SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પગલૂછણિયાં બનાવતાં, ફાઇલો કે પૂંઠાનાં ખોખાં બનાવતાં શીખવે છે. અહીં આ બાળકોને માની મમતા પીરસે છે ઇંદિરાબહેન અને પિતાનું વાત્સલ્ય આપે છે સુરેશભાઈ. ઇંદિરાબહેનનાં પોતાનાં બે સંતાનો પણ ખૂબ જ યશસ્વી છે. પુત્ર દીપક સોની એકાઉન્ટન્ટ તરીકે વડોદરામાં જાણીતા છે અને દીકરી પારૂલ સોની તો આજે કોલેજમાં અધ્યાપિકા છે. આ સંઘર્ષમય જીવનને પણ ઇંદિરાબહેને સહજ અને હળવું બનાવી દીધું છે-એ જ એમની વિશેષતા છે. ‘આનંદ’નું અણમોલ પ્રવૃત્તિધન ગુણવંતાં ગુર્જર નારી-રત્ન શ્રી આશાબહેન રાવળ શ્રદ્ધાને સાર્થક કરે એ આશા. આવાં જ આપણી એક યશસ્વી બહેન, જેમણે જીવનના જુદા-જુદા ક્ષેત્રે ફક્ત કાર્ય જ કર્યું છે એટલું જ નહીં પણ અનેરી સિદ્ધિઓ હાંસલ કરી છે. ‘આનંદ’ નામે વડીલો માટેના પ્રવૃત્તિકેન્દ્ર સમી એક અનોખી સંસ્થા જે અમદાવાદમાં નવરંગપુરામાં ઈશ્વરભુવન પાસે ચલાવે છે. તે સંસ્થા સાથે આપણાં આશાબહેન સંકળાયેલાં છે. આ સંસ્થાનું મહત્ત્વનું કાર્ય તો વડીલોને ઉપયોગી થવાનું છે. વડીલોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં માર્ગદર્શન માટે નિષ્ઠાવાન સમાજસેવીઓ અને સેવાભાવી ડોક્ટરોની મદદથી વડીલોની સમસ્યાઓનું સરસ નિરાકરણ થતું અહીં જોવા મળે છે. આ સંસ્થામાં વડીલોને માર્ગદર્શન મળે, તેમના પ્રશ્નોનું સમાધાન થાય એ માટે જુદાં જુદાં ક્ષેત્રોના નિષ્ણાંતોનાં વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે. સભ્યો માટે પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે, પરંતુ આ બધાં આયોજનના પાયામાં છેઆશાબહેન રાવળ. તા. ૧૭-૪-૧૯૪૨ ના રોજ વઢવાણ શહેરમાં જન્મેલાં આશાબહેને એમ.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. આદર્શ શિક્ષિકા અને કુશળ આચાર્યા તરીકે શિક્ષણ જગતમાં એમનું મોટું નામ અને કામ છે. Jain Education International એમની શૈક્ષણિક પ્રવૃત્તિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નિર્માણલેખન અને પરામર્શનમાં ૧૯૯૪થી ૧૯૯૬ સુધી એમણે સક્રિય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત સ્વાધ્યાયપોથી, હિન્દીમાંથી અનુવાદનું કાર્ય ‘નેશનલ બેંક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા'ના પ્રૌઢ શિક્ષણ માટેના પુસ્તકલેખન તેમજ તેના અનુવાદનું પણ તેમણે કામ કર્યું છે. આ ઉપરાંત ૧૯૮૦થી ૧૯૯૫ સુધી આકાશવાણીના શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. આ ઉપરાંત એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ નોંધપાત્ર છે. શાળાના સંચાલનનાં વર્ષો દરમિયાન નાટ્ય, અભિનય, દિગ્દર્શન, નાટ્યલેખન, સમૂહગીતોની સ્પર્ધા ઉપરાંત ગૃહકિલ્લો-આંતરરાષ્ટ્રીય બાળવર્ષ નિમિત્તે નાટ્યલેખન, સંગીતરૂપક અને પર્યાવરણના ક્ષેત્રે પણ એમણે ‘દૂરદર્શન’ પર કાર્યક્રમો આપ્યા છે. ‘ચેલૈયો’ નામની એક સરસ નૃત્યનાટિકાનું પણ આપણાં બહેને નિર્માણ કર્યું છે. ૫૦૫ પરદેશ [યુ.એસ.એ.] નો પ્રવાસ પણ એમણે ખેડ્યો છે. એમનું સૌથી વિશિષ્ટ ધ્યાન દોરે એવું કાર્ય તો એમણે ગુજરાતના પ્રતિષ્ઠિત કેળવણીકાર અને શારદા મંદિર-વિનય મંદિર અમદાવાદના પૂર્વ આચાર્ય સ્વ. વજુભાઈ દવેના જીવનકવનને આલેખતા પુસ્તક નમીએ ગરવા ગુરુને'નું લેખનસંપાદન કાર્ય ખૂબ જ સરસ રીતે કર્યુ છે. ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ માટે તો આ પુસ્તક શૈક્ષણિક ગીતા સમાન છે. ‘સેવા’–ગુજરાતની સ્ત્રીઓની સામાજિક ઉત્કર્ષ માટેની સંસ્થા જીવન–શાળા' મોટી વયની બહેનોને શિક્ષણ આપવાની પ્રવૃત્તિમાં પુસ્તકનિર્માણ સહાયક અને ‘વિદ્યાગૌરી' માટે આશાબહેન સલાહકાર તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. અને એથીયે અદકેરું એમનું કામ તો ‘આનંદ' સંસ્થા દ્વારા વડીલ વર્ગની સમસ્યાઓનું નિરાકરણ, મુક્ત વાતાવરણ અને ઊર્ધ્વગામી વલણ માટેના એમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે. ‘સેવાની સુવાસ સમા ડૉ. શ્રી નટુભાઈ ત્રિવેદી રાણીપ [અમદાવાદ]ના સેવાભાવી ડૉક્ટર શ્રી નટુભાઈ ત્રિવેદી મળવા જેવા માણસ છે. આજે આ જૈફ વયે પણ તેઓ એમની સેવાભાવી પ્રવૃત્તિઓનો પમરાટ ફેલાવી રહ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy