SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ મનસીબે શેઠની ગાડી રસ્તામાં ખોટવાણી અને બધાય મોડા પડ્યા ત્યારે પોતાની સિદ્ધાંતવાદિતા ટકાવી કોઈનેય રાત્રે ભોજન ન આપ્યું. પરિવારના બધાયની નારાજગી વહોરી પણ પોતે એકના બે ન થયા. રાત્રે મહાજન હુકમીચંદજીનું બહુમાન હતું તે પૂર્વે શેઠે રતિભાઈ પાસે ફક્ત ૫-૭ લવિંગના ટુકડા મુખમાં રાખવા માંગ્યા. તે પણ તેમણે ન આપ્યા, અપાવ્યા. બધાયને ભય હતો કે આજના બહુમાન કાર્યક્રમમાં કંઈક નવાજૂની થવાની, પણ જ્યારે હુકમીચંદજીએ જાહેરમાં રતિભાઈની ધર્મપ્રખરતાની પ્રશંસા કરી ત્યારે તાળીઓ વાગવા લાગેલ. દીકરીના લગ્નપ્રસંગે પણ સૂર્યાસ્તની ફક્ત દસ મિનિટ પૂર્વે આવેલ જાનૈયાઓને ભોજન કરાવવાને બદલે ફક્ત ચાપાણી પામાં, બોલાચાલી થઈ પણ રાત્રિભોજન નહીં કરાવું તેવી શર્ત ઊભી જ રાખી. શિખરની જાત્રા વખતે સર્પડંસ થયો, છતાંય સાવતીએ આપેલ બરફ ઘસવા માટે ન વાપરી પીડા સહન કરી. સારણગાંઠનું ઓપરેશન પણ ક્લોરોફોર્મ સૂંઘ્યા વગર સભાન અવસ્થામાં કરાવ્યું. ઉપરાંત ચાલુ ટાંકાના દર્દ વખતે પણ નિકટના દહેરાસરે જઈ દર્શન કરી હોસ્પિટલ પાછા આવી જવા લાગ્યા. ડૉક્ટરો પણ હેરત પામી ગયા. વઢવાણના રાજાએ વૃદ્ધ ઘોડાઓને ખાડામાં ઉતારી ખતમ કરી દેવાનું જે કાવત્રું રચેલ તેના વિરોધમાં પોતે ખાડામાં કૂઘા, હાથ ભાંગ્યો તેની પરવાહ ન કરી પણ બધાય ઘોડાઓને ગોળીથી ઠાર થતાં બચાવી અહિંસા પળાવી. અંતે સ્વયં વઢવાણ જૈન સંધની પેઢીની જાજમ ઉપર જ હિસાબ લખતાં લખતાં મૃત્યુ પામી ગયા. ચુસ્ત ધર્મી, જીવદયાપ્રેમી, પાપોથી ભવભીરુ તથા શુદ્ધ ચારિત્રવાન શ્રાવક તરીકે તેમનું નામ ખૂબ ગવાય છે. (૧૫) શેઠ હેમરાજ અને ભક્તામરનો ચમત્કાર ધારાનગરીના વિદ્વાન રાજા ભોજને ત્યાં કવિ માઘ, વિ બાણ, કવિ મયૂર, કવિ ધનપાળ વગેરે પંડિતો ખૂબ આદરસન્માન પામનારા બન્યા હતા કારણ કે રાજન સ્વયં જ્ઞાન પ્રેમી હતા. એકવાર કવિ મયૂર અને બાણ વચ્ચે વધુને વધુ ઇનામ મેળવવાની લાલસામાં સ્પર્ધાભાવ ઉત્પન્ન થઈ ગયો. તેથી કવિ મયૂરે બાળકવિની પત્નીના શાપથી વ્યાપી ગયેલ કોઢ રોગને સૂર્યદેવની પૂજા કરી દૂર કર્યો જ્યારે કવિરાજ બાણે પણ પોતાની શક્તિ પ્રદર્શનમાં મૂકતાં બે હાથ Jain Education International ધન્ય ધરા બે પગ કપાવી નાખ્યા અને ત્રીજા જ દિવસે દેવી ચંડિકાની વિધિપૂર્વક સાધના કરી પાયેલ હાથ-પગ પાછા મેળવી સાવ સ્વસ્થ બની ગયા. રાજા ભોજ અને પ્રજાના સૌ તે ચમત્કાર દેખી બેઉ કવિઓને નમસ્કાર કરવા લાગ્યા. તે દરમ્યાન જૈનધર્મના રાગી વિ ધનપાળે આચાર્ય માનતુંગસૂરિજીને તેથી પણ વધુ શક્તિમાન સાધક તરીકે રાજા ભોજ સમક્ષ પ્રસ્તુત કર્યા. શાસનપ્રભાવનાનું સુંદર નિમિત્ત પામી આચાર્ય ભગવંતે અત્યંત ભાવવાહી ધારામાં ભક્તામર સ્તોત્રની રચના કરી. અડતાલીસ બેડીઓ તોડી નાખી. જૈન શાસનનો યજયકાર થવા લાગ્યો અને જૈનેતર પંડિતો સૂરિદેવની જ ઈર્ષ્યા કરવા લાગ્યા, જેના જવાબમાં આચાર્ય ભગવંતે ફરી નવો ચમત્કાર દેખાડ્યો. શ્રાવક હેમરાજ શેઠને સૌની હાજરીમાં ઊંડા કૂવામાં ઉતાર્યા અને ભક્તામરના પ્રભાવે ત્રણ દિવસ પછી બહાર કેમ આવી જવું તેની આમન્યા જણાવી. જેવા શેઠ ભક્તામરની બીજ જ ગાવા બોલવા લાગ્યા. ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ ગઈ. યુક્તિ કરી દેવીએ પરેશાન કરતા રાજા ભોજને નાગપાશથી બાંધી દીધો અને તે બંધન કૂવામાં રહેલ શેઠ હેમરાજ જ છોડાવી શકશે, તેવી આકાશવાણી કરી અને ખરેખર હેમરાજ શેઠે ભક્તામર સ્તોત્રપાઠથી સિંચિત પાછી રાજા ભોજ ઉપર છાંટ્યું ત્યારે જ રાજા બંધનમુક્ત બન્યા. બસ ત્યારથી જૈનજગતમાં ભક્તામરસ્તોત્ર ચારેય ફિરકાઓને સમાનરૂપે ગ્રાહ્ય બની ગયું છે. (૧૬) શેઠ અમૃતલાલ મલુકચંદ નિકટના સમયમાં થઈ ગયેલા અમૃતલાલ મલુકચંદ નામના જૈન શ્રેષ્ઠી, જેઓ માંડલ ગામના શેઠ તરીકે ઓળખાતા અને ધાર્મિકતા, નીડરતા, પરગજુના તથા સદાચારિતાને કારણે આજુબાજુનાં ક્ષેત્રો ઉપર પણ પ્રભાવ પાથરનારા બન્યા હતા. પ્રસંગે પ્રસંગે ઘોડી ઉપર બેસી શંખેશ્વર તીર્થની જાત્રા કરવા નારા તેઓ અનેકવાર એક જ રસ્તે આવરો-જાવરો કરતા હતા પણ એક વખત નદીકિનારે જ ચાર લૂંટારાઓ ભેગા પઈ તેમને લૂંટવા ઘોડા ઉપર આવ્યા. ચાર જણાએ શેઠને પડકાર્યા ને બધુંય સુપ્રત કરી દઈ શેઠજીના દાગીના ઉતરાવી લેવા ધમકીઓ આપી. શેઠ ગભરાયા, પણ તરત જ જાતને સંભાળી સ્વસ્થતા રાખી ચારેયને પૂછ્યું કે “આવી લૂંટફાટથી કેટલા દિવસો જીવાય? શા માટે આવું પાપકર્મ કરવાની લાચારી આવી?” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy