SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઓલા : આવાં વ્યક્તિત્વો ન ઓળખ્યાના —યશવંત કડીકર સર્વગુણ સંપન્ન હોય તેને પુરુષોત્તમ કહેવાય છે. અનેક દુર્ગુણોથી ખદબદતો હોય તેને નરાધમ કહેવાય છે. કવિ ખબરદારે કહ્યું છે કે “તેજ–અંધારનું અજબ આ પૂતળું, માનવી કોયડો છે જ પોતે,” આ કોયડો પણ સ્પષ્ટ અને સરળ હોતો નથી. ન જવું હોય એવા માર્ગે પરિસ્થિતિ ખેંચી જતી હોય છે. ન કરવાનું કામ વિધાતાના અકળ ઇશારે થઈ જતું હોય છે. લાખ પ્રયત્નો છતાં સદ્માર્ગે જવાતું નથી. વૃત્તિઓ અને પરિસ્થિતિઓ વચ્ચે ફંગોળાતો માનવી ક્ષણવાર પણ સ્થિર, દેઢમૂળ રહી શકતો નથી. એવામાં કોઈ માનવી એકાદ બે સદ્ગુણોને વિકસાવે અને વળગી રહે તો તેને સલામ કરવી રહી. ભારતીય સંસ્કૃતિમાં આવાં અસંખ્ય જીવનમૂલ્યો દર્શાવ્યાં છે. સત્ય, અહિંસા, પરોપકાર, ઉદારતા, દાન, તપ, ક્ષમા, સહનશીલતા, જીવદયા, સંયમ, સમાધાન, સંવાદ, સંતોષ, શાંતિ— વગેરે વગેરે અનેક સદ્ગુણોથી જીવન ઉત્તમ બને છે. આપણે સર્વગુણસંપન્ન તો ન બની શકીએ, પણ આમાંના એકાદ બે ગુણોને જીવનમાં ઉતારીએ તો પણ ધન્ય ધન્ય થઈ જવાય અને ઇતિહાસ કહે છે કે આવા ગુણોપેત એવા અદનાજન માનવીઓ થકી જ આ પૃથ્વી ટકી રહી છે, આ સમાજ ચાલી રહ્યો છે, આ માનવજાત ઊજળી છે. ભગવાં નહીં પહેરીને ય સંત જેવું જીવન જીવનારા કેટલાયે માનવીઓ હશે. ફોટો નહીં છપાવીને કે આરસની તખ્તીઓ નહીં ચોડાવીને પરોપકારની પરબ માંડનારા અને ધરતીની સોડમ ઝીલનારા એવા કેટલાયે હશે. નેતૃત્વના ઝંડા ઉઠાવીને આગળ આગળ નહીં ચાલીને, પણ માતૃભૂમિ કાજે શહીદ થઈ જનારા કેટલાયે નરબંકા હશે. એઓ પોતાનું જીવન તો ધન્ય કરી ગયા હોય, પણ એમના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન યોગ્ય દિશામાં વાળે નહીં તે પેઢી કૃતઘ્ન કહેવાય. સદ્ન ઓળખવું, એની પૂજા કરવી, એમાંથી પ્રેરણા લેવી એ દરેક પ્રજાનો ધર્મ છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી યશવંતભાઈ કડીકર વિષે પ્રા. રતિલાલ નાયક એક નોંધમાં લખે છે કે— ૪૯૯ “શ્રી યશવંત કડીકર એટલે ગુજરાતી સાહિત્યનું એક ગૌરવવંતું નામ. ગુજરાતી સાહિત્યમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સતત ખેડાણ કરી રહેલા યશવંત કડીકરનું વતન તો મહેસાણા જિલ્લાનું ‘કડી' ગામ. એટલે જ એમણે પોતાનું નામ કડીકર રાખ્યું છે. આમ તો તેઓ વૈષ્ણવ વાણિયા છે અને એમની અટક ‘શાહ' છે, પણ વતનની મમતાએ તેમને ‘કડીકર' બનાવ્યા છે.” ભારતભરની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર તરીકે તેઓ પંજાબ અને કેરાલા સરકાર દ્વારા સમ્માનિત થયા છે. એમનાં ૩૫૦ ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે, જેમાં ૧૭૫ બાળ-સાહિત્યનાં તથા બાવન નવલકથાઓનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર પ્રો. પ્રિયકાન્ત પરીખ શ્રી યશવંત કડીકર વિશે કહે છે, “શ્રી યશવંતભાઈ બાળસાહિત્યકાર પહેલાં પણ બાળસાહિત્યના ખેડાણ ઉપરાંત એમણે વાર્તા-નાટક, હાસ્ય સાહિત્ય, નવલકથા-કટારલેખન-નિરંતર શિક્ષણ, અગોચર વિશ્વ જેવા બહુવિધ વિષયો પર પણ સફળતાપૂર્વક કામ પાર પાડી, લગભગ ૩૫૦ પુસ્તકો, જેમાં બાળ સાહિત્યનાં ૧૭૫ પુસ્તકો ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યાં છે. આ ઉપરાંત ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ ‘ગુજરાત સાહિત્ય અકાદમી' જેવી સંસ્થાઓની મધ્યસ્થ સમિતિના સભ્યપદે પણ છે. યશવંત કડીકર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય છે. ‘કાવ્યગોષ્ઠિ’ (સાહિત્યિક સંસ્થા)માં પણ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. એમને ‘રાષ્ટ્રીય’, રાજ્યના અને અન્ય રાજ્યનાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં છે. ‘દૂરદર્શન’ અને ‘આકાશવાણી’ પરથી અવાર-નવાર એમના કાર્યક્રમો પ્રસારિત થાય છે.” આવા યશસ્વી સાહિત્યકારને આપણે આવકારીએ અને સાહિત્ય ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે. એવી શુભેચ્છા સાથે વિરમીએ. -—સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy