SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯૧ ક્યારેક ભક્ત મહેતાના મુખમાંથી વાક્યો સરી પડ્યાં, હરિના ભક્તો મોક્ષ ન માંગે, માંગે જનમોજનમ અવતાર જોને.” જાણે વધુ ભક્તિ કરવા માટે જ તેઓ દિવંગત થઈ ગયા! (૫૪) ભાદુ ભાવાણી જેનાં નામ અને કામથી સોરઠની ધરા ધ્રુજતી હતી તેવો બહારવટિયો ભાદુ ભાવાણી ઈ.સં. ૧૯૪૪ની સાલમાં થઈ ગયો. પોલીસના માણસોને પણ ક્યારેક કટકીઓ આપી ફોડી નાખતો, ક્યારેક તો સરકારી પોલીસ પણ જેનાથી ગભરાતી હતી છતાંય તેની ધાડ ફક્ત રૂપિયા–દાગીના માટેની રહેતી. સ્ત્રીઓ પ્રતિ કોમળદિલ હતો તેથી તેના સદાચારની પ્રશંસા પણ થતી હતી. સૌરાષ્ટ્રના ભેંસાણ ગામની નિકટના ભાગમાં જ્યાં તે ત્રાટકવાનો હતો ત્યાંના બધાંય સરનામાં ગુપ્ત રીતે મેળવી શ્રીમંતોને લૂંટી લીધા અને ધન-સામાનને સાંઢણીઓ ઉપર ચઢાવી ખૂબ દૂર જંગલમાં સાગરીતો સાથે દોટ મારી મૂકી. ઘોર અંધારી રાત પડી ગઈ અને ભૂખ્યા સાગરીતો સાથે ભાદુ કોઈક બાવાજીના રાત્રિભોજનના કાર્યક્રમમાં ભળી ગયો. ભોજનના સમયે જ મહેમાન બની આવેલ તેમની ટોળકીને બાવાજી ઓળખી ન શક્યા, તેથી સ્વાગત કર્યું અને ભોલાનાથના મંદિરે વિશ્રામ કરવાની વિનંતી પણ કરી. લૂંટ ચલાવનાર સૌએ શાહુકાર બની બાવાજીની સાથે ભોજન લીધું, ત્યારે તેમની ચાલ-ઢંગથી બાવાજી પામી ગયા કે તેમને ત્યાં અતિથિ બની આવેલ કોઈ સારા માણસો નથી લાગતા, છતાંય બાવાજીએ ઔચિત્ય જાળવી પ્રેમ-વાત્સલ્ય-સત્કાર પીરસ્યાં અને જેવું ભોજનકાર્ય પૂરું થયું, મધરાત્રિએ ભજન ગાવાનાં ચાલુ કરી દીધાં. તેથી ભાદુ ભાવાણીના ભાવો જ બદલાઈ ગયા. બાવાજીનું પવિત્ર ભોજન અને ભગવાનના ભજન પછી તેનામાં પડેલી આસુરી ભાવના નષ્ટ થઈ ગઈ. પાપો ભરેલ ભૂતકાળ યાદ આવી ગયો. આંખો છલકાઈ ગઈ. જીવનપલટો થઈ જતાં આંચકેલો સામાન બાવાજી મારફત જ પાછો માલિકોને અપાવી દીધો અને પોતે બાવાજી પાસે સંન્યાસ સ્વીકારી લીધો. (૫૫) શેઠાણી હરકુંવરબહેન અહમદાવાદના ગૌરવ સમું ગણાતું હઠીસિંહનું દહેરાસર જેની પ્રતિષ્ઠા બારવ્રતધારી શ્રાવક નગરાજજીએ કરી તે વિ.સં. હઠીસિંહનું દહેરાસર હતી ૧૯૦૩. તે પૂર્વે જ શેઠ હઠીસિંહ જેઓ વિ.સં. ૧૯૦૧ (ઈ.સ. ૧૮૫૦)માં જ હઠીસિંહ સ્વયં પોતે બાવન જિનાલયની સ્થાપના કરવા ખાતમુહૂર્ત અને પાયાનું કાર્ય પાર પાડી ઉપલા હોઠની નાની પણ વકરેલી ફોડકી પાકી જવાથી સ્વર્ગવાસ પામી ગયેલ, છતાંય સ્વ. શેઠ હઠીસિંહની ત્રીજી ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ દહેરાસર આખાયનું કાર્ય પોતાના હસ્તકે લઈ, વ્યાપાર વગેરેને પણ વ્યવસ્થિત ચલાવતાં દહેરાસરનું કાર્ય પાર પાડી દીધું અને આજે તો તે સંપૂર્ણ સંકુલ સો વરસથી વધુ પ્રાચીન થઈ જવાથી તીર્થની ઉપમાને પામ્યું છે. શેઠના સ્વર્ગગમન પછી શેઠાણીએ જાત્રાસંધ પાલિતાણાનો કઢાવ્યો. કોલેજ, હોસ્પિટલોમાં સખાવતો કરી, પાલિતાણા તીર્થે હીંગળાજના હડા જવા પગથિયાં વગેરે કરાવી આપ્યાં. શેઠ હઠીસિંહની ખ્યાતિ પારસમણિ તરીકેની હતી. તેથી આકર્ષાઈ એક બાઈ તેમના આવાસસ્થાને આવી તેમની પાસે દુઃખની સાચી રજૂઆત કરી. હઠીસિંહજીના પત્નીએ બાઈની બધીય વાત સાંભળી શેઠને સારી વાત જાણ કરી. જવાબમાં શેઠે પોતાની પડતીના દિવસમાં પણ પોતાની પત્નીને પૂછી, રહેલ બધુંય દાગીનું પેલી ગરીબ બાઈને ભેટમાં આપી દીધું ને પોતાની છાપ પારસમણિની ઊભી જ રાખી. Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy