SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ o મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી હીરાભાઈ પ્રજાપતિ દુનિયામાં સૌથી કોઈ વધુ સમ્માનનીય હોય તો તે શિક્ષક છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે– ‘રાષ્ટ્રપતિ પછી, દેશનો કોઈ સૌથી વધુ પગારદાર હોય તો તે શિક્ષક હોવો જોઈએ.'' આપણે માજી રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ આપણા દેશના એક આદર્શ શિક્ષક હતા, એથી જ એમના જન્મદિવસને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. આવા ગણ્યાગાંઠ્યા શિક્ષકોમાંના એક છે નિષ્ઠાવાનું શિક્ષક શ્રી હીરાલાલ પ્રજાપતિ. શ્રી હીરાભાઈએ શિક્ષણ ક્ષેત્રે તો એસ.એસ.સી. અને સિનિયર પી.ટી.સી.નો અભ્યાસ કર્યો છે અને ફરજના ભાગ તરીકે તેઓશ્રી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને આજે તો ગુજરાતના જાણીતા શિક્ષણ-સામયિક ‘અચલા’ના સહતંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. એમણે સરસ મજાનાં આઠ પુસ્તકોનું પ્રદાન કર્યું છે−[૧] ‘અલૌકિક પત્રો' [૨] ‘અંતરને તરસ અમૃતની’ [૩] ‘આટલો સંદેશો વૃદ્ધોને કહેજો' [૪] ‘શિક્ષણ સૌરભ’ [૫] ‘નવનીત’ [૬] ‘આટલો સંદેશો યુવાનોને કહેજો’ [૭] ‘આટલો સંદેશો બહેનોને કહેજો’ [૮] ‘કહેવતનું કુળ.’ આ ઉપરાંત તેમના માહિતીસભર અને પ્રેરક લેખો ‘સંદેશ', ‘દિવ્ય ભાસ્કર', ધર્મસંદેશ’, ‘જીવનશિક્ષણ', ‘ગતિશીલ શિક્ષણ', ‘વંદે માતરમ્' જેવામાં અવારનવાર પ્રગટ થાય છે. સફળ શિક્ષક-આચાર્ય તરીકે પણ તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૯૪માં તેઓશ્રી દિગ્વિજયનગરની શાળામાં હતા ત્યારે તેઓશ્રી ગુજરાત રાજ્ય સરકારના શ્રેષ્ઠ આચાર્ય’ એવોર્ડથી સમ્માનિત થયા હતા. એ પછીના બીજા જ વર્ષે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના હસ્તે એમનું શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક' તરીકે સમ્માન થયું. ધાર્મિક ક્ષેત્રે પણ એમના પ્રદાનની વાત કરીએ તો તેઓશ્રીએ મહારાજશ્રી જ્ઞાનચંદ્રજીના ધર્મગ્રન્થોનું પણ ન્યાયિક સંપાદન કર્યું છે. Jain Education International ધન્ય ધરા તેઓ કેટલીક સામાજિક સંસ્થાઓમાં પણ સેવાઓ આપે છે અને એ દ્વારા તેઓશ્રી વ્યસનમુક્તિ, ગૌસેવા, સમાજસેવા કરી ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવે છે. આ માનવ રત્નનું શિક્ષણ, સાહિત્ય ઉપરાંત એક વિશેષ પાસું છે-પશુપ્રેમ. આ માટેનો એક સરસ યાદગાર પ્રસંગ છે૧૯૮૧માં શ્રી જ્ઞાનચંદજી મહારાજ ગૌવંશ મુક્તિ આંદોલન માટે અનશન પર ઊતર્યા હતા ત્યારે દિલ્હીના ઉપવાસ કેન્દ્રની મોટી જવાબદારી આપણા હીરાભાઈ પર આવી પડી. એ વખતે પૈસા ખૂટ્યા. પ્રશ્ન એ હતો કે–હવે શું કરવું?' અહિંસા મંદિરના ટ્રસ્ટી લાલા પ્રેમચંદજી સાથે કોઈ ઓળખાણ નહીં. છતાં હીરાભાઈએ હિંમત કરીને વાત કરી, પણ આ ટ્રસ્ટીશ્રીએ સરસ પ્રતિભાવ આપતાં કહ્યું કે-‘અમારા પૈસા ગૌવંશ બચાવવા માટે વપરાય એ તો અમારું અહોભાગ્ય લેખાય.” આ પ્રસંગથી હીરાભાઈના હૃદયમાં પશુપ્રેમની ભાવના વધુ ઉજાગર બની અને આજે પણ તેઓ આ પ્રવૃત્તિમાં ખૂબ જ સક્રિય છે. પ્રવૃત્તિની પાંખે ઊડતાં નારી રત્ન શ્રી આશાબહેન ભટ્ટ “જે કર ઝૂલાવે પારણું, તે જગત પર શાસન કરે' પરંતુ આપણે આપણી સિદ્ધિનાં સોપાનો સર કરી ચૂકેલી બહેનોને યોગ્ય ગૌરવ અને સ્થાન આપીએ છીએ ખરાં? આપણે એમ કહીએ છીએ પણ ખરાં કે “સો શિક્ષક બરાબર એક માતા' પણ શિક્ષણક્ષેત્રે કામ કરતી આપણી યશસ્વી બહેનોને બિરદાવીએ છીએ ખરાં? તો ચાલો, આજે આપણે આવાં જ શિક્ષણવિદ્ બહેનનો પરિચય મેળવીએ. આ બહેનનું નામ તો છે—શ્રીમતી આશાબહેન વિનોદભાઈ ભટ્ટ. એમનો જન્મ ૧૮-૧૦-૧૯૫૬ના રોજ થયો હતો. શિક્ષણક્ષેત્રે બી.એ., એમ.એ. [ગૃહવિજ્ઞાન] અને બી.એડ. ગુજરાતી, સમાજવિદ્યા સાથે કર્યું છે. શિક્ષણક્ષેત્રે તો શિક્ષિકા તરીકે આ બહેન યશસ્વી કારકિર્દી ધરાવે છે. ઉપરાંત તેઓશ્રી નાટક, રાસગરબા, મિમિક્રી, એકપાત્રીય અભિનય વગેરેમાં ખૂબ રસ ધરાવે છે અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy