SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ••• સંત નામદેવ આશ્ચર્યવિભોર થઈ ગયા અને તે બાબત સીધી રજા આપવાને બદલે જવાબ આપ્યો, “લગીર અહીં બેસો, જાત્રા માટે મારા ભગવાનની આજ્ઞા લઈને આવું, જેવી તેમની મરજી.'' નામદેવ ભક્તિખંડમાં ગયા, ધ્યાનમાં બેઠા અને તેટલામાં તેમના હૃદયમાં જે સંવેદનાઓ થઈ તેથી આંખોથી દડદડ આંસુ પડવાં લાગ્યાં. ભક્તિભીના જ્યારે બહાર આવ્યા, સંત જ્ઞાનેશ્વર તેમની આંખોમાં આંસુ દેખી સ્તબ્ધ બની ગયા પણ બુદ્ધિમાન જ્ઞાનેશ્વર પામી ગયા કે ભક્તિ કેટલી ઉત્તમ કે ભગવાનની આજ્ઞા પછી જ કાર્યો કરવાનાં, સાથે પ્રભુમિલન પછી દુ:ખાશ્રુ. સંત નામદેવે સાથે જાત્રા કરવા સહમતિ આપી અને સંત જ્ઞાનેશ્વરને લાગ્યું કે હવે તેમનું જ્ઞાન કોરું જ્ઞાન નહીં પણ વ્યાવહારિક જ્ઞાન બનશે, અભિમાન ટળશે અને અશુભ કર્મો ભક્તિથી બળશે. (૪૮) માતા કરતાં કોણ મહાન? બંગાળની યુનિવર્સિટીના વાઇસચાન્સેલર આશુતોષ મુખરજી હતા. તે સમયે લોર્ડ કર્ઝનની સત્તા ચાલતી હતી. અંગ્રેજોની ગુલામી હેઠળ ભારત દેશના અચ્છા નાગરિકો પણ લાચાર બની તેમની અને તેમની આજ્ઞાઓની સેવા ઉઠાવવા બિચારાં હતાં. એક દિવસ વિદેશના કોઈ કામ માટે કર્ઝનને જરૂરત પડી આશુતોષ મુખરજીની. તેમણે મુખરજીને પરદેશ જવા દબાણ કર્યું; તેથી આશુતોષે તે બાબત માતાની સહમતિ મેળવવી ઉચિત માની માતાની રજા માંગી, પણ વિદેશી રંગ-ઢંગ-વિલાસથી અકળાયેલ માતાએ પોતાના પુત્રની સંસ્કાર–રક્ષા કરવા આશુતોષને વિદેશ જવાની ના કહી દીધી, તેથી મુખરજીએ તે જ વાત લોર્ડ કર્ઝનને કહી. પોતાની વાતનું અપમાન થતું જાણી કર્ઝને ફરી દબાણ લાવી મુખરજીને કહી દીધું કે તમારી માને કહો કે પરદેશ જવાની આજ્ઞા લોર્ડ કર્ઝને ફરમાવી છે, માટે વચ્ચે બીજી–ત્રીજી વાતો ન કરી શકાય. પણ વળતી ક્ષણે જ આશુતોષ મુખરજીએ પણ લોર્ડ કર્ઝનને જવાબ આપી દીધો કે મારી માતાની આજ્ઞા મારા માટે જગતમાં સૌથી શ્રેષ્ઠ અને છેલ્લી આજ્ઞા, તેની ઉપરવટ થવા કરતાં હું નોકરી છોડી દેવા તૈયાર છું પણ માતાના મનને દુઃખી કરી હું આપની કે કોઈનીય સેવા નહીં કરી શકું. મુખરજીના Jain Education International ધન્ય ધરા મોટા હોદ્દા કરતાંય ઊંચે હોઠે રહેલી માતાનું મૂલ્ય લોર્ડ કર્ઝનને હવે જણાઈ ગયું. (૪૯) કવિરાજ માઘની ચડતી-પડતી મૃત્યુ સમયે એમના પિતાશ્રીએ પોતાના પુત્ર માઘ કવિના જીવનના અંત સુધી કોઈ તકલીફોનો સામનો કરવો ન પડે તે માટે ભૂમિમાં પૂરા સો વરસની ગણતરી કરી છત્રીસ હજાર સુવર્ણકુંભ દાટેલ હતા, જેમાંથી ઉદાર દાતા માધ કવિ તો રોજના ૪-૫ ઘડા કઢાવી દાન આપવા લાગ્યા. તેમની યશકીર્તિ ખૂબ પ્રશસ્ત થવા લાગી. રાજા ભોજ પણ વિ માઘના મહેલને જોવા સ્વયં આવ્યો અને ભાવ થઈ જતાં પંદર દિવસ સુધી ત્યાં જ સ્થિરતા કરી. એક દિવસ એવો પણ આવી ગયો, જ્યારે છત્રીસ હજાર જર–ઝવેરાતના કુંભો પણ નામશેષ થઈ ગયા. દાનના અવિરત પ્રવાહ પછી બધુંય વપરાઈ જતાં છેલ્લે માધકવિએ હજુ પણ લોકોને દેવા પોતાનો મોંઘેરો મહેલ વેચી નાખ્યો. સ્વયં અને પત્ની હવે સીધુ–સાદું જીવન જીવવા લાગ્યાં. ઘરમાં કશુંય બચ્યું ન હતું ત્યારે યાચકો આવ્યા અને માઘ કવિએ પત્નીના બેઉ હાથનાં કંકણ પણ દાનમાં વેચી નાખ્યાં. તે પછી તો જન્મ વખતે ચાર જ્યોતિષ પંડિતોએ કરેલી આગાહી પ્રમાણે ખાવા-પીવાના પણ વાંધા એક વખતના અબજોપતિ માઘકવિને પડવા લાગ્યા, છતાંય દાનના વ્યસનથી ઉત્પન્ન કરેલ પુણ્યપ્રભાવે તેમનું મનોબળ મજબૂત જ રહ્યું હતું. કવિરાજે આર્થિક સમસ્યાને સુધારવા શિશુપાલવધ નામનું સંસ્કૃતકાવ્ય રચ્યું અને જ્ઞાનપ્રેમી રાજા ભોજને તે સમર્પિત કરી ઇનામ મેળવવા પત્નીની સાથે ધારાનગરી પહોંચી ગયા. જીવનની સંધ્યા હતી, પગના ઢીંચણમાં વાની બિમારી લાગી ગયેલી તેથી પોતે મુસીબતે ચાલતાં નિકટની ધર્મશાળામાં ઊતર્યા અને પત્નીને હસ્તલિખિત કાવ્ય સાથે રાજા ભોજને ત્યાં મોકલી. પંડિતો સાથે મંત્રણા કરી ઇનામરૂપે રાજા ભોજે ચાર લાખ સુવર્ણમહોરોની થેલી કાવ્યરચનાની કદરદાની રૂપે આપી, તે પણ યાચકોએ માગણી કરી તેથી ધર્મશાળા સુધી જતાં દાન અપાઈ જતાં ખાલીખમ થઈ ગઈ. કવિ માધે પણ પત્નીના ઉદાર દાન અને ખાલી હાથ દેખી જરાય ક્રોધ ન કર્યો બલ્કે કહેવાય છે કે ધનવાન અને વિદ્વાન કવિ માઘના પ્રાણ એવા આઘાતમાં પરવારી ગયા કે સાવ જ્યારે દરિદ્ર હાલતમાં પોતે બીજા દરિદ્રને કંઈ પણ દાન ન આપી શક્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy