SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ધન્ય ધરા (૫૩) નરસિંહ મહેતા જ)) ની " ' કારણ કે & National Sાનનનન નનનન : એ વાત (૫૨) ભાવનગરના દીવાનસાહેબ ગુજરાતના ભાવનગરમાં અનેક ભાવિકોએ સારા સજ્જન પુરુષોને જોયા–પામ્યા છે. તેમાં ક્ષેત્રનું બળ કાર્ય કરતું હશે. થોડા જ વરસો પૂર્વે ભાવનગરમાં દીવાન સાહેબ થઈ ગયા સર પ્રભાશંકર પટ્ટણી, જેમની ઉદાત્ત ભાવનાથી ભાવનગરની પરિસ્થિતિ સારી સુધરી ગઈ. આખાય સ્ટેટમાં આબાદી વિસ્તરવા લાગી. કોઈક તેમને બહુમાનપૂર્વક સર કહે તો કોઈક દિવાનસાહેબ કહે કોઈક પટ્ટણીજી કહી નવાજે, પણ તેમની વૃદ્ધમાતા દુલારથી દીકરાને પરભા-પરભા કરી બોલાવતાં જેનો દિવાનજીને જરાય રંજ ન હતો. માતૃભક્ત પ્રભાશંકરજી ડોશીમાતાની સેવા સ્વયં કરી શાંતિ અને તાજગી અનુભવતા. જાત ઉપર કઠોર પણ લોકવ્યવહાર ખૂબ કોમળ રાખતા હતા. વૃદ્ધ માતાએ આયુ પૂર્ણ કર્યું, તે પછી અનેકો સાથે સારા સંબંધને કારણે મૃતકની સ્મશાનયાત્રામાં સારી સંખ્યામાં લોકો જોડાઈ ગયાં હતાં. આટલી બધી મેદની વચ્ચે પણ જાણે ખાલીપાનો અનુભવ હોય તેમ પ્રભાશંકર ચોધાર આંખે અને મોટા અવાજે રડવા લાગ્યા. માતાને જાણે ખોબો ભરી આંસુઓથી શ્રદ્ધાંજલિ આપી દીધી. કલાક પછી થોડા શાંત પડ્યા ત્યારે મિત્રોએ આશ્વાસન આપવાનું ચાલુ કર્યું કે, “આપના જેવા સમજદારને આમ રડવું કેમ શોભે? માતા વૃદ્ધા હતી અને મરણ તો સૌને અવશ્યભાવી હોય જ છે, પાછા તમારાં માતુશ્રી પૂર્ણ આયુષ્ય ભોગવી પરલોકવાસી બન્યાં છે, તો આટલું આક્રંદ તે શા માટે?” શાંત પડેલ પટ્ટણીજીએ જવાબ શાંત ભાષામાં આપ્યો, “માતાનું મરણ મારા દુઃખનું કારણ પછી છે, પણ હવે સૌના બહુમાન-સન્માન વચ્ચે પણ હેતભરી ભાષામાં “અલ્યા પરભા ઝટ જમી લે, ભૂખ નથી લાગી? કામ તો રોજ રહેવાનું, પણ થોડી ફુરસદ તો રાખવી જ પડશે ને!” આવું પ્રેમથી કહેનાર હવે કોણ રહ્યું? બસ મા સાથે માતાના પ્રેમાળ બોલ પણ ગયા તેનું દુઃખ સતાવે છે. મિત્ર વર્ગ હકીકત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. જેમ મીરાંની કૃષ્ણભક્તિ પ્રખ્યાત છે, તેમ ગુજરાતના જૂનાગઢના ભક્ત નરસિંહ મહેતાની વિઠ્ઠલભક્તિ વિખ્યાત છે. આમેય ભક્તોની ભગવાનભક્તિ જ્યારે પૂર બહારમાં ખીલી ઊઠે છે, ત્યારે ભક્તિનું ચરમ ફળ મુક્તિ છતાંય ભક્તને તે મોક્ષ કરતાંય ભવોભવમાં ભક્તિ જ મળતી રહે તેમાં રસ હોય છે. નરસિંહ મહેતા સંસારી હોવા છતાંય ન જાણે પ્રભુપરાયણ તેઓ સંસારભાવોથી પર હતા. ક્યારેક પત્નીનો કંકાસ તો ક્યારેક દીકરા-દીકરીની ચિંતામાં તેઓ ભક્તિની ભીનાશ છતાંય હળવાશ અનુભવી નહોતા શકતા, તેથી એક દિવસ કંટાળીને તેમણે પોતાની ભક્તિના ફળ રૂપે પ્રભુ પાસે પોતાના જ કુળનું નખ્ખોદ માંગી લીધું અને સાચી ભક્તિના તાત્કાલિક ફળ રૂપે યુવાન પત્ની પરલોકવાસી અચાનક જ બની ગઈ. દીકરી પરણેલી હતી તેણે પણ પતિ ગુમાવ્યો ને મહેતાનો જુવાનજોધ દીકરો પિતાની હાજરીમાં જ માતા પછીના ક્રમે મરણ પામી ગયો. નરસિંહ મહેતા પારિવારિક ભીંસમાં એકલા પડી ગયા, પણ આવી ગયેલ દુઃખમાં વૈરાગ્ય ખૂબ વધ્યો અને ભક્તિ પૂર બહારમાં ખીલી ઊઠી. મુખમાંથી ધર્મપત્નીના અવસાન પછી શબ્દો સરી પડેલ કે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.” તેજ નરસિંહ મહેતાની હૂંડીનો ચમત્કાર પણ ગજાહેર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy