SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સીરમ ભાગ-૨ સદાચાર જીવનના તપઃપૂંજો [ભોમિયાઓઃ યોગીઓઃ લGિધવો] મનુ પંડિત અગણિત પ્રાણીસષ્ટિમાં માનવી સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. એના બદ્વિતંત્રની બલિહારી છે. અન્ય પ્રાણીઓ જેમ એને પણ સર્વસામાન્ય વૃત્તિઓ છે, એ ખાય છે, પીએ છે, ઊંઘે છે, જાગે છે, કામ કરે છે, વંશવેલો આગળ ધપાવે છે. અન્ય પ્રાણીઓ જેમ એનું લાગણીતંત્ર પણ ઝણઝણતું છે. એ હસે છે, રડે છે, પ્રેમ કરે છે, તિરસ્કાર કરે છે, ભય પામે છે, હુંકાર કરે છે. પરંતુ આ બધી વૃત્તિઓ અને ઊર્મિઓને અન્ય પ્રાણીઓની જેમ સ્વચ્છંદ વહેવા દેતો નથી. બુદ્ધિમંત્રથી જીવનના સર્વ પાસાંને નિયંત્રિત રાખે છે. તમે એને કેળવણી, સંસ્કાર, નીતિનિયમ, સદાચાર, નિયમિતતા કે વ્યવસ્થાનું કોઈ પણ નામ આપી શકો. આખરે તો એ સદ્ અને અસ નિયમિત-ન્યાયી-વિવેકયુક્ત કરવાના ઉપાયો છે. અન્ય પ્રાણીઓથી માનવીની અલગ પિછાણ આનાથી જ રચાય છે. સભાવ વિશે માત્ર મનોમન વિચાર કરવાથી જ માત્ર સજ્જન નથી થઈ જવાતું. રોજિંદા જીવનમાં એનું આચરણ કરવાથી જ એની ઓળખ ઊભી થાય છે. વિચાર તો અમૂર્ત બાબત છે. વાણી અને વ્યવહાર એના માધ્યમો છે. એટલે વાણી અને વર્તન માનવીની પારાશીશી બની રહે છે. ઊગતી પેઢી અનુકરણશીલ હોય છે. એની સામે જીવનના આદર્શોને મૂર્ત કરનારી પેઢી હોય તો ઊગતી પેઢી એમાંથી યોગ્ય બોધપાઠ લઈને તૈયાર થાય છે. આજે પણ અમુક પેઢીમાં આવું ન બને, અમુક ખોરડે આવો રિવાજ નથી, અમુક ગામમાં આવા બનાવો ન બને, એવું જોવા મળે છે. અમુક પ્રજા લાંચરુશ્વતને ઓળખતી જ નથી, કોઈ કોઈ શહેર એવાં છે જ્યાં ગુના બનતા જ નથી અને પોલીસતંત્ર નથી. જીવનમાં સત્ય, અહિંસા, કર્મશીલતા અને સમભાવનો જુવાળ આઝાદીની લડત વખતે પ્રસાર પામ્યો તે જોઈને છેવાડાના માણસોમાં પણ સદાચાર–ગુણો વિકસ્યા હતા. માનવીની ઓળખ આ ઓજસ છે. મૂલ્યોનું જતન થાય તે તેની પારાશીશી છે. સદાચારના તેજપુંજથી એનું વ્યક્તિત્વ ઝળહળે છે. દુર્યોધન પક્ષે હોવા છતાં કર્ણ પોતાની ભવ્યતા સ્થાપી શક્યો તે સભાવ-સવૃત્તિ-સવિચાર–સદાચારને લીધે એ આપણે જાણીએ છીએ. એ આદર્શોનું આચરણ જ જીવનની સાર્થકતા છે. મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરો તો એમણે શારીરિક ખોડને પણ પ્રગતિનું સોપાન બનાવી દીધું. જુઓ, મહાન સંગીતજ્ઞ હેન્ડસ લકવાથી પીડાતો હતો. બીથોવન બહેરો હતો. મિલ્ટન અને હેલન કેલર અંધ હતાં તોય એમની મહત્તા જરાય ઘટી નહોતી. કોઈપણ જન્મ અને કોઈપણ મૃત્યુ રહસ્યમય છે. પછી તે વ્યક્તિના હોય કે આ બ્રહ્માંડના. પણ એ આંખોની ત્રજ્યા જ્યાં અટકે છે ત્યાંથી રહસ્યની દુનિયા શરૂ થાય છે. ભૌતિક જગતથી માંડીને આધિભૌતિક અને આધ્યાત્મિક જગત સુધી પથરાયેલાં આ રહસ્યો ચર્મચક્ષુથી પામી શકાતાં નથી. એ માટે દિવ્યચક્ષુની જરૂર રહે છે. દિવ્યદૃષ્ટિ વડે જ આ અગોચરને પામી શકાય છે. એને આપણે જ્ઞાન કહીએ છીએ. અખાએ એનો મહિમા કરતાં ગાયું છે કે, “અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું.' આ અગોચર ગોચર થાય છે ત્યારે આપણો માંહ્યલો આનંદથી Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy