SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમણે આવા જાહેર પ્રોગ્રામોમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમને કેટલીક વિશિષ્ટ સિદ્ધિઓ પણ વરેલી છે. એમની સફળતાની વાત કરીએ તો—[૧] પ્રાગજી ડોસા લિખિત ત્રિઅંકી ગુજરાતી નાટક ‘છોરું કછોરુ'માં પ્રતિભાની મુખ્યભૂમિકા માટે પ્રથમ પારિતોષિક-૧૯૭૮માં મળેલું. [૨] મરાઠી નાટ્યકાર શ્રી રામદેવ લાકુટે નિર્મિત બાળનાટકો [અમદાવાદ દૂરદર્શન] ‘ડાહ્યા બાળકો' અને ‘અંતર જ્યોત'માં કલાકાર અને સહદિગ્દર્શક તરીકેની ભૂમિકા ભજવેલી. [૩] બાળનાટ્ય મહોત્સવ રાસગરબા તાલીમ શિબીરનું આપણાં આશાબહેને ૧૯૮૧૧૯૮૩ માં આયોજન કરેલું. [૪] સ્વ. મૂકેશ પંડિત રનિંગ શિલ્ડ મિમિક્રી સ્પર્ધા ૧૯૯૦ માં તેઓશ્રી પ્રથમ વિજેતા બનેલાં. [૫] અમદાવાદ દૂરદર્શન નિર્મિત ‘સબરંગ’' કાર્યક્રમમાં મિમિક્રી કલાકાર તરીકે પ્રથમ વિજેતા-૧૯૯૧. [૬] દૂરદર્શનના ‘ગ્રામજગત’, ‘કુંપળ’, ‘રોજગાર સમાચાર’ વાચક મુલાકાતકર્તા તથા ઉદ્ઘોષક તરીકે ૧૯૯૧-૧૯૯૫. આ ઉપરાંત વિવિધ રમતગમત, એન. સી. સી., વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં નિષ્ણાંત-નિર્ણાયક તરીકે સેવા આપી છે. અમદાવાદનું અપંગ માનવ મંડળ, લાયન્સ ક્લબ ઓફ સેટેલાઇટ, ખંભાતની સૌરભ સંસ્થા, ભાવનગરની વોકર્સ ક્લબ, વૃદ્ધાશ્રમ, વ. સંસ્થા જોડે સક્રિય રહ્યાં. ગુજરાતનાં મધર ટેરેસા નીરુબહેન રાવળ ઉત્તર ગુજરાતની મહેંક-મહેંક ધરતી. મહારાજા મલ્હાવરાવની સ્વપ્નનગરી કડી અને તેની પડખે આવેલું ગોકુળિયું ગામ નાની કડી. આ ભૂમિ તો જાણે એક કર્મભૂમિ છે, કારણ અહીં એક સરસ કામ થઈ રહ્યું છે. અહીં છે અપંગોનું તીર્થધામ ‘મમતા કેન્દ્ર’. કડી, નાની કડી અને કલ્યાણપુરના રોડને ત્રિભેટે ઊભેલી આ સંસ્થા પ્રેરણા અને મમતાની જાણે પરખ છે. આ ગુલશનમાં એક એક ગુલ સુગંધથી મઘમઘી રહ્યાં છે. કેવાં કેવાં મઝાનાં અપંગ બાળકો એમની સતેજ ઇન્દ્રિય શક્તિઓ, એમની અમૃત ભરેલી વાણી અને આ અપંગ બાબુ. એને હાથ નથી. પગથી ચમચી પકડીને જમે છે અને મોઢામાં પેન રાખીને લખે છે. ધોરણ છઠ્ઠાનો વિદ્યાર્થી, બકરા ચરાવવા ગયેલો. વિજળીનો કરંટ લાગ્યો. મોતના મોંમાંથી બચ્યો. હાથ કપાવવા પડ્યા. આ ‘મમતા’ સંસ્થાએ બાબુના મનમાં પ્રાણ પૂર્યા. હરિ, લક્ષ્મણ, Jain Education International ૫૦૧ રમણિક, રાજેશ, મેહુલ, કરીમ અને દીપકના કેડની નીચેના અંગ નકામાં બની ગયાં છે. ઢસડાઈને ચાલે છે. નરેન્દ્ર, સંજય, ધીરુ, ઈશ્વર, મૂકેશ, મહેશ, જગદીશ, કિશન અને રૂપેશને ચાલવા એક ઘોડીનો સહારો લેવો પડે છે. ચંદુ, કમલેશ અને ગોવિંદ બે ઘોડીના આધાર વિના ચાલી શકતા નથી. ‘મમતા’ના ગુલશનમાં આવાં તો ૧૦૦ ‘ગુલ’ ખીલી રહ્યાં છે. ગુલશનનાં ગુલોને અમી સિંચનારા મમતાના બે માનવીઓ છે. એક છે ડૉ. દેવચંદભાઈ યોગી અને બીજાં છે નીરુબહેન રાવળ. બન્ને આ કેન્દ્રના સર્જક અને સિંચક. મમતા'ના અમીઝરણામાં આપણાં આ નીરુબહેન સાકળચંદ કાળીદાસ પટેલ અપંગ વિદ્યાલયના આચાર્ય છે. માતા મેનાબાના સંસ્કાર અને પિતા છગનભાઈની નિષ્ઠા એમને વારસામાં મળ્યાં છે. નીડરતા અને પ્રામાણિકતાના અમરપાઠ તેમણે પચાવ્યા છે. એમનો સ્વભાવ તો તેજ, કામ લેવામાં એટલાં જ કડક છતાં હૃદય તો એટલું જ કોમળ. કોઈનું પણ દુ:ખ જુએ તો એમનું દિલ હચમચી ઊઠે. એક નાની ઓરડીથી મમતા કેન્દ્રની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ત્રણ બાળકોથી છાત્રાલય શરૂ થયું હતું. પછી તો ધીરે ધીરે સંખ્યા વધવા લાગી. નવરાત્રિ આવી. અપંગ બાળકો શહેરમાં જાય શી રીતે? નીરુબહેને કેન્દ્રમાં જ નવરાત્રિનો ઉત્સવ શરૂ કર્યો અને અપંગ બાળકોને ગરબા ગાતાં શીખવ્યું. રજાના દિવસે નીરુબહેન બાળકોને નવરાવે, ધોવરાવે. એમનાં કપડાં સાંધી આપે, એમનું માથું ઓળી આપે, તેમના નખ કાપે, બાળકોને વાર્તા કહે, સંતાકૂકડી રમાડે, કોઈક વાર કબ્બડી રમાડે, બાળકોને નાસ્તો આપે, બાળકો સ્કૂલે જાય ત્યારે તેમની પથારીએ ફરી વળે, બાળકો સૂઈ જાય ત્યારે તેમને ઓઢાડે, નીરુબહેને પોતાનાં અપંગ બાળકોને પહેલો મંત્ર આપ્યો ‘નમસ્તે’નો. કોઈપણ વ્યક્તિ સામી મળે તો મમતા'નું બાળક નમસ્તે બોલવાનું જ. ધોરણ દશના છોકરાઓને વહેલા વાંચવા ઉઠાડવા. તેમના માટે ચા બનાવીને પાય. તેમની મુશ્કેલીઓનું નિવારણ કરે, પછી જ સૂઈ જાય. અપંગને મદદરૂપ થવા નીરુબહેન હમેશાં તત્પર. મહેશ બીજી સંસ્થામાંથી આવ્યો. તેને રજાઓમાં નોકરી અપાવી. રાંધતાં શીખવ્યું અને રહેવાની સગવડ કરી આપી. નીતિનને આંચકી આવી. નીરુબહેને રસોઈ પડતી મૂકી, નીતિનને ખોળામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy