SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ બાઈ તો ન્યાલ થઈને પાછી વળી, પણ પતિ-પત્ની બેઉને ભલાઈનું કાર્ય કરવાનો અનેરો આનંદ હતો. ધનિયા નામનો મજૂર શેઠાણીના ઘેર ચોરી કરવા આવ્યો, ત્યારે શેઠાણી જરાય ગભરાયા વગર રાત્રિના સમયે સામાયિક જ કરતાં રહ્યાં. સવારે જ્યારે બધાય મજૂરોને મજૂરી અપાણી ત્યારે ચોરી કરવા આવેલ પણ ન ફાવેલ ધનીઆ ચોરને બે ગણી મજૂરી આપી ભોંઠો પાડી દીધો. શેઠાણીનું કહેવું હતું કે “તેં રાત જાગી ખોટો ઉજાગરો કર્યો છે, તેથી બમણુ મહેનતાણું આપ્યું છે.” ચોર રડી પડ્યો. આવાં હતાં પરગજુ શેઠ-શેઠાણી, તેથી આજેય તેમને યાદ કરાય છે. (૫૬) સ્વરસમ્રાટ સોલાક ગીત-સંગીતની જે કલા માનવીને મળી છે, તે પશુઓ પાસે ક્યાંથી? અને તેમાંય સ્વરસાધક જ્યારે પૂર બહારમાં ખીલે ત્યારે શબ્દો જ જડ-ચેતન તમામ પદાર્થોને પણ ભાવિત– પ્રભાવિત કરી દે છે. દીવા પ્રગટી જવા, વગર મેઘે વરસાદ વરસી જવો કે ઠૂંઠા ઝાડમાં પાન-ફળ-ફૂલ ઊગી નીકળવાં તે પણ સાંગીતીય કલા છે. હરણ-નાગથી લઈ અનેક વનચર પશુ-પંખીઓ પણ ગાયન-કળાથી આકર્ષાય છે તે સત્ય-તથ્યને સુપેરે સાધનાર એક કલાકાર કલિકાલસર્વજ્ઞ હેમંચદ્રાચાર્યજીના સમયકાળમાં થઈ ગયો જેનું નામ હતું સોલાક. આબુના પર્વત ઉપર રહેલ વિરહક નામના વૃક્ષના ઠૂંઠા સામે વાંસળીના એવા સૂરો રેલી દીધા કે તેમાંથી ફળ-ફૂલ બધાંય પ્રગટ થવાં લાગ્યાં અને સ્વયં આ.ભ. હેમચંદ્રાચાર્યજી પણ તેમને જોતાં રહી ગયા. ઇનામ વિજેતા સોલાકની કલા પ્રગટ થવામાં નિમિત્ત બનેલ હતો એક વિદેશી સંગીતકાર. ઘટના એમ બનેલ કે તે વિદેશી કલાકારે વાંસળીના સૂરો રેલાવી જગલનાં હરણિયાંઓને આકર્ષિત કરી દીધેલ. ટોળાંનાં ટોળાં હરણો દેખી ખુશીમાં ને ખુશીમાં કલાકારે પોતાનો અમૂલ્ય હાર એક હરણના ગળામાં પહેરાવી દીધેલ પણ તે હરણિયું વાંસળીનું વાદન બંધ થતાં જ પાછું ચાલ્યું ગયું, જે પછી તે વિદેશીને તેજ હાર ગુમ થઈ જવાથી ખેદ થતાં કુમારપાળ મહારાજની સભામાં જ્યારે શ્રીપાલ કવિ સાથે અન્ય કલાકારો વાજિંત્રો વગાડી વિનોદવિહાર કરાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાની ફરિયાદ નોંધાવી. ગમે તે ભોગે કોઈ કલાકાર સંગીત દ્વારા બધાંય હરણિયાંઓને પાછાં બોલાવે અને હારવાળો હરણ દેખાતાં જ હાર પાછો મેળવી લેવાય તેવી દરખાસ્ત રજૂ કરી ત્યારે સોલાકે જ તેમ કરવા બીડું ઝડપી Jain Education International ધન્ય ધરા લીધેલ અને વિદેશી ગીતકારને આશ્ચર્ય પમાડવા જંગલમાં લઈ જઈ એવા સ્વરો વહાવ્યા કે હારવાળું હરણ આવતાં જ હાર પાછો મેળવી લીધો. (૫૭) હરિશ્ચંદ્ર ભારતેન્દુ બંગાળની ભૂમિમાં અનેક સાહિત્યકાર-કવિઓ-લેખકો થઈ ગયા. ત્યાંના વિખ્યાત એક સાહિત્યકાર હરિશ્ચંદ્ર ભારતેન્દુ. લક્ષ્મી અને સરસ્વતી એક જ ઘરમાં વાસ કરે તેવું આશ્ચર્યકારી મિલન તેમના પરિવારમાં હતું. હરિશ્ચંદ્રજી દાનવ્યસની બની ગયા હતા, તેથી જેટલો પૈસો હતો બધોય ઉદારદિલથી ગરીબોના લાભાર્થે વાપરી નાખવામાં તેમને આનંદ આવતો હતો. કોઈક વિદ્વાનને તેમનામાં ઉદારતાના બદલે ઉડાઉપણું દેખાયું, તેથી એક વાર સંસ્કૃતશ્લોક દ્વારા તેમને ચેતવ્યા કે જો લાભાનુલાભનો વિચાર કર્યા વગર લક્ષ્મી વાપરશો તો એકાદ દિવસ ભિક્ષા માંગવાનો વારો આવશે માટે નુકશાન અને લાભ બેઉ વિચારી યોગ્ય વ્યય કરવો. તે જ વખતે ભારતેન્દુજીએ ખુલાસો કરી દીધો કે લક્ષ્મી પોતાની પાસે છે તે પોતાના પૂર્વજ અમીચંદ નામના વડીલ દાદાની છે અને તેમણે પણ તે સંપત્તિ અંગ્રેજોને સાથ આપી કાવાદાવાઓ કરી બનાવી હતી. અંગ્રેજો સાથે ભળવાથી અંગ્રેજોને ખૂબ પ્રોત્સાહન મળ્યું ને દેશને નુકશાન, માટે તેવી લક્ષ્મી પોતાના ઘરમાં રાખવા કરતાં દાનમાં વાપરી નાખવામાં જ લાભ જણાય છે, માટે દાન દ્વારા પૈસાને પરઘરમાં પહોંચાડી રહ્યા છે, જેમાં બેઉ પક્ષે લાભ. પોતાની પાપલક્ષ્મીના ક્ષયથી પોતાને પણ અપરિગ્રહનો લાભ અને જરૂરતમંદોને ત્યાં જવાથી તેમની દુઆ મળવાનો લાભ. હરિશ્ચંદ્ર ભારતેન્દુએ જીવનના અંતે દરિદ્ર બની જવું પસંદ કર્યું પણ માયા-કપટ કરી પરિગ્રહનાં પાપ વધારવું ન ઇછ્યું. વિદ્વાન વ્યક્તિનું મસ્તક નમન કરી રહ્યું. (૫૮) ભડવીર ભીમસિંહ ઠાકોર અંગ્રેજોના શાસન દરમ્યાન તેઓએ અનેકવાર હિન્દુઓને ધર્માંધતાના નામે છેડ્યા હતા, તેથી અવારનવાર મતભેદમનભેદ ઊભા થયા અને અંગ્રેજો કૂટનીતિ અપનાવી શાસન કરતા હતા. જવાંમર્દોને સંવેદનશીલતાના કારણે કેસરિયા અને સતી નારીઓને જૌહર કરવાના વારા પણ અનેકવાર આવી ગયા છે. તેવો જ તંગદિલીનો પ્રસંગ ઊભો થયો હતો. હિન્દુઓના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy