SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ ધન્ય ધરા આ આપણા ડોક્ટર સાહેબ શ્રી નટવરલાલ ત્રિવેદી આમ તો મહેસાણા જિલ્લાના કડી નગરના વતની છે. કડીમાં એમણે ડોક્ટર તરીકે “પ્રેક્ટિસ” પણ કરેલી. ત્યાં એમને સારી એવી નામના પણ મળેલી. પરંતુ ઈશ્વરની અકળલીલાને કોણ પામી શક્યું છે? રાણીપની ધરતી એમની સેવાને ઝંખી રહી હશે કે આ ધરતી પર એમની લેણ-દેણ હશે. મુરબ્બીશ્રી નટુભાઈ કડી છોડી રાણીપ આવ્યા અને સાબરમતીમાં મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી. એમના મળતાવડા સ્વભાવને કારણે દર્દીની માનસપરીક્ષાના કારણે અને અનુભવના વિશાળ જ્ઞાનને લીધે થોડા જ વખતમાં એમની “પ્રેક્ટિસ’ સાબરમતીમાં જામી ગઈ. મળતાવડા સ્વભાવને કારણે ટૂંકા ગાળામાં તેઓશ્રી ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યા હતા. આજે તો રાણીપમાં એક-એક બાળક એમના નામથી પરિચિત છે. એક એક માનવી એમની સેવાઓથી જ્ઞાત છે અને રાણીપમાં સેવાભાવી ડોકટર તરીકે ખૂબ જ નામના મેળવી ચૂક્યા છે. દિગ્વિજય સિમેન્ટ ફેકટરીમાં ઇ.એસ.આઈ.ના ડોકટર તરીકે એમની સેવાઓ ખૂબ જ અભિનંદનીય રહી હતી. ડૉ. શ્રી નટુભાઈ તો ઈશ્વરપરાયણ માનવી છે. સેવા એ તો એમનો સ્વભાવ છે. અર્ધી રાત્રે પણ કોઈ દર્દી દવા લેવા આવે તો તેઓ તરત જ ઊઠીને એની સારવાર કરે.-દવા આપે પણ પૈસાની જરાય અપેક્ષા ના રાખે. ગમે તે દર્દી, ગમે તે સમયે આવે, ડૉ. શ્રી જરાય આનાકાની ના કરે, મોં પણ ના બગાડે, દર્દીને પ્રેમથી આવકારે અને સરસ સારવાર આપે, આશ્વાસન આપે, મટી જ જશે એવી એનામાં શ્રદ્ધા પ્રગટાવે અને દર્દી ખુશ થઈને જ એમના દવાખાનામાંથી જાય. આવા આ લોકપ્રિય ડોકટર કાકાને લોકો ચાહે તે તો સ્વાભાવિક જ છે અને એમની ઈશ્વરભક્તિ પણ એવી જ મહાન છે. નવરાશની ક્ષણે-ક્ષણ તેઓ નામ સ્મરણમાં જ વિતાવે છે. . લોકોના આરોગ્ય માટે પણ તેઓશ્રી એટલા જ ચિંતિત છે. તેઓ તો આ વિશે માને છે કે-જે સ્વાચ્યવિદે પહેલું સુખ તે જાતે નર્યા' નો વિચાર વહેતો મૂક્યો હશે એ ચિરકાલીન અભિનંદનીય છે. તબીબી ક્ષેત્ર એ કેવળ ધનોપાર્જનનું ક્ષેત્ર નથી, એ કરુણાની પરખ છે, શ્રદ્ધાની સરવાણી છે, સહાનુભૂતિની સરીતા છે અને આશ્વાસનનો પ્રશાન્ત મહાસાગર છે. માણસ દેવ, તીર્થ, દ્વિજ અને મંત્રમાં જેટલી શ્રદ્ધા રાખે છે, તેથી પણ અધિક ‘ભિષજ' એટલે ચિકિત્સકમાં ધરાવે છે, કારણ કે ચિકિત્સકના હાથમાં માણસની ખરાબે ચઢેલી આરોગ્ય–નૌકાનું સુકાન છે. તબીબી વિજ્ઞાન એ દૃષ્ટિએ ચમત્કારોનો મહાસાગર છે. કલાન્ત, ગ્રાન્ત, ભ્રાન્ત લોકોને શીળી છાયા પ્રદાન કરનાર વિશ્વસનીય વિસામો છે. “નવી પ્રતિભા : સેજલ કાવાણી' વિશ્વના દરેક વિકસતાં ક્ષેત્રોમાં બહેનોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એમાં ભારતીય નારી કે ગુણિયલ ગુર્જર નારી પાછળ કેવી રીતે રહી શકે? નાસામાં કલ્પના ચાવલાના અવસાન પછી આપણી ગુણિયલ ગુર્જર નારી બહેન સુનીતા પંડ્યાએ વિશ્વની પ્રથમ પાયલોટ તરીકે નામના પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, વિશ્વમાં ગુજરાતનું નામ દીપાવ્યું છે. આવી જ રીતે પત્રકારત્વક્ષેત્રમાં ઇલેકટ્રોનિક મિડિયા દૂરદર્શન અને આકાશવાણીમાં ‘ન્યૂઝ રીડર' તરીકે, “કોમ્પરર’ તરીકે કે આ મિડિયાના કાર્યક્રમના સંચાલનમાં કે પ્રોડક્શનમાં પણ આજે આપણી બહેનો મહત્ત્વનું અને નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. આવી જ એક ગૌરવવંતી, દૂરદર્શન અને આકાશવાણી, તેમજ જાહેર કાર્યક્રમોમાં અદ્ભુત સમાચારવાચન, ઇન્ટરવ્યું કે કાર્યક્રમનું સંચાલન કરતી બહેન છે ચિ. સેજલ કાવાણી. આ દશ્ય અને શ્રાવ્ય માધ્યમોની વિશેષતા છે કે આ કાર્યક્રમ સાથે સંકળાયેલ કલાકારનું “ફીચર' દેખાવ, ઘાટીલું અને આકર્ષક હોવું જોઈએ, સાથે ભાષા-સાહિત્યનું જ્ઞાન, સ્પષ્ટ ઉચ્ચાર અને સાચી જોડણીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ બધી વિશિષ્ટતાઓથી સંપન્ન છે બહેન સેજલ કાવાણી. ૧૯ એપ્રિલ–૧૯૮૨ના રોજ સંસ્કારી કુટુંબમાં જન્મેલી સેજલને માતા-પિતા તરફથી ઉત્તમ સંસ્કારો સાંપડ્યા છે. કામ કરવાની એનામાં ખૂબ જ ધગશ અને અપાર શક્તિ છે. નવી નવી વૈજ્ઞાનિક ટેકનોલોજીમાં તે ખૂબજ રસ ધરાવે છે એટલું જ નહીં, પણ તે શીખવાની પણ તેનામાં વિશેષ ઉત્કંઠા છે અને તે આવાં કાર્યોમાં મય થઈ જઈ પૂરેપૂરી જાણકારી એ વિશેની મેળવ્યા પછી જ જંપે છે. નવા કોઈ પણ કામ પ્રત્યેનો એનો વિશિષ્ટ લગાવ એ એની સાધના છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy