SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ ધન્ય ધરા પોતાની ઓળખ આપ્યા વગર જ વાર્તાલાપ કરવા લાગેલ. ડોસીમાંએ થાક ઉતારવા ઓટલા બનાવવા સૂચન કર્યું તો તેનો અમલ કરી ગરીબો-શ્રીમંતો-મુસાફરોને રાહત આપવા તાબડતોબ પગલાં લીધેલ. સાથે લગીર ક્ષોભ કે પદવીનો મોહ- મોભો રાખ્યા વગર ડોસીમાને ભારો ઊંચકાવી આપ્યો. આજ ટૂંક સમયમાં જ પ્રજાનો પ્રેમ-સેવા ભાવનાથી જીતી લીધેલ પણ. આવા કરુણાવાન રાજા ભગવતસિંહના જીવનના અંતે કરુણાજનક ઘટનાઓ બની. પ્રથમ પત્ની સાથે વિચારભેદથી છૂટાછેડા થયેલ. બીજી યુરોપિયન પત્ની હતી તે પણ ટૂંક સમય પછી મૃત્યુ પામી ગઈ. વૃદ્ધાવસ્થામાં પ્રજાવત્સલ રાજા છતાંયે પોતે પરિવારવિહોણા હોવાથી કોઈ મળવા કરવા નહોતું આવતું. પૂરા રાજ્યમાં સફાઈનો આગ્રહ રાખનાર તેમની બિમારીમાં પથારી બાજુમાં પણ સફાઈ કરનાર કોઈ ન હતું. કોઈક વ્યક્તિએ ફળ લાવી આપ્યાં ત્યારે એકલવાયું અનુભવતા રાજા આંખોથી આંસુ સારતા ફળ ખાવા લાગ્યા. આમ સાવ એકલા પડી ગયેલ રાજા એક રાત્રિના દેવલોક થઈ ગયા. ત્યાર પછી નિકટની ઝૂંપડીવાળા તેજ મહેલમાં ધસી આવ્યા, જે હાથ લાગ્યું તેની લૂંટ ચલાવી. જીવનભર જેમણે લોકોના ભલાઈના કામ માટે સમય-સેવા-સહયોગ લૂંટાવ્યો, લોકોએ તેમના મહેલને મરણોત્તર લૂંટ્યો, પણ તેમ થયા છતાં ભગવતસિંહનું સ્વર્ગસ્થ નામ ઐતિહાસિક મહાપુરુષમાં નોંધાઈ ગયું. (૪૧) લૂખો રોટલો સરયદાસજીનો અમદાવાદ એટલે પ્રાચીનકાળની કર્ણાવતી નગરી. હાલમાં મુસ્લિમ બાદશાહના નામ સાથે સંકળાયેલ તેમ જ શહેરમાં સંતો-સદાચારીઓ અને સહુના પક્ષગામીઓ અનેક થયાં, થાય છે. ત્યાંની એક પોળમાં સરયદાસ નામે એક ખાખી વૈરાગી રહે. આહારસંશા ઉપર જબ્બર કાબૂ, જીવન સાવ સીધું સાદું. લોકો માનતાં કે ગરીબીને કારણે ખાવાપીવાના વાંધા હશે, પણ જ્યારે કોઈ નિકટના પરિચયમાં આવે ત્યારે તેમનું અધ્યાત્મજ્ઞાન વાણીથી છલકાય અને લોકોને ખ્યાલમાં આવે કે તે તો સંતપુરુષ છે. ઇચ્છાપૂર્વક પરિગ્રહના ત્યાગી છે. લોકોમાં તેમના જ્ઞાનનો મહિમા છલકાતો ગયો અને ભક્તો વધવા લાગ્યા. એકદા એક શ્રેષ્ઠી શ્રીમંતે ત્રણસો સંન્યાસીઓની સાથે તેમને પણ ભોજન માટે વિશિષ્ટ નિમંત્રણ પાઠવ્યું સાથે બહુમાન કરવાના પણ ભાવ હતા, તેથી તેમણે રીતસર રંગમંડપ સાથે ઓચ્છવ જેવું કર્યું. સરયુદાસ આવવામાં મોડા પડ્યા. આથી રાહ જોયા પછી બાકીના ત્રણસો સંન્યાસીઓ જ્યારે ઔચિત્ય ચૂકી ઘીથી લસલસતી લાપસી આરોગવા બેસી ગયા ત્યારે યજમાનને ચિંતા સરયુદાસની વધી ગઈ. પણ ભોજન કાર્યક્રમ પૂરો થાય તે પૂર્વે જ સરયુદાસ ત્યાં પધારી ગયા અને લાપસીના સ્થાને ફક્ત બે લૂખા રોટલા મંગાવ્યા. મજૂરોના માટે બનાવેલ રોટલામાંથી એક રોટલો તો એવી પ્રસન્નતાથી ખાઈ નાખ્યો કે યજમાન સ્તબ્ધ બની ગયા, સાથે છોલાઈ ગયા. છેલ્લે તેમની ઉદાસીનતા દૂર કરવા સરયુદાસ સંતપુરુષે અરીસો મંગાવ્યો. તેના ઉપર લાપસી ચોપડાવી. ઘીથી લેપાઈ ગયેલા અરીસામાં મુખદર્શન કરવા યજમાનને જણાવ્યું, પણ ચીકાશ ભરેલા આયનામાં શું તે દેખાય? તરત પોતા પાસે રહેલો બીજો લૂખો રોટલો ચોપડી નાખી અરીસો સાફ કરી નાખ્યો. તેમાં ફરી વાર યજમાનને મુખદર્શન કરવાનું કહેતાં સાફ દેખાવા લાગ્યું હતું, પણ તે પ્રતીક્ષા પછી પણ જ્યારે સંન્યાસી કે યજમાન કોઈનેય તેમ કરવાનું કારણ ન સમજાયું ત્યારે સરયુદાસે જ્ઞાનવાણી વહાવી કે “આત્મદર્શન કરવાં હોય તો રૂક્ષ ભોજન લેવાં જોઈએ. ઘી જેવા ગરીષ્ઠ પદાર્થો ચિત્તશુદ્ધિ થવા ન દે અને આત્માનાં દોષદર્શન વગર આત્માના દર્શન તે કેવી રીતે થાય?” સંતવાણી સુણી સંન્યાસીઓ તો ચેતી ગયા, અહીં યજમાનનો ભોજનપ્રસંગ સૌને માટે ઉપદેશકારક બની ગયો. (૪૨) પહારી બાબાની કરુણા સ્થિર જીવનની સંધ્યાએ ક્યાંક ઉપરવાસ કરવા એક નાનો આશ્રમ બનાવીને રહેનાર પહારી બાબા પાસે દરરોજ સાંજે કેટલાય વૃદ્ધો જ્ઞાનગોષ્ઠી કરવા આવી જતા. પૌહારી બાબાના મુખમાંથી તપ-ત્યાગ, પરોપકાર, સદાચારની વાતો આવી જતી, જેને લોકો સુણી-નિસુણી રાજી-રાજી થઈ જતાં. જ્ઞાનગોષ્ઠી પછી એક દિવસ બધાય છૂટા પડ્યા ત્યારે બાબા ધ્યાનખંડમાં ચાલ્યા ગયા અને ધ્યાનસ્થ બનવા જાપમાં બેસી ગયા. યોગમુદ્રામાં અડધી રાત્રિ વીતી ગઈ, પણ જેવા સૂવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy