SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પાહનો પુત્ર જિણહાક નામે ભક્ત શ્રાવક થઈ ગયો. એક સમયે જિણહાક ઘીના ઘાડવા, કપાસના કોથળા ઉપરાંત ઘાસનો વેપાર કરી સખ્ત ધનપુરુષાર્થ કરી કમાતો હતો. ધર્મનો અત્યંત રાગી છતાંય પૈસાની ચિંતામાં તે દુઃખી રહેતો હતો ત્યારે આ.ભ. અભયદેવસૂરિજીને પોતાની વ્યથા જણાવતો. તેઓશ્રીએ લાભાનુલાભ વિચારતાં પાર્થપ્રભુની વિશેષ પૂજા તથા ભક્તામરનો નિત્યપાઠ કરવા જણાવ્યું. ભાવપૂર્વક દરરોજ પૂજા તથા સ્તોત્રપાઠ કરતાં એક દિવસ ભક્તામરની બત્રીસમી અને તેત્રીસમી ગાથા બોલતાં જ ચમત્કાર થયો ને ચક્રેશ્વરી દેવીની પ્રતિહારી દેવીએ જિણહાકને ધનવાન બનાવવા એક રત્ન બાંધી આપ્યું, જેના પ્રભાવે જિણહાકની હાક અને ધાક આખાય ગુજરાતમાં વધવા લાગી. ચોરો તો તેમનો પડછાયો પણ નહોતા જોઈ શકતા, ઉપરાંત પાટણના રાજા ભીમદેવે તો જિણહાકની . યશોગાથા સાંભળી જિણહાકને પોતાના દંડનાયકની પદવીથી વિભૂષિત કરી દીધો તેથી પદવીધારી જિણહાકે ધોળકામાં આવ્યા પછી પોતાની ભક્તિ અને શક્તિથી આખાય ગુજરાતમાં દુરાચારીઓને હેરાન-પરેશાન કરી દીધા હતા. જે ગુરુદેવની કૃપાથી લક્ષ્મી વધી તે જ ઉપકારનો બદલો વાળવા ધોળકામાં કષપટ્ટરત્નની પ્રતિમા ભરાવી, ધોળકામાં જ ગુરુદેવ અભયદેવસૂરિજીને માનભેર બોલાવી નૂતન જિનાલયની પ્રતિષ્ઠા નવાંગી ટીકાકારશ્રીના વરદહસ્તે કરાવી. દેવી ચક્રેશ્વરીની પણ સ્થાપના કરાવી. નવાંગી ટીકાનાં પુસ્તકો લખાવ્યાં. સંઘપતિ બની સંઘો કઢાવ્યા. જીવનમાં સંધ્યાવેળાથી અંતસમય સુધી ખૂબ-ખૂબ ધર્મારાધનાઓ વધારી. મહેનત કરી પૈસો કમાતાના માથેથી કરવેરો માફ કરાવી દીધો. જિનશાસનની ખૂબ પ્રભાવના કરી. ભક્તામર સ્તોત્રના નિત્યપાઠી જિણહાક ઉપર ચક્રેશ્વરીદેવીની કૃપા વરસતી રહી હતી, તેથી ચમત્કારની અનુભૂતિવાળા તે શ્રાવક થકી અનેકોને જૈનધર્મના સિદ્ધાંતો પ્રતિ શ્રદ્ધા વધી અને સૌ લાભાન્વિત થયા છે. (૧૧) શિખરજી તીર્થરક્ષક શ્રીમાન બહાદુરસિંહજી શ્રી સમેતશિખરજી તીર્થની રક્ષા માટે દિવંગત આ.ભ. હીરસૂરીશ્વરજી મ.સા.થી લઈ અત્યાર સુધીમાં અનેક શ્રાવકોએ પણ યોગદાન આપ્યું છે. ઝરિયાના રાજાઓએ પણ તીર્થકરોની કલ્યાણક પાવનભૂમિને ખૂબ નિકટથી રક્ષી છે. વચલા અંગ્રેજોના કાળમાં કલકત્તાના બાબુસાહેબ બહાદુરસિંહજી જેઓ અતિ ધન્ય ધરા ધનાઢ્ય હતા, સાથે ધર્મપ્રેમી. તેમણે પણ અંગ્રેજ ઓફિસરો સાથે સારાસારી રાખી શિખરજી તીર્થનું કાર્ય કરાવ્યાની ઘટના બનેલ છે, કારણ કે તે કાળે અંગ્રેજો જૈનોને સતાવી તેમનું ધ્યાન પ્રતિકાર કરવામાં જ વાળી નાખવા મથતા અને નવાનવા ફતવા કાઢતા હતા. એકવાર શિખરજી ઉપર જ કતલખાનું બાંધવાની વાત મુકાણી જે માટે જગ્યા જોવા ઓફિસરોની ટુકડી આવવાના સમાચાર મળ્યા. આગલે દિવસે જ સમાચાર બહાદુરસિંહને મળ્યા. તરત કોઈ ઉપાય ન જણાતાં એક યોજના ગુપ્તપણે બનાવી નાખી. શિખરજીના મુખ્યસ્થાને સિજૂરના ઢગલા મુકાવી દીધા તેથી અંગ્રેજો કોઈ પણ જગ્યા પસંદ ન કરી શક્યા, કારણ કે જ્યાં જુઓ ત્યાં દેવી-દેવતાની બેઠક છે, એમ રજૂઆત થતી રહેવાથી ઓફિસરોને કતલખાનાની યોજના પડતી મૂકવી પડી. કુદરતી તીર્થરક્ષાનો લાભ બહાદુરસિંહજીને મળી ગયો. ' કહેવાય છે કે તે જ ગર્ભશ્રીમંત ચોખ્ખા ઘીની પૂરી ખાવાના આગ્રહી હતા. દરેક નવી પૂરી તળતાં વીસ-પચ્ચીસ તોલા નવું ઘી રસોઈયાને ઉમેરવું પડતું તેવી સૂચના અપાતી પણ હતી. બાબુજીના મોટા દીકરાને તે રીત ન ગમતાં એકદા બધીય પૂરી એક જ ઘીમાં તળાવી નખાવી, જેથી સ્વાદફેર થવાથી શેઠજીએ રસોઈયાને ફટકારવા હંટર મંગાવ્યો. રસોઈયાએ ડરમાં તેમના જ મોટા પુત્રનું નામ જાહેર કરી દીધું. શેઠજીએ પુત્રને ધમકાવી નાખ્યો અને જ્યારે પિતાજીની આજ્ઞા–મર્યાદા તોડવાની ભૂલ બદલ પુત્રે માફી માંગી ત્યારે જ શેઠજી શાંત પડ્યા. આવી જાહોજલાલીમાં બહાદુરસિંહજી જીવ્યા હતા. (૧ર) શ્રેષ્ઠી ધનાશા રાણકપુરનું દહેરાસર ૧૪૪૪ થાંભલાઓ વચ્ચે આજે પણ સુસજ્જ છે. ધનાશા શ્રાવકના જીવનનું જે મહાસુકૃત કહેવાય છે તથા જે તીર્થના દર્શન કરવા ખાસ વિદેશથી પણ લોકો આવે છે તે જિનાલય આવેલ સ્વપ્નથી સૂચિત દેવવિમાન જેવું નિર્મિત થયું, જેમાં તે જમાનાના અબજો રૂપિયા ખર્ચાણા છે. ધનાશાની હાજરીમાં જ તે તીર્થસ્વરૂપ જિનાલયના સર્જન પછી તરતમાં તેઓએ સિદ્ધાચલજી તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો, જેમાં સારી સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘ જોડાયેલો હતો. જોગાનુજોગ જ્યારે તે સંઘે પાલિતાણા ગામમાં પ્રવેશ કર્યો, ત્યારે બીજા પણ નગરોમાંથી અન્ય વીસેક છ'રી પાળતા સંઘો સાથે સંઘપતિ પધાર્યા હતા. બધાય સંઘના અધિપતિ પ્રભાવક આચાર્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy