SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ s જ જોવા શીખેલા છો, જ્યારે અમે હિન્દુસ્તાની માણસમાં અંદર રહેલ માણસાઈનાં દર્શન પહેલાં કરીએ છીએ. (૩) તીખાં ભાષણોથી અકળાયેલા અમુક અંગ્રેજો વિવેકાનંદને આધુનિક યાંત્રિક કતલખાનું જોવા લઈ ગયા. બે ત્રણ ક્લાકોમાં તો આખીય જીવતી ભેંસ કાપી નાખી તેના શરીરમાંથી અલગ અલગ બાર-પંદર પેકેટ બનાવી દેખાડ્યાં ને આવી યાંત્રિક કળાના વિશે બે શબ્દો કહેવા ભલામણ કરી. સ્વામી વિવેકાનંદે અંગ્રેજોની ભૂમિમાં જ રોકડું પરખાવી દીધું કે કોઈ જીવને મારી નાખવામાં કઈ કળા? કેવી પ્રશંસા? તમારી પાસે હાથીને મારવાના પણ કીમિયાઓ હશે, અમારા ભારતમાં તો કીડીને પણ બચાવવાના ઉપાયો છે. છેદી-ભેદી નાખેલ ભેંસના અવયવોમાંથી ફરી પાછી ભેંસને જીવતી કરી આપો તો જ અમે તમારી પ્રશંસાની વાતો કરી શકીએ, બાકી હિંસાવાદ એ તો ધિક્કારને પાત્ર છે. (૪) સ્વામીજીના પગમાં વિદેશી બૂટ દેખી ત્યાંની જ યુવતીએ ટીકા કરી કે અમારા દેશની નિંદા કરો છો તો પાછા અમારા દેશની જ વસ્તુ શા માટે પહેરો છો? વિવેકાનંદે વિવેક ઠાલવતાં જવાબ આપી દીધો કે અમારા ભારતમાં તમારી સંસ્કૃતિનું સ્થાન અમારા પગની પાનીએ છે તે દેખાડવા માટે જ તમારા દેશની વસ્તુને આવી રીતે ઉપયોગમાં લઈએ છીએ. (૫) કોલેજના અભિમાની વિદ્યાર્થીએ જ્યારે ધર્મમાં કેટલા બધા મતભેદ છે કહી ભારતીય ધર્મોની મશ્કરી કરી ત્યારે તેને સબક આપવા ટુચકો કર્યો કે “તું તારી માના પગમાં રોજ કે કોઈકવાર પ્રણામ કરે છે તેમ તારી થનાર પત્નીને પણ વંદન કરીશ કે મા અને પત્ની વચ્ચે ભેદ રાખીશ?” યુવાન તો ભોંઠવાઈ ગયો કારણ કે ખોટા જુસ્સામાં અધકચરી વાતો છેડી અજ્ઞાનતા દર્શાવી દીધી હતી. (૬) પોતાની જનેતા પ્રતિ પણ વિવેકાનંદ ખૂબ વિનીત હતા. ફળ ખાઈ છરી પાછી આપી ત્યારે હેન્ડલવાળો ભાગ માતાની સામે ધર્યો અને અણિયાળો પોતાની સામે. તે જ વખતે માતાનાં આશીર્વચન વિદેશપ્રચાર માટે મેળવી લીધેલ. બિમારીમાં સપડાયેલ પાડોશણને ત્યાં પહેલી રસોઈ બનાવવા માતાને સૂચન કર્યું તો માતાએ ખુલાસો કર્યો કે પહેલી ઘરમાં પછી પાડોશમાં કારણ કે બિમારને ગરમ-ગરમ રસોઈ અપાય માટે બપોરે બારની પહેલાં પાડોશણને જમાડવા તેણી તે સમય ત્યાંનો સાચવે છે. વિનીત વિવેકાનંદ મૌન થઈ ગયા. પ્રસંગે– પ્રસંગે ગુરુચરણે સમર્પિત વિવેકાનંદ કઠોર અંગ્રેજો સામે નઠોર Jain Education Intemational ધન્ય ધરા બનતા હતા, પણ ભારતીય પ્રજાના દુઃખો દેખી ઊઠતાવેંત ચોધાર રડી પોતાનું હૈયું પણ ઠાલવતા હતા. (૪) શાસનરક્ષક શેઠ શાંતિદાસજી પરિવાર જિનશાસનના જવાહર જેવા દેદાશાહ, પેથડશા અને ઝાંઝણશા જેવા દાદા-પિતા અને પુત્રની ત્રિપુટી જેવા નિકટના સમયમાં અકબરના શાસનકાળ દરમ્યાન થઈ ગયા શેઠ શાંતિદાસ, શેઠ લક્ષ્મીચંદ અને શેઠ ખુશાલચંદ. તે મેવાડી સિસોદિયા વંશના ક્ષત્રિયો છતાંય જૈન તીર્થોના અત્યંત રાગી હતા. બાદશાહ અકબરના પુત્ર સલીમને પિતા સાથે વાંધો પડ્યો તેમાં રાણી જોધાબાઈ જે અકબરની બેગમ અને સલીમની માતા હતી તેણીએ દિલ્હી છોડી દીધું અને અહમદાબાદ આવી ગઈ ત્યારે જિનશાસનના રાગી શેઠ શાંતિદાસે પોતાના બંગલે આશ્રય આપવાથી અને સારી આગતા-સ્વાગતા કરવાથી જૈનોના સંબંધ મુસ્લિમ બાદશાહ સાથે સારા બની ગયા હતા. જોધાબાઈએ શાંતિદાસને પોતાના ભાઈ માની લીધા, તેથી જ્યારે પિતા અકબર અને પુત્ર સલીમનું સમાધાન થઈ ગયું ત્યારે જોધાબાઈ દિલ્હી પાછી વળી અને તેણીનો પુત્ર શેઠ શાંતિદાસને જોહરી મામા કહેવા લાગ્યો અને બાદશાહે પણ શાંતિદાસ શેઠની વ્યવહાર કુશળતા દેખી તેમને અહમદાવાદના નગરશેઠ જાહેર કરી દીધા. બલ્કે અહમદાવાદથી પંદર હજાર જાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ સિદ્ધગિરિની જાત્રા માટે કાઢ્યો ત્યારે ઘણી બધી સગવડ તો અકબર બાદશાહે પૂરી કરી આપી. પણ તે પછી અકબર અને જહાંગીર પછી વિ.સં. ૧૬૪૫માં શાહજહાંએ અમદાવાદના સૂબા તરીકે નિયુક્ત કરેલ ઔરગંઝેબે જ્યારે ધર્મઝનૂની બની શેઠ શાંતિદાસનું ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર રાતોરાત મસ્જિદમાં ફેરવી નાખ્યું ત્યારથી આઘાત પામેલા શેઠે શાહજહાંનો સંપર્ક કરી અકબર સાથેના સંબંધો યાદ કરાવી વૃદ્ધાવસ્થામાં પણ તીર્થરક્ષાના ફરમાનો બહાર કઢાવી વિ.સં. ૧૬૫૯ની સાલમાં સિત્તેર વરસની ઉમરે પોતાનો વારસો પુત્ર લક્ષ્મીચંદને સોંપી પરલોક ગમન કર્યું, પણ તે પૂર્વે વિ.સં. ૧૬૫૮ની સાલમાં મુરાદ અને શાહજહાંને પણ કેદખાને ધકેલી ઔરંગઝેબ જ્યારે દિલ્હીનો બાદશાહ બની બેઠો ત્યારે સ્વર્ગગમન' પૂર્વે જ શાંતિદાસ શેઠે પુત્ર લક્ષ્મીચંદ શેઠને ઔરંગઝેબથી ચેતતા રહેવા સૂચના કરી દીધી, સ્વયં અંતિમયાત્રા પૂર્વ ઔરંગઝેબને મળી આવ્યા, ને દિલ્હી જઈ ઝવેરાતોનું નઝરાણું નવા બાદશાહને ધરી ખુશ કરી દીધા ને બદલામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy