SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ ધન્ય ધરા લેખન-વાચનમાં વિશેષ રુચિ ધરાવતા શ્રી એલ. વી. જોશી છેલ્લાં ચાર વર્ષથી દૈનિક વર્તમાનપત્ર સંદેશ”ની તમામ આવૃત્તિમાં “આજનો મહિમા' અંતર્ગત દૈનિક કોલમ પ્રગટ કરે છે. જે કોલમવાર આમવાચકોને વ્યક્તિવિશેષ, દિનવિશેષ, તહેવાર, વ્રતો વગેરેની સચોટ માહિતી ઉપલબ્ધ બને છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન સુવિચારરૂપે રજૂ કરવા માટેનું એક હાથવગું માધ્યમ બની રહ્યું છે. લેખક શ્રી એલ. વી. જોશીએ “માનવપુષ્પોની મહેક પુસ્તક લખીને ગુર્જર ઉપવનને મઘમઘતું કરી મૂક્યું છે. પુસ્તકની વિશેષતા એ છે કે ધર્મ, જાતિ કે પ્રદેશના સીમાડા ભૂંસીને લેખકે દેશ-વિદેશના ૩૬૬ મહાપુરુષોનાં જીવનચરિત્રો અત્યંત લાઘવથી આલેખ્યાં છે અને માનવપુષ્પોની સુગંધથી મહેકતી આ ફૂલમાળાને ગુર્જર પ્રજાના કંઠમાં પહેરાવી છે. ટૂંકાગાળાની સમયાવધિમાં જ આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું માત્ર પુનર્મુદ્રણ નહીં, પણ નવા રંગરૂપ સાથે સંવર્ધિત પ્રકાશન થયું છે, જેમાં ચરિત્રકારે ૩૬૬ મહાપુરુષોના પરિચયની સાથે તેમનો ફોટો મૂકીને આ પુસ્તકને સચિત્ર બનાવવાની તક ઝડપી લીધી છે. દ્વિતીય આવૃત્તિ પુસ્તક પરાગ, એ-૧૮, “હરિદ્વાર રાધાકૃષ્ણનગર, વંથલી રોડ, જૂનાગઢથી પ્રકાશિત થયેલ છે. “સ્ત્રી' સામયિકમાં લઘુકથા, પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ માહિતીપ્રદ લેખો પ્રગટ થયેલ છે. સ્થાનિક ચેનલના માધ્યમથી ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને “શ્રેષ્ઠ પરિણામ એ જ લક્ષ્યવેધ” અંતર્ગત માર્ગદર્શન આપે છે. વિશ્વ સંસ્કત પ્રતિષ્ઠાન, જૂનાગઢના સહમંત્રી તરીકે કાર્યરત રહી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપી રહ્યા છે. જ્ઞાતિના સમાચારના “મુખપત્ર'ના સહસંપાદક તરીકે સેવા આપી રહ્યા છે. | ગુજરાત સરકારની કર્મયોગી યોજના અંતર્ગત સંસ્કૃત વિષય તેમજ સેવક વર્ગના તજજ્ઞ તરીકે તેમજ પ્રાથમિક શાળામાં એમ.એલ.એલ. પદ્ધતિ અને આચાર્ય અંગેના સેમિનારમાં જોડાઈને, તાલીમવર્ગોમાં તજજ્ઞ તરીકે સેવા બજાવી છે. જૂનાગઢની લાયન્સ ક્લબ દ્વારા “સંનિષ્ઠ શિક્ષક તરીકે તેઓશ્રીને સમ્માનવામાં આવેલ. શ્રી એલ. વી. જોશી મળવા જેવા મજાના માણસ છે.. —સંપાદક ભક્ત અને સંત કવિ નરસિંહ મહેતા ધન્ય સોરઠ ભોમકા, ને ગઢ જૂનો ગિરનાર, જ્યાં સાવજડા સેજળ પીવે, એનાં નમણાં નર ને નાર” , સુંદર અને સોહામણી સૌરાષ્ટ્રની ધરા પર અનેક અણમોલ માનવરનો પાક્યાં છે. એમાંના નરસિંહ મહેતાએ પોતાની કવિતા દ્વારા અમર સ્થાન મેળવ્યું છે. લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજેય તેમનાં લખેલાં ભજનો સહેજ પણ જૂનાં ભજતા સહેજ પણ ના નથી લાગતાં. એમનાં મધમીઠાં અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર પ્રભાતિયાંથી ગુજરાતીઓની સવાર પડે છે. તળાજામાં જન્મેલ આ કવિએ જીવનનો મોટો કહેવાય છે કે નરસિંહ જન્મતાંની સાથે જ મૂંગા હતા. એક વખત એક મહાત્માએ જડીબુટ્ટી કાઢી નરસિંહને ખવરાવી અને કહ્યું બોલો બેટા રાધેકૃષ્ણ! રાધેકૃષ્ણ! અને નરસિંહ બોલ્યા, એમની વાચા ખુલી ગઈ.. ભાભીના મહેણાએ ઘર છોડાવ્યું પણ એથી તો એમને હરિને આત્મસાતુ કરવાની ધન્ય ક્ષણો મળી. ભગવાન ગોપનાથ મહાદેવે સાક્ષાત્ દર્શન દીધાં એના પ્રતાપે એમના અંતરમાંથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોનો ધોધ છૂટ્યો. નરસિંહે તેમના દીર્ધાયુષ્યમાં લગભગ સવા લાખ જેટલાં પદોની રચના કરી છે. નાગરી નાતના ભારે વિરોધના વંટોળ વચ્ચે પણ હરિજનવાસમાં ભજન કરવા ગયા. પત્નીના અવસાન સમયે તેઓ બોલી ઊઠ્યા “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ”. “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે Jain Education Intermational www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education Intemational For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy