SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ var અમેરિકાનો પ્રવાસ પણ આતમકુમાર કરી આવેલ છે અને ત્યાં મળેલ જ્ઞાન અને જાણકારીનો લાભ પણ તેઓશ્રી જિજ્ઞાસુઓને અને વિદ્યાર્થીઓને આપે છે. પર્યાવરણશુદ્ધિ માટેનું પણ એમનું કાર્ય અભિનંદનીય છે. એમણે એક લાખથી વધુ વૃક્ષો આ સુજલામ સુફલામ ધરતી પર ઉછેર્યાં છે અને આ માટે જ તેઓશ્રી વૃક્ષમિત્ર તરીકે પણ પ્રજા વત્સલ બન્યા છે. વનમહોત્સવ જેવા પ્રેરક કાર્યક્રમો શ્રી આતમકુમારે આ ભૂમિ પર કર્યા છે અને આ માટે તેઓશ્રી વનવિભાગ તરફથી પણ સમ્માનિત થયા છે. શ્રી આતમકુમાર આ ભૂમિનાં લોકો માટે તો મિત્ર, માર્ગદર્શક અને ચિંતક બની રહ્યા છે. આપણે ત્યાં કહેવાય છે કે—“દરેક પુરુષના વિકાસમાં કોઈ સ્ત્રીનો હાથ રહ્યો હોય છે.” આમ આપણા આતમકુમાર પટેલના વિકાસમાં એમનાં સહધર્મચારિણી શ્રીમતી જસુમતીબહેન પટેલનો મોટો ફાળો છે અને આ વાત આપણા આ લોકલાડીલા શિક્ષક ખૂબ જ નમ્રતાથી સ્વીકારે છે. આ માટે જ તેઓશ્રી ગામ, સંસ્થા અને સમાજ તરફથી સમ્માનિત થયા છે અને આ સમ્માનમાં લોકલાગણીનો પડઘો સંભળાય છે. ‘સેવાની દેવી’ શ્રીમતી ઇંદિરાબહેન સોની હિંમતનગરથી શામળાજી નેશનલ હાઇવે આઠ–સી ઉપર એક સેવાભાવી સંસ્થા આવેલી છે. હિંમતનગરથી ફક્ત ૨૮ કિલોમીટરના અંતરે આવેલ આ સંસ્થાનું નામ છે ‘સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ'. રક્તપિત્તિઆઓના દર્દીઓની સેવા–સારવાર કરતી આ માનવતાવાદી સંસ્થામાં ભગવાન રામ જેવા સેવાભાવી પુરુષરત્ન સુરેશભાઈ સોની મળવા જેવા માણસ છે. તેઓશ્રી વડોદરા યુનિવર્સિટીમાં સાયન્સમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ' જેવી અધ્યાપકની નોકરી કરતા હતા, પરંતુ એમના મનમાં સેવાનો ભેખ જાગ્યો અને આવી સરસ ગૌરવશાળી નોકરી છોડી, રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાની ભાવનાથી આ કાર્યમાં તેઓ લાગી ગયા. તન, Jain Education International ધન્ય ધરા મન અને ધન બધું જ એમાં સમર્પિત કરી દીધું. આવા સુરેશભાઈની સાથે સુરેશભાઈનાં ધર્મપત્ની શ્રી ઇંદિરાબહેન પણ આ સેવાકાર્યમાં લાગી ગયાં. આ યશસ્વી, સેવાભાવી, નારીરત્ન બહેન શ્રી ઇંદિરાબહેનને જોતાં જ આપણું મસ્તક ઝૂકી જાય. નારીના મહાન ત્યાગની વાતો સાંભળી છે, વાંચી છે, પરંતુ આ બહેનને જોતાં તો આપણને એની પ્રત્યક્ષ પ્રતીતિ થાય. સુખી કુટુંબમાં ઊછરેલાં આ બહેનનાં કેવાં સ્વપ્નો હશે! પરંતુ વિધાતાએ એમનું ભાગ્ય સુરેશભાઈ સાથે લખ્યું હશે તેથી સુરેશભાઈની બધી શરતો સ્વીકારી એમની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં. પહેલાં તો આ દંપતી, આ સેવાના કાર્ય માટે ‘શ્રમમંદિર’ [સિંઘરોટ] માં જોડાયુ. આમ તો આ દંપતી આ સંસ્થાના પાયામાં હતું. અહીં સુરેશભાઈ પગાર પણ પોતાના નિર્વાહ પૂરતો જ લેતા હતા. પાંચસો અંતેવાસીઓ સાથે તેઓ કુટુંબીજન થઈને રહેતા હતા. અહીં આપણાં આ સેવામૂર્તિ ઇંદિરાબહેન રક્તપિત્તગ્રસ્ત બહેનોનાં મળમૂત્ર સાફ કરતાં. નવડાવી–ધોવડાવી, માથાની જૂઓ કાઢી અને રોગના ભય વગર તેમની વચ્ચે આઠ-આઠ વરસ રહ્યાં છતાં સંજોગોવશાત્ આ સંસ્થા છોડવી પડી. નવી સંસ્થા શરૂ કરી અને આ દંપતી અહીં આવ્યું, છતાં એમના મનમાં કોઈ કડવાશ અને કચવાટ નથી. શ્રી સુરેશભાઈનાં પ્રેરણામૂર્તિ ઇંદિરાબહેન સુખ-દુઃખમાં હંમેશાં સુરેશભાઈની સાથે રહી એમને ધૈર્ય આપે છે. શ્રી ઇંદિરાબહેને આ સંસ્થામાં એક નવું કામ શરૂ કર્યું છે. શ્રી અનુબહેન ઠક્કરે મુનિઆશ્રમ ગોરજ (વાઘોડિયા) માં મંદબુદ્ધિની છોકરીઓ માટે ભગિનીમંદિર ઊભું કર્યું છે. તેના જ ભાગરૂપે અહીં આશ્રમના કેમ્પસમાં જ મંદબુદ્ધિના અઢાર વર્ષથી ઉપરની ઊંમરના ભાઈઓ માટેનું એક રહેણાકીય કેન્દ્ર શરૂ કર્યું છે. મંદબુદ્ધિનાં સંતાન સાચવવાં દોહ્યલાં હોય છે, એ તો એવાં બાળકોનાં માતા-પિતાને પૂછો ત્યારે જ ખબર પડે. ન એમને જિવાડવાનું મન થાય કે મા-બાપના ગયા પછી આ બાલુડાંનું શું થાય, એ કલ્પના કરતાં જ માવતર ધ્રુજી ઊઠે. આવાં છોકરાંઓને જેમ અનુબહેન સાચવતાં હતાં તેમ અહીં આપણ ઇંદિરાબહેન સાચવે છે અને એમને કેળવે છે. આ ઉપરાંત કંઈક નવું કરવા માટે, આ દયાની દેવી આવાં બાળકોને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy