SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૦૯ મંગલ ભવન અમંગલહારી ગુજરું મહાસાગરનાં ૨ળો – શ્રી એલ. વી. જોશી સૂર્યથી છૂટો પડ્યો ત્યારથી આ પૃથ્વીનો ગોળો અવિરત ઉલ્કાપાતો વચ્ચે પોતાની ધરી ઉપર ઘૂમતો રહ્યો છે. ગીતામાં શ્રીકૃષ્ણ વિરાટ દર્શન કરાવ્યું તેમાં ઈશ્વરની એક બાજુ સર્જનની અને બીજી બાજુ વિસર્જનની પ્રક્રિયાઓ દર્શાવી છે. માનવીમાં જીવનનો ઉલ્હાસ ધબકતો હોય છે તેમ માનવી આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં શેકાતો પણ હોય છે. શ્વાસ કરતાં ઉચ્છવાસમાં કષાય તત્ત્વો વધુ હોય છે. એના શમનનો એક જ મંત્ર છે- ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ '' એટલે ભારતીય તત્ત્વજ્ઞાનમાં આસુરી વૃત્તિઓના દમનની અને દૈવી તત્ત્વોના વિકસનની વાતો ભારપૂર્વક કરવામાં આવી છે. એ માટે સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, દયા, દાન, ઔદાર્ય, પરમાર્થ, સહાનુભૂતિ જેવા સદ્ગુણો વિકસાવવાની અને મદ, મોહ, લોભ, વેર, હિંસા, દ્વેષ પરપીડન જેવા દુર્ગુણોને દમવાની વાતો કરવામાં આવી છે. જોઈ શકાશે કે સગુણી જન પોતાના મંગલકારી વિચાર-આચારથી સમાજને કેટલો ઉપકારી થતો હોય છે. મંગલકારી-કલ્યાણકારી ભાવનાથી રંગાયેલું જીવન જ સાચાં સુખશાંતિ અને આનંદનો અહેસાસ કરે છે. વિશ્વયુદ્ધો સામે અહિંસક સત્યાગ્રહને મૂકવાથી આ વાત વધુ સ્પષ્ટ થશે. ' કહેવાય છે કે જેવી ઇચ્છા એવું ફળ મળે. યોગ અને યજ્ઞ તેના માર્ગો છે. નરસિંહના શબ્દોમાં “જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” અધર્મની ગ્લાનિથી ખરડાયેલા જીવન કરતાં ધર્મજ્યોતિની પ્રકાશ-કિરણાવલિ વચ્ચે જિવાતું જીવન વધુ ગૌરવશાળી હોય છે. આ ગુર્જરભૂમિ તો મહાસાગર સમાન છે જેમાં અસંખ્ય રત્નો પાક્યાં છે. મહાસાગરમાં જેમ મોતી શોધવા પડે છે તેમ સંસ્કૃતિને બળ આપતાં આવાં માનવબિંદુઓ એકત્રિત કરી, તેમના જીવનની સમૃદ્ધિને અત્રે સંપાદિત કરી વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. આ ગુર્જર વિભૂતિઓને ન કેવળ ભારતની પ્રજા, બલકે વિશ્વની પ્રજા પણ એમના મહાન પ્રદાન બદલ ગૌરવભેર સ્મરે છે. આ ચરિત્રો વાંચીને જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના નવી પેઢીમાં કેળવાશે એવી અપેક્ષા જરૂર રાખી શકાય. આ લેખમાળાના લેખક શ્રી લાભશંકર વીરજીભાઈ જોશીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રાફા ગામે તા. ૨૯-૮-૧૯૬૪ના રોજ થયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થઈ સૌરાષ્ટ્ર યુનિ.માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કોલેજ કક્ષાએ પ્રાઇઝ મેળવ્યાં. હાલમાં જૂનાગઢની શ્રીમતી એન. બી. કાંબલિયા કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy