________________
૪૯૪
જેમાં મહારાણા રત્નસિંહ મૃત્યુ પામી ગયા, તેથી બધીય રજપૂતાણીઓ હતાશ–નિરાશ થઈ ગઈ પણ મહારાણી પદ્મિનીએ પોતાની શીલરક્ષા કરવા જૌહર કરી આત્મવિલોપન કરવા અગ્નિકુંડો પ્રગટાવી દીધા, જેમાં કહેવાય છે કે એક સાથે પંદર હજાર જેટલી રજપૂતાણીઓએ “જય એકલિંગ ભગવાનની’ બોલીને પોતાના પ્રાણ પાથરી દીધા.
બીજી તરફ બાદશાહ પદ્મિનીને જીવતી મેળવવા ગમે તેમ કરી ચિત્તોડમાં પેઠો તેની લગભગ ચાર કલાક પહેલાં જ પદ્મિનીએ જૌહર કરી નાખેલ, જેથી તેણીની કોમળ કાયાની રાખ તથા હાડકાંનો ઢગલો જ બાદશાહના હાથમાં આવ્યો. ખુદાને યાદ કરતો બાદશાહ નિરાશામાં તૂટી પડ્યો પણ પછીના ક્રોધાવેશમાં ચિત્તોડની પ્રજામાં કત્લેઆમ કરાવી દિલ્હી પાછો વળ્યો.
(૬૧) હૈદરઅલીની ન્યાયનિષ્ઠા
થોડા જ નિકટના ભૂતકાળમાં ઔરંગઝેબ જેવા હિન્દુધર્મના કટ્ટરવિરોધી તથા અત્યાચારી મુસ્લિમ બાદશાહ થઈ ગયા તેમ હૈદરઅલી જેવા રહેમદિલ સુલતાનો પણ થઈ ગયા છે.
શાહજાદા ટીપુએ જાહેરમાં એક બ્રાહ્મણને કરેલ અન્યાયનો ન્યાય આપવા જ્યારે હૈદરઅલી પિતાએ જ દસ કોરડા ચાબૂકનો માર પુત્રને ખવડાવ્યો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે ભાવિના ટીપુ સુલતાનના પિતા બાદશાહ ન્યાયપ્રિય છે, અત્યાચારી નહીં, પણ મુસ્લિમ કે હિન્દુ કોઈ પણ ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરનાર ગુનેગાર પ્રતિ તે કઠોર પણ હતો. એક સામાન્ય કક્ષાના સિપાહીમાંથી છેક મૈસૂર સ્ટેટના સુલતાનની પદવી પામી જનાર હૈદરઅલી પાસે પોતાના જીવનદુઃખના અનુભવોથી ઉત્પન્ન સમજદારી હતી, તેથી તે હિન્દુ-મુસ્લિમ બેઉ પ્રજાને સરખો ન્યાય આપી શક્યો.
એક વાર પોતાના જ શાહજાદા પુત્ર ટીપુએ પોતાની માલિકીના કૂવામાંથી રેંટ દ્વારા પાણી ખેતરમાં સીંચી રહેલા બ્રાહ્મણ પૂજારી પાસે જાણી કરીને વાંકો વ્યવહાર કરી પીવા પાણી માંગ્યું. મિત્રો વગેરે સાથે તે ઘોડે બેસી આવેલ, તે સમયે બ્રાહ્મણ પૂજારીએ ભગવાનની પૂજા માટેનો કૂવો હોવાથી મુસ્લિમ ટીપુને પાણી ન આપ્યું ને હાથ જોડી તેવો આગ્રહ ન કરવા વિનંતી કરી. તેથી હિન્દુઓના કાયદાઓને જાણવા છતાંય ટીપુએ બ્રાહ્મણની
Jain Education International
ધન્ય ધરા
જનોઈ ખેંચી તોડી નાખી, ચોટલી કાપી નાખી, નાક–મુખ ઉપર મુટ્ટીઓ મરાવી. તેથી તે પૂજારી બ્રાહ્મણે હૈદરઅલી પાસે પોતાની આપવીતી જાહેર કરતાં પરવરદિગાર શબ્દ વાપર્યો.
હિન્દુ પૂજારીને હેરાન-પરેશાન કરવાના દંડ રૂપે જ તે બ્રાહ્મણની સામે જ દસ કોરડા ફટકારી ટીપુને સજા કરી જે દેખી મુસ્લિમ નેતાઓ પણ હૈદરઅલીની ન્યાયપ્રિયતા ઉપર ઓવારી
ગયા.
(૬૨) કવિ ગંગની હિન્દુત્વ ખુમારી
જ્યાં સુધી આચાર્ય ભગવંત હીરસૂરીશ્વરજી મ.સા. તથા તેમના જ ઉપાધ્યાય મહાત્મા જૈન મુનિવરોના પરિચયમાં બાદશાહ અકબર નહોતો આવ્યો ત્યાં સુધી તેનામાં અનેક પ્રકારની ક્રૂરતા જોવા મળતી હતી. પણ તેજ અકબર જૈન સાધુસંતોના પરિચય પછી અહિંસાપ્રેમી બની ગયો.
તે પૂર્વેની વાત છે. વિશિષ્ટ કાવ્યશક્તિ ધરાવતા ગંગ કવિ જેઓ કટ્ટર હિન્દુ કવિ હતા અને બાદશાહની પણ ક્યારેય ખુશામત કરવામાં માનતા ન હતા તેઓ અકબરનાં નવરત્નોમાંના એક હતા પણ ઈર્ષ્યાળુ મૌલવીઓ અને અન્ય પ્રતિસ્પર્ધીઓએ મળી ગેંગ વિના વધી રહેલાં માનપાનને અટકાવવા અકબરના કાનમાં તેલ રેડ્યું. કહ્યું કે “જે કવિ ગંગ તમારા રોટલા ખાય છે તે તમારો વફાદાર નથી, પરીક્ષા કરવી હોય તો કરવી કારણ કે આજ સુધીના કોઈ પણ કાવ્યમાં તેમણે તમારી પ્રશંસાના શબ્દો પણ વાપર્યા નથી.”
અકબર સ્તબ્ધ થઈ ગયો અને ખરેખર પરીક્ષા લેવા તેમણે બીજા જ દિવસની સભામાં પોતે કવિતાનું એક પદ રચી તેની પૂર્તિ શીઘ્ર કવિ ગંગ પાસે કરાવવાનું સૂચન કર્યું. અકબરે રચેલ પંક્તિ હતી, “આશ કરો અકબર કી',
ગંગ કવિ સમજી ગયા પણ નીડરતાથી તેમણે તે પંક્તિની પૂર્વે જ તરત પંક્તિ રચી સંભળાવી, ધ્વજસકો હિર પે વિશ્વાસ નહીં સો હી આશ કરો અકબર કી'.
ગંગ કિવ ઉપરના અકબરના ક્રોધથી દુશ્મનો ખુશ ખુશ થઈ ગયા, પણ ગંગ કવિને હિન્દુધર્મની ખુમારી હતી. અકબરે દારૂ પાઈ હાથી ગંગ કવિ ઉપર છોડી મૂક્યો જેના પગ નીચે ગંગ કવિએ કચડાઈ જઈ પ્રાણ છોડી દીધા, પણ ખોટી ખુશામત ન જ કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org