SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શાશ્વત સૌરભ ભાગ-૨ શિક્ષણક્ષેત્રે બહેન સેજલે ગુજરાત યુનિવર્સિટીની કોમર્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. એની શૈક્ષણિક કારકિર્દી પણ જ્વલંત રહી છે. ટેકનિકલ સિદ્ધિની વાત કરીએ તો-ઓપરેટિંગ સિસ્ટમ'માં ઇન્ટરનેટ ફન્ડામેન્ટલની એની વિશિષ્ટ જાણકારી છે. ભાષાજ્ઞાનની વાત કરીએ તો તે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. તે માનવધર્મની હિમાયતી છે. તેની વિશિષ્ટ સિદ્ધિઓમાં પબ્લિક સ્પીકિંગ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, રેડિયો–ટી.વી. એન્કરિંગના કોર્સ કરી, તેમાં તેણે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં બહેન સેજલ દૂરદર્શન– અમદાવાદ ઉપર ઉઘોષક અને સમાચારવાચક તરીકે કાર્યરત છે. સ્પષ્ટ ઉચ્ચાર, યોગ્ય શબ્દ ઉપર યોગ્ય ભાર મૂકવો તેમજ સમાચાર પ્રમાણે ભાવ વ્યક્ત કરવા એ એની વિશેષતા છે. આકાશવાણીના પણ જુદા-જુદા કાર્યક્રમો, જેવા કે સમાચારવાચન, ઇન્ટરવ્યું અને અન્ય કાર્યક્રમોમાં પણ તે રસપૂર્વક ભાગ લે છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તે ખૂબ જ ધગશ અને ધૈર્યથી કામ કરે છે. હાલમાં સેજલ અમેરિકામાં છે. ‘ગ્લોબલ એન્ટરપ્રાઈઝમાં પણ તેણે પોતાની સેવાઓ આપી છે. હાલમાં બહેન સેજલ ટાટા ટેલિસર્વિસીઝમાં કાર્યરત છે. આમ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સેજલ એની સફળતાનાં સોપાનો સર કરી રહી છે. ગુજરાતની આકાશપરી સુનીતા વિલીયમ [અવકાશમાં ૧૯૦ દિવસ રહેવાનો વિશ્વ વિક્રમ તોડનાર આપણી આ ગૌરવવંતી ગુજરાતી દીકરીએ વિશ્વમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, એનો આનંદ તો આપણને સૌને હોય, ચાલો આપણે આપણી આ ગૌરવવંતી | ગુજરાતી દીકરી સુનીતા વિશે જાણકારી મેળવીએ આપણે જાણીએ છીએ કે કલ્પના ચાવલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમની પસંદગી વખતે આખા દેશમાં આનંદોત્સવ મનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમનું અવકાશયાત્રામાં અકાળે અવસાન થતાં આખા દેશમાં ગમગીની છવાઈ હતી. પરંતુ જ્યારે કલ્પના ચાવલાની જગ્યાએ સુનીતા પંડ્યાની પસંદગી થઈ ત્યારે બધાએ કંઈક સંતોષ સાથે આનંદની લાગણી અનુભવી. આપણાં આ ૩૭ વર્ષીય સુનીતા પંડ્યા (ઉર્ફે સુનીતા વિલીયમ્સ)ની પસંદગી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એક્સપેન્સીયર ૧૦માં બેક અપ તરીકે કરી, ત્યારે આપણે સુનીતા વિલીયમ સૌએ આનંદ સાથે આ દીકરીનું અભિનંદન સંદેશા પાઠવીને કર્યું હતું. પછી તો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક [આઈ.એસ.એસ.]ની ચૌદમી સંચાલક ટુકડીના સભ્યોમાં એમની પસંદગી કરાઈ. પછી તો આ માટેની સઘન તાલીમ એમણે રશિયામાં લીધી અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફ્લાઈટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી. અહીંયા એમને અહીં રશિયન અવકાશવીર મિખેઈલ ન્યુરીન અને અનુભવી આકાશવીર માઈકલ લોપેજ એલીગ્રીઆના કમાન્ડર હેઠળ સ્પેસ સ્ટેશન પર કામ કરવાની તક મળી. આપણે જાણીએ છીએ કે ૨૦૦૩માં સ્પેસ શટલ કોલમ્બિયાને થયેલા અકસ્માતમાં કલ્પના ચાવલા સહિત શટલના તમામ અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા, ત્યાર પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે જનારી એક સાથે ત્રણ અવકાશયાત્રીઓની આ બીજી ટુકડી હતી. આ ત્રણેય અવકાશયાત્રી છ માસ સુધી અવકાશયાત્રામાં વસવાટ કરનાર હતા, તેના બદલામાં ૧૯૦ દિવસની સફળ અવકાશ યાત્રા કરી આપણી આ ગૌરવવંતી દીકરી, એની ટીમ સાથે પરત આવી છે, ત્યારે વિશ્વ સાથે દેશ અને ગુજરાત ગૌરવ અનુભવે તે સાહજિક છે. આમ તો બહેન સુનીતા માટે આ પ્રથમ અવકાશ ઉડાણ હતું. પરંતુ નૌકાદળના પાઈલોટ (એવિયેટ૨) અને તાલીમી પ્રશિક્ષક તરીકે જુદા-જુદા પ્રકારના ત્રીસ વિમાનીઓમાં ૨૭00નું ઉડ્ડયન કરી ચૂકી હતી. પછી તો ૧૯૯૮ના મધ્યમાં તે નાસામાં જોડયેલી. સુનીતા સાથેની ત્રણ અવકાશયાત્રીની ટુકડીમાં ૧૩માં મિશનના બે અવકાશયાત્રી કમાન્ડર પાવેલ વિનોગ્રેડોલ અને ફ્લાઈટ એન્જિનિયર જેકી વિલીયમ્સનું સ્થાન લીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy