SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રે!” આ પદ ગાંધીજીએ એમની નિત્ય પ્રાર્થનામાં અપનાવ્યું હતું. નરસિંહના જીવનનો છેલ્લો તબક્કો પણ ચમત્કારથી પૂર્ણ છે. જૂનાગઢના રાજા ‘રા’ માંડલિકની આકરી કસોટીમાંથી પણ પાર ઊતર્યા હતા. તેમણે ગુજરાતી સાહિત્યને મનોહર કાવ્યગ્રંથો ભેટ ધર્યા છે. તેમણે ગુજરાતી કવિતાને એક નૂતન દિશા આપી છે. આજે લખાતી ભક્તિકવિતા અને જ્ઞાન-વૈરાગ્યની કવિતાનાં મૂળ નરસિંહ મહેતાની કવિતામાં છે. ખરેખર નરસિંહની કવિતા એ ગુજરાતની કવિતાનું પ્રભાત છે. સુપ્રસિદ્ધ કેળવણીકાર પ્રો. ધોંડો કેશવ કર્વે આજથી લગભગ ૧૫૦ વર્ષ પહેલાં મહર્ષિ ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના એક ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પ્રાપ્ત કરી વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા. શરૂઆતમાં તેઓ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યા. ‘વિધવાવિવાહ' પ્રતિબંધનિવારક મંડળી દ્વારા વિધવાઓનાં પુનર્લગ્ન માટે ભારે પ્રચાર કર્યો. તેઓ સ્રી– કેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા. તેમણે ‘મહિલા વિદ્યાપીઠ’ નામની જાપાની પુસ્તિકા વાંચી અને તેમાંથી પ્રેરણા લઈ ભારતમાં મહિલા વિદ્યાપીઠ સ્થાપવાનો તેમને વિચાર આવ્યો. કર્વેના વિચારોને રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી જેવાઓએ પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં મહિલા વિદ્યાપીઠ સ્થાપી, જેને માતબર રકમનું અનુદાન મળતાં શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી વિદ્યાપીઠ' S.N.D.T. બની. સરકારે શ્રીમતી પ્રેમલીલા ઠાકરશીને પ્રથમ કુલપતિ બનાવ્યાં. ત્યારપછી ડૉ. માધુરીબહેન શાહ અને રૂપાબહેન પણ તેના કુલપતિ રહી ચૂક્યાં છે. બંને ગુજરાતી સન્નારી હોવાને નાતે આપણને સવિશેષ ગૌરવ છે. કર્વેની સેવાઓની કદરરૂપે રાષ્ટ્રપતિએ પદ્મવિભૂષણ' અને ‘ભારતરત્ન'ના ઇલકાબ એનાયત કરી બહુમાન કર્યું. તેમના મૃત્યુ પછી પણ તેમના સ્મારકરૂપ મહિલા વિદ્યાપીઠ સમગ્ર વિશ્વમાં પોતાની સ્ત્રીશિક્ષણની જ્યોત જ્વલંત રાખી રહી છે. ગુજરાતમાં પણ એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓની ઘણી કોલેજો છે. જેઓ જીવનની અંતિમ ક્ષણ સુધી મહિલાશિક્ષણ અંગે ચિંતા અને ચિંતન કરતા રહ્યા તેવા મહર્ષિ કર્વેને નતમસ્તક વંદન કરીએ. Jain Education Intemational નિષ્ઠા અને નમ્રતાની મૂર્તિ કેશવ હર્ષદ ધ્રુવ કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ ઈ.સ. ૧૮૫૯માં સાબરકાંઠા જિલ્લાના બહિયેલ ગામમાં થયો હતો. બી.એ. થઈ અમદાવાદની એક હાઇસ્કૂલમાં પ્રથમ હેડમાસ્તર તરીકે અને પછી ગુજરાત કોલેજમાં ગુજરાતીના સર્વપ્રથમ અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અંગ્રેજીમાં `Malayas of Mudrarakshas'અને ગુજરાતીમાં ‘મુદ્રારાક્ષસ' લેખોથી એમના સાહિત્યિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ત્યારપછી તો તેઓ સંશોધન, સંપાદન અને અનુવાદની પ્રવૃત્તિઓમાં અત્યંત સક્રિય રહ્યા હતા. ૫૧૧ શ્રી ધ્રુવે પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત કવિઓ અમરુ અને જયદેવનાં કાવ્યો તેમ જ ભાસ, હર્ષ, કાલિદાસ જેવા નાટકકારોનાં નાટકો તથા અખો, પ્રેમાનંદ, શ્રીધર જેવા મધ્યકાલીન ગુજરાતી કવિઓનાં કાવ્યો વિશે વિવેચન કર્યું છે. ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે. એમણે ઋગ્વેદ કાળથી આજ સુધીના પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત અક્ષરમેળ છંદો તથા ગુજરાતી માત્રામેળ છંદોની કાળક્રમે ઐતિહાસિક આલોચના કરી છે. તેમણે ગુજરાતી અને સંસ્કૃત એમ બંને ભાષાની પાંખે ઉડ્ડયન કર્યું છે. એમના અનુવાદનો આદર્શ કવિ ભાલણ છે. આ અનુવાદો એમની વિદ્વતાની સાથે સાથે તેમની રસિકતાથી સમૃદ્ધ થયા છે એ વિશે એમણે કહ્યું છે. “એક રીતે અનુવાદમાર્ગમાં ભાલણ કવિ મારા ગુરુ છે.” કેશવલાલનું ઉપનામ ‘વનમાળી’ હતું. જેમ વનમાળી એવા એક કેશવે (કૃષ્ણ) સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ પારિજાત વૃક્ષને દ્વારિકામાં રોપ્યું તેમ વિદ્યારૂપી વનના બીજા વનમાળીએ (કેશવલાલે) ગીર્વાણકાવ્યવૃક્ષની કલમ એ જ ગુર્જરભૂમિમાં રોપી છે. લોકહિતકારી વિભૂતિ દાદુભાઈ દેસાઈ For Private & Personal Use Only ગ્રામ અર્થકારણના નિષ્ણાત શ્રી દાદુભાઈ દેસાઈ ચરોતરની છેલ્લી અડધી સદીની સામાજિક અને રાજકીય જાગૃતિમાં અગ્રેસર હતા. ખેતી તેમજ જમીનસુધારણાના વિષયની તેમની પકડ અસાધારણ હતી. ગાંધીજીના સત્યાગ્રહના રંગે રંગાઈને મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના અણનમ સાક્ષી રહ્યા હતા, એટલું જ નહીં તેઓ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy