________________
૪૮૬
ધન્ય ધરા
)
6
in Sch (
સંગીતકાર બૈજુ બાવરો
By: આજનો
વૃદ્ધપિતા તાનસેનનો શત્રુ બની ગયો હતો જેથી મરતાં મરતાં પણ તાનસેનનો બદલો લેવા પોતાના પુત્રને ભલામણ કરી કે ગમે તેમ બૈજુએ તાનસેનને મારી નાખવો.
પિતાના મૃત્યુ પછી બૈજુ તક શોધવા લાગ્યો, પણ એક દિવસ ખંજર લઈ હત્યા કરવા નીકળેલ. તેણે તાનસેનને માતા સરસ્વતીના મંદિરમાં જોયો, જે વિદ્યાદેવીમાં લયલીન બની સંગીત વિદ્યાને રેલાવી રહ્યો હતો. બૈજુનો હિંસકભાવ ગળી ગયો. બધે ત્યાંથી પાછા વળતાં કોઈક બીજું મંદિર દીઠું, ત્યાં દર્શન કરતાં મન શાંત થયું. તેથી મનમાં શુભ ભાવ થયો કે હવે પછીની સંગીત કળા આજ ભગવાનના ચરણે વિસ્તારી દઉં.
તે દિવસથી બૈજુ તેજ ભગવાનમાં ઓતપ્રોત થવા લાગ્યો, જેથી સંગીતકળા ખૂબ વિકસી ગઈ. અંતે પરિસ્થિતિ એવી સર્જાણી કે બાદશાહ અકબર પણ બૈજુનું સંગીત સાંભળવા લાલાયિત થઈ ગયા, પણ બૈજુ બાવરો મંદિર છોડી બીજે ગાતોબજાવતો ન હોવાથી અકબર બાદશાહ તાનસેનને લઈને બૈજુને જ મળવા આવ્યો અને મંદિરમાં બેઠેલા સંગીતકારનું સૂરીલું સંગીત સાંભળી આફરીન પોકારી ગયો. બસ તે જ પળોમાં તાનસેન સંગીતસમ્રાટ ભાવુક બની દોડ્યો અને બૈજુ બાવરાને પોતાથી ચઢિયાતો સંગીતકાર જાણ્યા પછી પણ ભેટી પડ્યો. બદલામાં બૈજુને પણ જેવી ખબર પડી કે સામેથી મળવા
આવનાર તાનસેન છે, તે પણ શત્રુભાવ રાખ્યા વિના તાનસેનને ભેટી પડ્યો. આમ પારસ્પરિક અનુમોદના પછી બેઉ વચ્ચેની શત્રુતા જ હણાઈ ગઈ અને બન્ને એકબીજાના પક્કા મિત્ર બની ગયા. તાનસેન અને બૈજુ બાવરા એ બન્નેના નામ હિન્દુસ્તાની સંગીતકારો આજે પણ યાદ કરે છે. (૪૫) દયાળ સયાજીરાવ ગાયકવાડ
વડોદરા સ્ટેટના રાજા સયાજીરાવ ગાયકવાડ. દિલમાં પરાર્થભાવના બેઠી હતી, તેથી લોકોનાં ભલાઈનાં કામ કરી આનંદ પામ્યા. ગુજરાતમાં ગાયકવાડનું નામ-ઠામ દયાળુતા-દિલાવરતા અને દર્દીઓની હમદર્દી માટે પ્રખ્યાત હતું. એક વાર રાત્રિના સમયે હોસ્પિટલની નિકટમાં એક બાઈને રડતી દેખી, કારણ કે સાર્વજનિક ચિકિત્સાલયના ડોકટર રાત્રિસેવામાં રોકાયેલા છતાંય ગરીબ બહેનને ન ગણકારી. સવારે દવા લેવા માટે આવવા સૂચના કરી નવરાધૂપની જેમ સમય બગાડી રહ્યા હતા.
ગુપ્તવેશમાં રાજાએ સ્વયં તે સ્ત્રીને રૂપિયા પચાસ આપી દવા કરાવી આપી, પણ સવાર થતાં તે હોસ્પિટલના ડૉકટરને રાજીનામું આપવા પત્ર લખી કડક સૂચના જણાવી કે સાર્વજનિક ડોકટરોએ રાત્રિના પણ દર્દીઓને સેવા આપવી પડશે. તમે કર્તવ્યભ્રષ્ટ બન્યા છો માટે રજા આપવામાં આવે છે.
એકવાર વજનવાળો ટોપલો માથે ઉપડાવવા કોઈ બહેને અરજ કરી, તો પોતે સહકારી બનવા દોડી ગયા. બાજુમાં રહેલ અરવિંદઘોષની માર્મિક ટકોરથી તે ગરીબ સ્ત્રીના માથે બોજો વધારવાને બદલે સદાય માટે વજન ઉતારી લેવા એવી ભેટ રકમ આપી કે તેવી મજૂરી કરવાના કામમાંથી તેણી સદા માટે મુક્ત બની ગઈ. છતાંય......
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org