SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છતાંય, દુર્ઘટના એ હતી કે અંત સમય આવ્યો ત્યારે કોઈ ધનલોલુપીના લોભથી સવાસો રૂપિયાના ઇંજેક્શન રોજના લઈ જીવવા મધમાં વધુ બિમાર પડ્યા. કાચા ગંધાવા લાગી. સગાં રાણી ચિમનાબાઈ પણ તેમના દેહની દુર્ગંધને કારણે સેવાથી વંચિત અસમર્થ રહ્યાં અને અંત સમયે સાવ નિરાધાર બની શરીરના ત્રાસથી મુક્ત થવા પ્રાણ છોડ્યા પણ આજેય તેમના જીવનનાં સુકૃત્યો થકી ગુણવાનો તેમને યાદ કરે છે. (૪૬) નામદેવનો જીવન-પલટો હિન્દુસ્તાનના અનેક સંતો પૈકી સંત નામદેવનું નામ પ્રખ્યાત છે, કારણ કે સંન્યાસ સ્વીકાર કરતાં પૂર્વે તે વિખ્યાત બહારવટિયો હતાં. ગામ-નગર લૂંટવાં ને ખૂન-ખરાબા કરવાં તેને મન રમત વાત હતી. કેટલીય સ્ત્રીઓ વિધવા થયેલ અને બાળકો અનાય, છતાંય નામદેવનો અહંકાર ઓગળતો ન હતો, છતાંય તેની હિતચિના કરતી માતાએ તેને એક પ્રતિજ્ઞા આપી હતી તે પ્રમાણે દરરોજ મંદિરે જતો અને ધાડ પાડ્યા પૂર્વે પણ ભગવાન સામે તન્મય બની થોડી વાર ધ્યાન ધરતો હતો. એક દિવસ તે મંદિરમાં એક વિધવાના બાળકના રુદનના કારણે ધ્યાન તૂટવા લાગ્યું તો તેને શાંત રાખવા તે બાળકની માતાને કહેવા લાગ્યો કે બાળકને બહાર લઈ જા. મીઠાઈ વગેરે ખવડાવી દે જેથી રડતું બંધ થાય. મારું ધ્યાન બગડી રહ્યું છે. છપ્પનભોગ ધરવાના દિવસે મા બાળકને લઈ મંદિરે આવેલ પણ નામદેવના આશયથી તેણીએ જવાબ આપ્યો કે મીઠાઈ ખાવા-ખવડાવવાના દિવસો ગયા છે, કારણ કે બાળકના પિતાની હત્યા નામદેવ નામના લૂંટારાએ કરી ત્યારથી ઘરમાં ગરીબી વ્યાપી ગઈ છે. હવે તો અમારે ભગવાનનું જ શરણું છે. વાત સાંભળતાં જ નામદેવ ચોંકી ગયો. પોતાથી થયેલ બધાંય પાપો ખ્યાલમાં આવી ગયાં. કોઈ દિવસ નહીં પણ આજે ભગવાનની સામે તે પોતે જ રડી પડ્યો. વિધવાને પોતાનો પરિચય આપી તેણીના પતિના હત્યારા રૂપે પોતે પોતાની ઓળખ સાથે તલવાર આપી દીધી કે જેથી વિધવા બાઈ તે જ તલવારથી બદલો વાળી શકે, પણ જ્યારે વિધવાએ તેવું નવું પાપ કરવા ધરાર ના પાડી અને પોતાના બાળકને આપેલ દુઃખ નામદેવના બાળકને ન મળે તેવું ઇચ્છતી હત્યારા નામદેવનું પણ ભલું ઇચ્છતી તેને વિશે ધર્મની વાતો કહેવા લાગી. નામદેવ Jain Education International ૪૮૭ માટે તે ઘડી પરિવર્તનની હતી. ઈષ્ટદેવના ચરણોમાં લોહીથી રંજિત તલવાર મૂકી દીધી. તે પછી અહિંસાવાદી બની જતાં તેજ હિંસક નામદેવ નામચીન સંત નામદેવ થઈ ગયા, જેણે જીવનમાં પશ્ચાતાપના અગ્નિમાં પોતાના હૈયાને કોમળ બનાવી દીધેલ હતું. (૪૭) સંત જ્ઞાનેશ્વર સંત નામદેવના સમયકાળમાં થઈ ગયેલ સંત જ્ઞાનેશ્વર, મહારાષ્ટ્રની ભોમકા ઉપર જેમનો જન્મ થયો તથા મહારાષ્ટ્ર જ જેમની ધર્મકર્મ ભૂમિ બની. તીવ્ર મેધાશક્તિને કારણે તેઓ જ્ઞાનયોગી તરીકે ઓળખાતા હતા, પણ એક નાની ઊણપ અનુભવતા હતા કે પ્રભુભક્તિનો રસ-રુચિ ઓછી હોવાથી ભજન-કીર્તનમાં ભળતા ન હતા, પણ તે ઓછપને કારણે સમાજમાં ચાલતી ચર્ચાઓ તેમના ખ્યાલમાં હતી. ઉપરાંત પોતાને પણ દુઃખ થયું તે શા માટે ભગવદ્ભક્ત્તિ માટે ઉલ્લાસ લેખનમનન-વાચન-ચિંતન જેવો નથી જાગતો ? એક દિવસ જાણવા મળ્યુંકે સંત નામદેવ જાત્રા કરવા જવાના છે, તેમની સાથે જાત્રા કરવા જવાનો જો મેળ પડી જાય તો કદાચ ભક્તિયોગની કસ૨ દૂર થઈ જાય અને સામાજિક વાનો બંધ થઈ જાય. ગયા જ્ઞાનેશ્વર સંત નામદેવને મળવા અને તેમની સાથે તીર્થયાત્રાની રુચિ દર્શાવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy