SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૫ અને સત્યના પંથ ઉપર હિન્દુસ્તાનની આઝાદી વિશે આસ્થા ન હતી. તેથી પત્થરનો જવાબ ઈટથી આપવા અને જેવી રાજનીતિ તેવી લડત આપવા શીખોએ મળી વીરનેતા તરીકે તેગબહાદુરસિંહને મોખરે રાખી મોરચો માંડેલ. બ્રિટિશરો સામે રીતસરનું યુદ્ધ જ માંડી દીધું હતું પણ અંગ્રેજોની સામે શીખ સૈન્યોનું ટકવું ભારે મુશ્કેલ બની ગયેલ, જેથી અનેક નિર્દોષ સૈનિકો ઓછા થવા લાગતા, તેગબહાદુરસિંહ ચિંતિત અવસ્થામાં કાર્યક્રમ કેમ આગળ ધપાવવો તે ચિંતામાં પડ્યા હતા. એકદા પોતાની પેઢીની બેઠક ઉપર સાવ ઉદાસીન જેવા કંઈક વિચારી રહ્યા હતા, ત્યાં નાનો ફક્ત બાર વરસનો બાળક પોતાનો જ દીકરો આવી ગલ્લાતલ્લા કરવા લાગ્યો અને પિતાજીના મનનું મનોરંજન કરવા પૂછવા લાગ્યો કે “તેઓ શા (૬૩) પ્રથમ આચાર પછી પ્રચાર એક વ્યક્તિના જીવન–સદાચારની છાયા બીજી વ્યક્તિ ઉપર કેવી જોરદાર પડી શકે છે તેની આ કહાણી છે. માણસ જે સમાજમાં રહે છે ત્યાંની મર્યાદા, ત્યાંના રીતરિવાજો અને ત્યાનું વાતાવરણ તેને પ્રભાવિત કરતું હોય છે. તેજ કારણ છે કે મંદિરોમાં રહેલ મૂર્તિ કરતાંય ક્યારેક તે મૂર્તિનાં દર્શન માટે આવેલ ભાવિકોની સુંદર મનોભાવના નવા દર્શનાર્થીના ભાવોને સુધારનારી બની જાય છે.. દીનબંધુ એન્ડ્રુઝ નામનો સદાચારી માણસ જે પોતાની શક્તિ અને ભાવના સાથે બીજાના નિકટના અપરિચિતોનાં આર્થિક, માનસિક, કૌટુંબિક દુઃખોને દૂર કરી આપતો, ઉપરાંત તેથીય વધીને અન્યમાં પણ સારા આચરણનો દીપક પ્રગટાવવા તે તે વ્યક્તિઓને પાપ-વ્યસન મુક્ત કરવા જબ્બર પુરુષાર્થ પણ કરતો. એક સાધુ-સંતને છાજે તેવો ઉપદેશક બની દોષમુક્તિના લાભો બતાવી મીઠી ભાષા દ્વારા સામેવાળાને એવી રીતે બોધ આપતો હતો કે તેથી મદિરા, ચોરી, પરસ્ત્રીગમન, હત્યા, માંસાહારથી લઈ નિંદા-કૂથલી અને ઉન્માર્ગગમનના પંથેથી કેટલાંય યુવાનયુવતીઓ તેણે પાછા વાળ્યાં હતાં. પણ એક દારૂડિયો કેમેય કરી દારૂ છોડવા તૈયાર થતો ન હતો. દીનબંધુ તેને મદિરાપાનની આસક્તિથી બચાવવા ખૂબ મહેનત કરવા લાગ્યા. છતાંય. પેલો નશાબાજ બધુંય માનવા તૈયાર સિવાય દારૂત્યાગ. છેલ્લે તો ક્રોધમાં આવી તેણે એન્ડ્રુઝને સુણાવી દીધું કે તે ભગવાનના નામે પણ મદિરાપાનનો ત્યાગ તો નહીં કરી શકે, કારણ કે એક તો દારૂ વગર તે જીવી ન શકે અને બીજું તેને ભગવાનના અસ્તિત્વમાં જ વિશ્વાસ નથી. | દીનબંધુએ છેલ્લી રજૂઆત કરી દીધી કે “ભાઈ! ભગવાનમાં તને ભલે વિશ્વાસ ન હોય, પણ ભગવાનને તો તારામાં પૂરો વિશ્વાસ છે, માટે જ મારા જેવા સામાન્યને તારી સેવામાં મોકલ્યો છે.” બસ તેટલું જ સુણતાં તે સ્તબ્ધ થઈ ગયો. સામાજિક ભયથી નહીં પણ દીનબંધુથી બોધ પામી મદિરાત્યાગી બની ગયો. (૬૪) તેગબહાદુરસિંહની વ્યથા અંગ્રેજવાદના કાળમાં શીખસંપ્રદાય પણ પરદેશીઓની ગુલામીમાંથી મુક્ત થવા કટીબદ્ધ થયો હતો. પંજાબના પ્રદેશથી લઈ છેક જમ્મુ-કાશ્મીર સુધીના દેશ-પ્રદેશોમાં એકતાની ચેતના જાગી હતી પણ બધાંય લોકોને મહાત્મા ગાંધીના અહિંસાચાર પુત્રને દેખી વહાલ ઊભરાયું અને નેતાજીએ પુત્રના ગાલ ઉપર હાથ ફેરવતાં સત્ય પરિસ્થિતિની જાણ કરતાં કહી દીધું કે “બેટા! આપણા સૈન્યમાં જાગૃતિ લાવવા કોઈ મોટા માણસનું બલિદાન જરૂરી બન્યું છે, નહીં તો નિકટમાં આપણે હારી જવાના તે નિશ્ચિત છે.” નિર્દોષ ભાષામાં પુત્રે રજૂઆત કરી કહી દીધું, “પિતાજી! મોટા માણસ તો તમે પોતે જ છો. શા માટે બીજા કોઈ મોટા માણસના બલિદાનની વાત કરો છો?” બસ નાના બાળકના મુખમાંથી મોટી વાત સરી પડતાં તેગબહાદુરસિંહ જાગી ગયા. પોતાના જ પુત્ર પોતાનો પિતા બની બોધ આપનાર બની ગયો હોય તેવી પ્રતીતિ થઈ. પછી સૈનિકોમાં પણ પૌરસ પ્રગટી ગયું. (૬૫) ઊજમબહેનનું કરિયાવર થોડાં જ વરસો પૂર્વે એવો કાળ વીતી ગયો જ્યારે ભોગસુખની ભૌતિક સામગ્રીઓ ઉત્પન્ન થઈ ન હતી. તેથી સંપત્તિવાનો પણ લક્ષ્મીનો સદુપયોગ જિનાલયો, જિનબિંબો કે જિનાગમો કે ધાર્મિક અનુષ્ઠાનો પાછળ કરી જીવનમાં સંસ્કારોનું સિંચન કરતા હતા પણ જેમ જેમ ભોગવાદ વધતો ગયો તેમ તેમ આજે લોકોની લક્ષ્મી પણ સ્વાર્થના સુખમાં વપરાય છે, પરાર્થનાં કામો ઓછાં થાય છે. શત્રુંજયની નવ ટૂંકો અને બધાંય જિનાલયો મળી Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy