SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ધન્ય ધરા સત્તાવીસ હજાર પ્રતિમાઓથી વધુ પ્રતિમાઓ તે પણ યાંત્રિકવાદનાં સાધનો વગર એક પહાડ ઉપર જઈ સ્થાપના કરવી તે બધુંય નાનું-સૂનું કાર્ય નથી, પણ તે તે મંદિરો પાછળ તેના પોતાના ઇતિહાસ છે. તેમાંથી એક ટૂંક, જેનું નામ છે, ઊજમફઈની ટૂંક તેની ઘટમાળ નિખ્ખાંકિત છે. પિતાના અવસાન પછી આવી પડેલ જિન્મેદારીને નભાવતાં મોટાભાઈએ પિતાના જ સ્થાને નાની બહેન ઊજમને લગ્ન કરાવી આપી કરિયાવરમાં નવ ગાડાં સોના-ચાંદી-ઝવેરાત ભરાવી આપ્યું, પણ તેણી તેથી રાજી ન થઈ તેથી ભાઈએ ઉદાસી દૂર કરવા વધુ ગાડાં ભરી આપવા પ્રસ્તાવ રજૂ કર્યો. પણ ઊજમ તે ઊજમ હતી, તેણીએ નારાજીનું કારણ જણાવતાં કહી દીધું કે ગાડાંથી તો તે તેણીનાં ઘર ભરાશે, મન નહીં, કારણ કે કરિયાવરની વસ્તુઓ સંસાર વધારનારી છે, તારનારી નહીં, એટલે જ નવ ગાડાં પાછાં લઈ તેના બદલે શત્રુંજય ઉપર વિશાળ જગ્યા લઈ વિરાટ જિનાલય બંધાવાય તો તે જ લગ્ન પ્રસંગની ભેટ ગણીશ. ભાઈ તો વધુ રાજી થઈ ગયો. ગાડાં પાછાં લેવાના બદલે દસમું ખાલી ગાડું ભરી આપ્યું. એકમાત્ર નાની ચિઠ્ઠીથી જેમાં લખ્યું હતું ઊજમબહેનનું જિનાલય અને ખરેખર ચિટ્ટીનું લખાણ સાર્થક કરવા લગ્ન પછી તરતમાં જ સુંદર જિનાલય બંધાવી બહેનની ભાવના પૂર્ણ કરી આપી. નવટૂંકોમાં ઊજમફઈની ટૂંકના દર્શન કરતાં તે પ્રસંગ યાદ કરતાં ખરેખર નજીકના ભૂતકાળની વાત જીવંત બની જશે. ધન્ય છે ભાઈ-બહેનની ભવ્ય ભાવનાને. (૬૬) નિર્મળાદેવીની નિર્મળતા જૂનાગઢ વિસ્તારના મજેવડી ગામમાં લક્ષ્મીગૌરી નામની શેઠાણીને ત્યાં નિર્મળા નામે પુત્રવધૂ રહેતી હતી. નામ પ્રમાણે ગુણ ધરાવતી નિર્મળાનું અંતઃકરણ નિર્મળ હતું. તેણીનો પતિ વ્યાપારાર્થે પરદેશ ગયેલ જે ઘણા દિવસો પછી પાછો માદરેવતન પાછો આવેલ અને બાજુના ગામ સુધી પહોંચી જવાના સમાચાર મળ્યા, તેથી નિર્મળા પતિને મળવા સાસરિયાનાં ઘરેણાં પહેરી તેણીની સાસુને પ્રણામ કરવા ગઈ, ત્યાં જ સાસુએ સમાચાર આપી દીધા કે “જૂનાગઢ આખાયને લૂંટી રહેલો કાદુ મકરાણી બધાયની જેમ તારો પણ બાપ બની તને લૂંટી લેશે માટે દરદાગીના પહેરી ક્યાંય ન જવું.” તે વાતથી લગીર ક્ષોભ પામ્યા વગર નિર્મળાએ તો પિયરનાં ઘરેણાં પણ દેહ ઉપર ચઢાવ્યાં અને સાસુજીનો પ્રતિકાર કર્યા વગર ફરી સાસુને મળી આશ્વાસન આપ્યું કે પોતે હેમખેમ પાછી વળશે, ચિંતા ન કરવી. સાસુને પ્રણામ કરી નિર્મળા તો એકલી જ ઘેરથી રવાના થઈ પતિને મળવા પણ અધવચ્ચે જ એક લૂંટારુ ત્રાટક્યોને બધાય દાગીના ઉતારી આપવા ધમકીઓ આપી. નિર્મળાએ પણ સ્પષ્ટ જણાવી દીધું કે આ દાગીના આપીશ તો કાદુ મકરાણીને નહીં કે ગમે તેને, સાગરીત તો ચોંકી જ ગયો. તેટલામાં ચર્ચાની વાતો ઝાડીમાં છુપાયેલા કાદુએ સાંભળી અને તે પોતે જ આશ્ચર્ય પામી ઊભો રહી ગયો ને બધુંય ઝવેરાત માંગ્યું. નિર્મળાએ જાજમ મંગાવી જેથી દાગીના અર્પણ કરી શકાય. વિસ્મિત થયેલ કાદુના પ્રશ્નના જવાબમાં નિર્મળાએ સ્પષ્ટતા કરી દીધી કે “મારી સાસુએ કહ્યું છે કે કાદુ મકરાણી બાપ બની તારા દાગીના ઉતરાવી લેશે અને મારે તો જોવું છે કે બાપ દીકરીને કંઈક આપે કે લૂંટે છે?” ખુમારી સાથે નિર્મળા જવાબ મેળવવા ઊભી રહી. ભડવીર કાદુ ઝૂકી ગયો. ઘરેણા તો ન જ લીધા, બલ્ક પોતાની વીંટી ભેટમાં નિર્મળાને આપી કહ્યું કે “અમે આવતી કાલે મજેવડીને લૂંટવાના ત્યારે દીકરીનું ઘર ન લૂંટાય તેથી ઘરની બહાર દીવો મૂકી દેવો.” નિર્મળા તો પાછી ગામે જઈ પતિ સાથે પાછી વળી પણ મજેવડીમાં બધાયને ઘર બહાર દીવા મૂકી દેવા ભલામણ કરી તેથી કાદૂના સાગરીતો ત્રાટક્યા પણ બધેય દીવા દેખી કોઈ ઘર લૂંટી ન શક્યા. છુપાવેશે નિર્મળાને પૂછવા આવેલ કાદુને નિર્મળાએ કહી દીધું કે “જેમ દીકરીનું ઘર ન લૂંટાય, તેમ દીકરીનું નામ પણ ન લૂંટાય.” (૬૭) જેસલતોરલની જીવનકથની કચ્છના પ્રદેશમાં થઈ ગયેલો પ્રસંગ. સાસકીયા કાઠીની પત્ની તોરલ સતી નારી હતી. આરતી ઉતારી ગામમાં પ્રસાદ વહેંચે અને તેણીની છાપ બધેય શુદ્ધ સદાચારિણી તરીકેની પ્રખ્યાત હતી. જેસલ જાડેજા નામનો ખૂંખાર બહારવટિયો તોરલ, તાતી ઘોડી તથા તલવારને પોતાની બનાવવા કાઠીને ત્યાં પહોંચી ગયો અને ધમકી આપી ત્રણ વસ્તુઓની જેમ માંગણી કરી નાખી, અન્યથા ધીંગાણું મચાવવા ધાક દેખાડી. કાઠી સાસકીયાએ લાચાર બની તલવાર અને ઘોડીની સાથે પત્નીને જેસલની કામવાસના શાંત કરવા રજા આપી. ઘોડી ઉપર જેસલ બેઠો પણ તોરલે તેનો સ્પર્શ પણ ન થાય તેથી પગે ચાલવાનું રાખ્યું. Jain Education Intemational dain Education Intermational For Private & Personal use only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy