતે શ્રી દેસાઈનું ૮૨ વર્ષની વયે અવસાન થતાં એક ગુણોજ્જવલ વિભૂતિની ખોટ સાલી. તેમ છતાં તેમનું પરોપકારી જીવન સદૈવ પ્રેરણા પાથેય બની રહેશે. રાષ્ટ્રવીર છેલભાઈ દવે સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર એક જનસમર્પિત શૌર્યવંતા રાષ્ટ્રભક્ત છેલભાઈનો જન્મ તા. ૧૬-૧૦-૧૮૮૯ના રોજ થયો હતો. ધ્રાંગધ્રાના રાજવી શ્રી અજિતસિંહજીએ છેલભાઈને પારખી લીધા અને રાજ્યની લશ્કરી પાંખમાં અફસરપદે નિમણૂક કરી. બસ અહીંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. સમગ્ર સૌરાષ્ટ્રને ત્રણત્રણ દાયકાઓથી ધમરોળતા ડફેરોની બંદુકોનો સામનો તેમણે એકલપંડે કર્યો હતો. વીર છેલભાઈએ મહાભયંકર એવી અનેક અસુરટોળીઓનો નાશ કરી જનતાને અભયદાન આપ્યું. તેમણે અસુરોને માર્યા હતા તેના કરતાં તાર્યા હતાં તેની નામાવલિ મોટી છે. તેમના પુનીત સ્પર્શે ઘણા દાનવ માનવ બન્યા હતા. બ્રિટિશ હકૂમતને છેલભાઈ આંખના કણાની જેમ ખૂંચતા હતા. દરમિયાન જૂનાગઢ નવાબે સોરઠ પ્રદેશને પાકિસ્તાન સાથે ભેળવી દીધાની જાહેરાત કરી. સૌને લાગ્યું કે આ હિજરત છેલભાઈ જ થંભાવી શકશે. નવાબને તેમણે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો, ભલે એમનું મિશન સફળ ન થયું પણ એમના હિમ્મતભર્યા કાર્યની તારીફ થઈ. છેલભાઈ ઘોડેસવારીમાં ભલભલાને ભૂ પાઈ દેતા. નિશાનબાજીમાં પણ એવા જ પાવરધા. આ વિરલ વિભૂતિ પુરુષનું અવસાન ઈ.સ. ૧૯૫૬માં રાજકોટ મુકામે થયું. જનતા શોકસંતપ્ત બની. અસુરોના સંહારક અને રાષ્ટ્રભક્ત બ્રહ્મમાં લીન થઈ ગયા. શાયર ફઝરઅલી “ફઝર' કહે છે કે“દાતાર દિલ છેલશંકર, દાતાર તેરા રખવાલા હૈ ગેબનશા બાપુકા ગેબી મુર્શિદ તૂ મતવાલા હૈ” દુલા ભાયા કાગે લલકાર્યું છે કે“પરથમ રાણો સંગ હો, દૂજો ખેલ્યો પ્રતાપ ખેલ, શિવાજી ત્રીજો સતારે, ચોથો શૂરવીર છેલ.” કવિ કાગ કહે છે કે“હે વિપ્ર! તેરે કર્મકી સ્મૃતિ હૂંતે, અહા! છત્રપતિ શિવાજી યાદ આવત હૈ.” કાંતિવીર પૃથ્વીસિંહ આઝાદ સંતોની માફક ભારતીય ભૂમિ ક્રાંતિકારો માટે પણ જાણીતી છે. આમાંના એક ક્રાંતિવીર બાબા પૃથ્વીસિંહ આઝાદનો જન્મ ઈ.સ. ૧૮૯૨માં થયો હતો. અભ્યાસ દરમિયાન જ માતૃભૂમિની મુક્તિનાં સ્વપ્નાં સેવવા લાગ્યા અને બંગભંગનું આંદોલન શરૂ થતાં તેમાં જોડાયા. શ્રી આઝાદ લાહોર કાવતરા કેસમાં સંડોવાયા. આજન્મ કારાવાસની સજા માટે જેલમાં લઈ જવાતા હતા ત્યારે દોડતી ટ્રેનમાંથી બેડીઓ સાથે કૂદી પડી ભાગી છૂટ્યા હતા. સ્વામીરાવ નામ ધારણ કરી ભાવનગર આવ્યા અને ‘ગણેશ ક્રીડા મંડળ'ની સ્થાપના કરી, જ્યાં નાના બાળકો માટે રમતગમત અને અખાડાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઉપરાંત યુવાનોને અખાડામાં અંગ કસરતના ખેલો કરી બતાવતા. સરકારે તેમના માથે ઇનામ જાહેર કર્યું તે વખતે તેઓ સ્વામી સદાનંદ નામે યાત્રાસ્થળોમાં ફર્યા. હોંગકોંગમાં ૭૫ વર્ષની વય વટાવી ગયેલાની દોડ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે ૯૧ વર્ષની ઉંમરે તેઓ પ્રથમ આવી સુવર્ણચંદ્રકવિજેતા બન્યા હતા. તેમના જીવનના ઉત્તરાર્ધમાં ગાંધીજીને આત્મસમર્પિત થયા અને ક્રાંતિકારીનું સામાજિક જીવન સંગૃહસ્થ તરીકેના જીવનમાં ફેરવાયું. તા. ૫-૩-૧૯૮૯માં પૃથ્વીસિંહ આઝાદનું અવસાન થયું. બાબા પૃથ્વીસિંહ આઝાદનું સમગ્ર જીવન ક્રાંતિની વીરગાથા છે અને તેથી જ માતૃભૂમિની આઝાદી માટે જીવન અર્પણ કરનારા આ ક્રાંતિવીરનું નામ પ્રથમ પંક્તિમાં સુવર્ણાક્ષરે અંકિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy