SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ત્યારે એક બહારવટિયો બોલ્યો કે ઘરનાં બૈરાં-બાળકો માટે ખાવાના સાંસા છે તેથી મુસાફરોને લૂંટીએ છીએ.” અમૃતલાલ શેઠે ચારેયને સો–સો રૂપિયાનું દાન અપાવવા બાહેંધરી આપી અને તેમાંથી ખેતી કરી બે પૈસા કમાઈ લેવા ભલામણ કરી. શેઠના સાચા ભાવની અસર થઈ અને બુકાનીધારી ચારેય દાન સ્વીકારવા તૈયાર થયા. તરત જ શેઠે પંચાસરની પેઢી ઉપર ચિઠ્ઠી લખી આપી અને એક જવાન રૂા. ચારસો રોકડા લઈને આવી ગયો. શેઠને રજા આપી પણ તેમનું નામ-સરનામું લૂંટારુઓએ જાણી લીધું. તે જ રકમથી ખેતી કરતાં ખરેખર સારો પાક ઊતર્યો ને શેઠને યાદ કરી ૨કમ પાછી દેવા ગયા ત્યારે શેઠે તેમને ઓળખી લીધા પણ દાનની રકમ પાછી લેવાના બદલે ફક્ત એટલું જ કહ્યું કે “જેમ તમે આપેલ ચારસો રૂપિયાથી કમાણા ને લૂંટફાટ બંધ કરી છે, તેમ બીજા પણ ચાર લાચારોને સો–સો રૂપિયા આપી ખેતીના ધંધે ચઢાવો, તેમ ફરી રકમ ફેરવતાં રહી બીજાને પણ રકમ આપી સાચો રસ્તો દેખાડો. દાનની રકમ મારાથી પાછી ન લેવાય.” અને ખરેખર તેમ થતાં તે સ્થાનમાં અનેક લોકો લૂંટફાટ વગર જીવવા લાગ્યાં. (૧૭) શેઠ અનોપચંદનું અનુપમ અવસાન “ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું.”—આવા ભક્તિસભર સ્તવનની પંક્તિ અનેક વાર ગવાણી કે ગવાશે, પણ ખરેખર જિનાલયમાં, તીર્થમાં કે સાધુસંતોના સાંનિધ્યમાં કે ઓછામાં ઓછું નવકારસ્મરણ સાથેનું મરણ તો માંગ્યું પણ ન મળે અને જેને મળી જાય તે તો ધન્યભાગી બની જાય. વર્તમાન કાળમાં પણ તેવા અનેક પ્રસંગો બનતા સાંભળવા મળે છે કે છઠ્ઠ કરીને સાત જાત્રા પૂર્ણ થતાં જ સિદ્ધગિરિમાં દેવગતિ, શિખરજીની યાત્રા કરતાં પરલોક સફર, અથવા શંખેશ્વર તીર્થમાં પૂજા કરી ચૈત્યવંદન કરતાં-કરતાં આત્મા દિવંગત થઈ જવો વગેરે પ્રસંગો. તેવો જ એક નાનો પણ નવલો પ્રસંગ બની ગયો નિકટના ભૂતકાળમાં. અંગ્રેજોના શાસનકાળ સમયે અનોપચંદ નામના શેઠ જૈનસંઘમાં પોતાની પાપભીરુતા, ધર્મચુસ્તતા તથા શાસનની પ્રભાવનાનાં રાગી તરીકે ઓળખાતા હતા. જીવનમાં ખૂબ જ સારી રીતે તેમણે ધર્મારાધનાઓ કરી–કરાવી હતી તેથી મનથી ઠરેલા શ્રાવક હતા. એકવાર પાટણના ગિરધરભાઈ ભોજકના સથવારે Jain Education International ૪૩ સિદ્ધાચલજીની જાત્રા કરવા જતાં વચ્ચોવચ્ચ હિંગળાજ માતાનો હડો આવ્યો, ત્યાં થોડો વિશ્રામ કરી વળી આગળ જૂના પગકેડીનાં રસ્તે ઉપર જવા લાગ્યા. વચ્ચે પાર્શ્વપ્રભુની પાદુકાની દેરી આવી ત્યારે તેઓ ભોજકને ઉપદેશવા લાગ્યા કે “આ શત્રુંજય ઉપર રાગ અને દ્વેષ રૂપી શત્રુઓ ઉપર જય-વિજય મેળવી અનેક આત્માઓ સિદ્ધગતિ પામી ગયા છે. કહેવાય છે કે કાંકરે–કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિને વર્યા છે. અનંતા આત્માઓએ પોતાનાં પાપોને પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપના તાપમાં તપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આવી પાવનભૂમિમાં જીવનની અંતિમ ઘડી ભળી જાય એટલે કે તીર્થાધિરાજના શરણે મૃત્યુ પણ જેને મળી જાય તેના જેવો ભાગ્યશાળી કોણ ?'' ભોજકે ઐતિહાસિક સત્યમાં હાકારો ભણ્યો ને અનોપચંદ શેઠે તેજ સ્થળે તેમનો દેવલોક થઈ જાય તો કેવું સારું તેવી ઇચ્છા વ્યક્ત કરી અને હકીકત એવી બની ગઈ કે ભોજક તે ભાવનાની સચ્ચાઈ સમજી શકે તે પૂર્વે તો તે જ સમયે અનોપચંદ શેઠે પ્રાણ છોડી દીધા. જાત્રા કરતાં કરતાં શેઠ પરલોકની જાત્રાએ નીકળી ગયા. (૧૮) ડૉક્ટર શાંતિલાલ શાહ મુંબઈ મહાનગરીમાં અનેક પ્રકારની સગવડોમાં ઔષધીય સગવડો માટે અનેક હોસ્પિટલો છે. વૈજ્ઞાનિકોની જેમ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો માટે પણ મુંબઈ પ્રસિદ્ધિ પામેલ નગરી છે. ભાગ્યે જ કોઈ પ્રકારની ઉપચાર–દવા માટે વિદેશ તરફ મીટ માંડવી પડે. આજે પણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારની નિકટમાં આવેલી જસલોક હોસ્પિટલ તેનો એક પુરાવો કહી શકાય તેમ છે. જ્યારે તે સગવડ ભરેલ હોસ્પિટલનો અભાવ હતો ત્યારે પણ મહાનગર મુંબઈમાં હાર્ટના ઓપરેશન વગેરેમાં નિષ્ણાંત તરીકે ડૉક્ટર શાંતિલાલ શાહ પ્રખ્યાતિ પામેલ હતા. મુંબઈમાં હૃદયરોગના અચ્છા ઉપચારક રૂપે તેમનું નામ હતું. એકવાર પ્રાચીન સાધનોવાળી એક હોસ્પિટલના એક રૂમમાં કોઈક સિંધી દર્દીને ઇન્જેક્શન આપતાં અડધી દવા દેહમાં બાકીની અડધી બહાર ફેંકાતી હતી કારણ કે સીરીંજ લીક થતી હતી તેવા સમયે જોગાનુજોગ દર્દીનો સિંધી મિત્ર લોકુમલ મિત્રની ખબર લેવા આવ્યો હશે, જે ધનાઢ્ય ઘરનો હતો. તેનાથી આવાં જૂનાં સાધનો ન જોઈ શકાયાં અને ડૉક્ટર શાંતિભાઈને પણ ખખડાવી નાખ્યા કે આવા અડધાં-પડધાં સાધનોથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy