SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ધન્ય ધરા વૈષ્ણવ જન તો તેને રે કહીએ ઝૂમી ઊઠે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે, “જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” આ તત્ત્વ પામવાની પ્રક્રિયાને સાધના કહેવાય છે. હજારો લાખો વરસથી આવા સાધકોઉપાસકો ઋષિ-મુનિઓની ભવ્ય પરંપરા આ પૃથ્વીના પેટે તપ કરતી આવી છે. વેદો-ઉપનિષદો અને પુરાણો–મહાકાવ્યો બતાવે છે કે આ ઋષિમુનિઓ દ્વારા કેવાં કેવાં અભુત દર્શન પ્રાપ્ત થયાં છે. જીવન અને જગત વિષેનાં કેવાં કેવાં રહસ્યો ઉકલ્યાં છે. માણસના મનનની અટપટી અંધાર-લીલાથી માંડીને ભૂગોળ અને ખગોળનાં, આયુર્વેદ અને કલાનાં, પ્રારબ્ધ અને પુરુષાર્થનાં, ઈશ્વર અને પાપપુણ્યનાં કેટકેટલાં રહસ્યો છતાં થયાં છે. આજે પણ મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનિક સંશોધનો અને વિજ્ઞાનનાં વિવિક્ષ ક્ષેત્રનાં સંશોધનો આપણને દિંગ કરી મૂકે એવા આવિષ્કારો જન્માવે છે. આ સૌ કોઈ ને કોઈ યોગી-આરાધકસાધક–તપસ્વી દ્વારા સિદ્ધ થતું હોય છે. એ સિદ્ધિ માનવજાતને યુગો સુધી ઉપકારક બની રહે છે. દા.ત. ગણિતવિદ્યાનું જ્ઞાન કે ખગોળ વિદ્યાનું જ્ઞાન આજે પણ માનવજાતને કેટલું ઉપયોગી પુરવાર થાય છે તે સૌ જાણે છે. કહેવાની જરૂર નથી કે એ બધો યશ ક્રાંતદર્શી ઋષિમુનિઓને ફાળે જાય છે. માનવજાત હંમેશા એમની ઋણી રહેશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી મનુભાઈ પંડિત ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સેવક છે. તેઓ માને છે કે ઈશ્વરી પ્રેમ સેવા, સમર્પણ અને શ્રદ્ધા ભકિતથી જ પ્રાપ્ત થાય છે. આવા પદો પ્રભુની સમીપ લઈ જવામાં માર્ગદર્શક થઈ પડતાં હોય છે. તેમનો પરિચય આ ગ્રંથમાં અન્ય તેમની એક લેખમાળામાં પ્રગટ થયેલ છે. –સંપાદક ભક્ત નરસિંહ મહેતા નરસિંહ મહેતા, ગુજરાતના આદ્યકવિ હતા. તેમનું | વૈષ્ણવજન' ભજન ગાંધીજીને અત્યંત પ્રિય હતું. તેમના દ્વારા એ ભજન કેવળ ભારતમાં જ નહીં, ભારત બહારના દેશોમાં પણ જાણીતું થયું. આ એક માત્ર ગુજરાતી ભજન દુનિયાના ઘણા પ્રદેશોમાં પહોંચી ગયું છે. તેમનું આખુંય જીવન, ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ઉબોધેલા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોથી વ્યાપ્ત હતું. જેઓ સુખ અને દુઃખ, ગરીબી અને અમીરી જેવા કંદોથી પર રહીને I અહર્નિશ ઈશ્વરભક્તિમાં તલ્લીન રહેતા. નરસિંહને થઈ ગયે ૫૦૦ વર્ષ વહી ગયાં તેમ છતાં એમની રસવાહી વાણીનો ગુર્જર પ્રજા જે આદર કરે છે, તે કેટલાંય વર્ષ પછી ઓછી નહીં થાય. એ ચિરકાલ દીપ્તિમંત રહેશે. નરસિંહ મહેતાએ ગાયેલા આ ભજનમાં, સારુંયે I ભાવચિત્ર તેમના જીવનમાં પ્રતિબિંબિત થયું હતું. કેટલાક સંતોના જીવનમાંથી આપણે તેનું દર્શન કરીશું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy