SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૫૦૩ વારસો એમને મળ્યો છે, એટલું જ નહીં એમણે દીપાવ્યો છે. બાળસાહિત્યના સર્જન સાથે સાથે એમણે અનુવાદનું પણ મહત્તમકાર્ય કર્યું છે. એમની ભાષાકીય વિશેષતા એ છે કે તેઓ પોતાની માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિંદી અને આંતર-રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ઉપરાંત આપણા દેશની અન્ય શ્રી સાં. જે. પટેલ ભાષાઓ જેવી કે સંસ્કૃત, ઉર્દૂ અને પંજાબી ભાષા ઉપર પણ એમનો સારો કાબૂ છે. એમનું અંગત પુસ્તકાલય પણ સમૃદ્ધ છે. આવા, શિક્ષણ અને સાહિત્યના સમન્વયવાળા આપણા આ સર્જક સ્વભાવે ખૂબ જ મૃદુ અને નમ્ર છે. તેમજ તેઓ પોતે લાગણી અને સંવેદનાના માનવી છે. વર્ષો પહેલાં એમણે “લઘુકથાના સામયિકનું પ્રકાશન કર્યું હતું. આજે પણ તેઓશ્રી “રન્નાદે પ્રકાશન'ના “સબળા શિક્ષણ’ માસિકનું સંપાદન કરી રહ્યા છે. થોડા સમય માટે “વારતા' તથા ભલે પધાર્યા’ સામયિકોનું સંપાદન પણ કર્યું હતું. એમના સાહિત્ય પ્રદાનની વાત કરીએ તો–એમનાં ૧૨૫ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેમાં બાલ સાહિત્યનાં ૮૦, મૌલિક પ્રૌઢ સાહિત્યમાં ૧૧, સંપાદન-સંશોધનમાં-૬, અનુવાદોમાં : પંજાબીમાંથી ગુજરાતીમાં ૨૨, ગુજરાતીમાંથી પંજાબીમાં ૨, ગુજરાતીમાંથી હિંદીમાં ૩ અને હિન્દીમાંથી ગુજરાતીમાં ૧ આમ મૌલિક તેમજ અનુવાદક્ષેત્રે એમનું કામ નોંધપાત્ર રહ્યું છે, સાથે સાથે ગુજરાતી વાચકોને પંજાબી સાહિત્યનો રસાસ્વાદ કરાવવાનો યશ પણ એમના ફાળે જાય મહેક' મહેકતા મોગરા જેવા આદર્શ આચાર્ય શ્રી આતમકુમાર પટેલ શિક્ષણ શિસ્ત અને સંસ્કારનો ત્રિવેણી સંગમ એટલે હરિભાઈ ગોવિંદભાઈ રાયકા ઉ.બુ. વિદ્યાલય-ઇન્દ્રાડ તા. કડી, જિ. મહેસાણાના આચાર્યશ્રી આતમકુમાર પટેલ. આમે આ શાળા મહેસાણા જિલ્લાની આદર્શ શાળાઓમાંની એક છે અને એનો યશ આપણા આ આદર્શ આચાર્ય શ્રી આતમકુમારને ફાળે જાય છે. શ્રી આતમકુમારને એમના યશસ્વી શૈક્ષણિક પ્રદાનને કારણે રાજ્યકક્ષાનો ઉત્તમ શિક્ષકનો એવોર્ડ પણ એનાયત થયો છે. એમણે જૂન ૧૯૬૮થી ૧૯૭૮ સુધી ઉ.બુ. વિદ્યાલય ઝીલિયામાં શૈક્ષણિક સેવાઓ આપી અને જૂન ૧૯૭૮થી ગાંધીઆશ્રમ ઇન્દ્રાડના માનદ્ સંચાલક અને એચ. જી. રાયકા વિદ્યાલયના આચાર્ય તરીકે પ્રશંસનીય સેવાઓ આપી રહ્યા છે. એમણે માધ્યમિક શિક્ષણ ગ્રામભારતી અમરાપુરમાં અને ઉચ્ચ શિક્ષણ લોકભારતી સણોસરામાં લીધું છે અને પછી શૈક્ષણિક તાલીમ એમણે ગૂજરાત વિદ્યાપીઠમાં લીધી છે. સર્વોદયની વિચારસરણીને વરેલા શ્રી આતમકુમારનું જીવન સાદાઈ, આદર્શમય અને લોકો માટે પ્રેરણાદાયી બની રહેલ છે. ‘વાણી તેવું જ વર્તન' આ સત્યને એમણે જીવનમાં સારી રીતે પચાવ્યું છે. દ્રાડ સંસ્થા દ્વારા એમણે કેટલાંક લોકપયોગી કામો જેવાં કે નેત્રયજ્ઞો, શ્રમયજ્ઞો, ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, જનજાગૃતિ અભિયાન, યુવા વિકાસ, મહિલાવિકાસ, ખેડૂતવિકાસ, વન પર્યાવરણ, મજૂરકલ્યાણ, રાષ્ટ્રીય સેવા યોજના, વ્યસનમુક્તિ, બાલવિજ્ઞાન જેવી અનેક શિબિરોનું સરસ આયોજન એમણે આ ગોકુળિયા ગામમાં કરેલ છે. ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા ધરતીકંપમાં માનવ-સાધુના અમદાવાદ સાથે રહી દત્તક લીધેલા લુડિયા ગામના પુનર્વસન માટે સતત એવાં કાર્ય કરતા રહ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે આતમકુમારની સેવાભૂમિ લુડિયાની મુલાકાત માનનીય વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયીજી, ગૃહમંત્રીજી અડવાણીજી, સંરક્ષણ મંત્રીશ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ અને રાજ્ય તેમજ દેશના ઉચ્ચ અધિકારીઓએ લીધી છે. આ બધામાં અમેરિકાના માજીપ્રમુખ બિલલિન્ટનની મુલાકાત એક નોંધપાત્ર ઘટના બની રહી છે. આ સર્જકે બાળસાહિત્ય ઉપરાંત નાટક, ચરિત્ર, કાવ્ય, વાર્તા અને લઘુકથા સર્જનક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ સર્જક કેટલાંક પારિતોષિક, ઇનામ અને સમ્માનોથી પણ સમ્માનિત થયેલા છે. આપણે આ સર્જક પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓશ્રી આપણા ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓનો પંજાબી ભાષામાં અનુવાદ કરી, પંજાબી સાહિત્યના વાચકોને ગુજરાતી સાહિત્યનું રસપાન કરાવે અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy