SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૦૧ ભગવંતો હતા અને નિશ્રાવર્તી સંઘપતિઓથી લઈ શ્રાવકો પણ ખૂબ ધનાઢ્યું. તેથી શત્રુંજય ઉપર સંઘમાળ પહેરવાની ઉછામણી માટે જ્યારે વિચારણા થઈ ત્યારે રૂપિયા-પૈસાથી બોલીઓ કરી સંઘમાળ આપવાને બદલે, સંઘપતિઓના ભાવિ સુકૃતના આધારે તે લાભ આપવાનો નિર્ણય લેવાયો જેથી ફક્ત ધનમૂછ જ દૂર ન થાય, પણ ગુણપ્રાપ્તિનું પણ વાતાવરણ સર્જાય. કોઈક શ્રેષ્ઠીએ નવાં જિનાલયો બંધાવવાનું જાહેર કર્યું. કોઈએ કરોડોનું દાન જાહેર કર્યું. કોઈએ નવા છ'રી પાળતા સંઘની જાહેરાત કરી, જ્યારે એક ધનાઢ્ય પોતાના પુત્રનો મોહ જતો કરી દીકરાને ચારિત્ર અપાવવાની સહમતિ આપી સુકૃતની જાહેરાત કરી. આવા સમયે શ્રેષ્ઠી ધનાશા પણ ધર્મપત્ની સાથે હાજર થઈ અને શાતા પતિએ પળવારમાં જ વિવિધ સંઘોની હાજરીમાં મંત્રણા કરી ભરયુવાવસ્થામાં સજોડે આજીવનનું બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું. કહેવું ન પડે તેમ સર્વ આચાર્ય ભગવંતોની એકમતી વચ્ચે ધનસંપન્ન, યુવાન અને વ્રતધારી ધનાશા ઉપર સંઘમાળની વરણી થતાં સકળ શ્રીસંઘમાં આનંદ અને હર્ષઘોષ વ્યાપી ગયો. (૧૩) મોતીશા શેઠને ચમત્કારિક પરચો નવ ટૂંકોમાં મોતીશાની ટૂંક તરીકે તેઓની ચિરંજીવી સ્મૃતિ ઊભી રહી ગઈ છે. કહેવાય છે દિલના દાતાર તેઓએ જીવનમાં એવાં વિશિષ્ટ સુકૃતો કરી દીધાં છે કે મરણપથારી વખતે પણ સમાધિ રહી કારણ કે પૂરા લાખ રૂપિયાનું દેણદારો પાસેથી નીકળતું લેણું પણ તેમણે પરલોકના ભાથાની જેમ માફ કરી યશ મેળવ્યો હતો. એકવાર એક કસાઈના હાથથી નિર્દોષ ગાયને છોડાવવામાં જોઈતી રકમ આપવાની તૈયારી દર્શાવી છતાંય જ્યારે કસાઈ ન માન્યો ત્યારે રહમ છોડી ચોકીદાર મોકલી તેને ધમકાવેલ. મામલો જીભાજોડીથી મારામારી ઉપર પહોંચી ગયો અને ક્રોધાવેશમાં ચોકીદારે કસાઈને પેટમાં મુક્કાઓ મારી બેભાન કરી દીધો. ક્ષણોમાં તો તેના પ્રાણપંખેરુ પરવારી ગયાં. કોર્ટમાં મામલો ગયો, ત્યારે મોતીશાના કહેવાથી પોતાની ભૂલ સ્વીકારવા છતાંય કોર્ટે ફાંસીની સજા ચોકીદારને ફટકારી. દયાળુ શેઠ વચ્ચે પડ્યા. ન્યાયાધીશને સ્પષ્ટ જણાવ્યું કે ગુનો ચોકીદારનો નહીં પણ મારો છે. મારા આદેશથી તેણે ચોકીદાર સામું પડતા પ્રાણ ખોયા છે. વળતા ચુકાદામાં ફાંસીની સજા મોતીશા શેઠને આપવામાં આવી. જાહેરમાં ફાંસીની વિધિ કરતાં જલ્લાદે શેઠની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના જ બંધાવેલા મોતીશા દહેરાસર ભાયખલ્લામાં અંતિમ પૂજા કરવા જવા રજા આપી. તે દિવસે મોતીશા પણ ભાવવિભોર બની અષ્ટપ્રકારી પૂજા કરી ચામર લઈ ખૂબ નાચ્યા. પ્રભુભક્તિપ્રભાવે ફાંસીના સમયે જ માંચડો તૂટી ગયો. મહારાણી વિકટોરિયાએ બીજી–ત્રીજી વાર ફાંસી ફટકારી ત્યારે પણ ફરી ફરી કરેલ ભાવપૂજા પ્રતાપે માંચડો તૂટતો રહ્યો. ચમત્કારને ઝૂકી જઈ ફાંસી રદ્દ થઈ ગઈ, બલ્ક શેઠના આદેશથી સરકારે અનેકોની ફાંસીની સજા રદ્દ કરી. અંતે પોલીસો સાથે ગુનેગારોની બિનશરતી મુક્તિના કારણે વિવાદો સર્જાઈ જતાં ફાંસીનું સ્થાન જ બદલી નાખવામાં આવેલ. (૧૪) જીવદયાપ્રેમી રતિભાઈ નિકટના ભૂતકાળમાં વઢવાણ વતનમાં થઈ ગયેલ રતિલાલ જીવણલાલ અબજી શ્રાવકના જીવનમાં ધર્મસિદ્ધાંતની ચુસ્તતા જાણવા જેવી છે. તેઓ ઘરેણાંના વેપારી છતાંય રાત્રિભોજન વગેરે પાપોના પક્કા ત્યાગી હતા. એકવાર તેમના શેઠ હુકમીચંદજી ઇન્દોરથી પચાસેક જેટલા સદસ્યો સાથે રતિભાઈને ત્યાં મહેમાન બન્યા ત્યારે સાંજે પાંચ વાગ્યે ભોજનપાણી પતાવી દેવાની શર્ત રાખી, પણ ટૂંક સમય પૂર્વે જ મુમ્બાપુરી તરીકે ઓળખાતી મુંબઈ મહાનગરીમાં મોતીશા નામે શ્રેષ્ઠી થઈ ગયા, જેમણે જેમ ભાયખલ્લા મુકામે ભવ્ય જિનાલય બંધાવ્યું છે, તેમ પાલિતાણાની Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy