SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અરુણાચલનો એ વવિહારી પ્રદેશ તેને આત્મસાધનામાં ફળ્યો ત્યાં દીર્ધકાલીન સમાધિ થવા લાગી. મચ્છર, કાનખજૂરા, કીડીઓના ભયાનક ઉપસર્ગો વચ્ચે કાયામાંથી રક્તધાર વહી જવા લાગી છતાંય પોતાની બેઠક ન છોડી, રેતીમાં લોહી ભળતાં પલાંઠીની બેઠક પણ કાદવ જેવી થઈ ગઈ, છતાંય દેહભાન ભૂલી તેવી સ્થિતિમાં જ તેઓ અડોલ રહ્યા. એકદા ત્યાં આવેલ શેષાદ્રિસ્વામીને વેંકટની સ્થિતિ જોઈ દયા આવી, તેમને જેમ તેમ કાદવની બેઠકમાંથી બહાર કાઢ્યા. છતાંય વારંવાર તેઓ સમાધિમાં લીન બની જતા. ત્યાંનાં લોકોને આકર્ષણ થવા લાગ્યું અને કેટલાય ભક્તો ઉત્પન્ન થવા લાગ્યા. આત્મરમણતાની ઘટનાઓના કારણે તેઓ વેંકટરામનના બદલે રમણ મહર્ષિ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની સાથે થતા વાર્તાલાપોના જવાબ સાંભળી તેમની આત્મલક્ષિતા તથા ચૈતન્યદશાનો ખ્યાલ આવે તેમ છે. રમણની માતા તેમને પાછા ઘેર બોલાવવા ગઈ, દસ દિવસ રોકાણી છતાંય મૌન ૨મણે જવાબ ન જ આપ્યો. છેલ્લે ભક્તોના અત્યંત આગ્રહથી તેમણે માતાને ચિઠ્ઠી લખી આપી તેમાં પ્રારબ્ધ અને ભવિતવ્યતા વિશે એવું લખાણ લખ્યું કે માતા સાથે પરિવારના બધાય શાંત પડી ગયા. વખત આવ્યે માતા પણ સંન્યાસને પામી ગૃહત્યાગિણી બની હતી. રમણમહર્ષિના નાનાભાઈ નાગસુંદરમે નીરજાનંદ સ્વામી તરીકે સંન્યાસ સ્વીકારી આશ્રમનો સઘળો વહીવટ સંભાળી લીધો. લેખન અને ભાષણ રમણ મહર્ષિ ઓછું પસંદ કરતા તેથી મૌનને જ વધારે પસંદ કરતા હતા. સમાધિમાંથી બહાર લાવવા ભક્તો પરાણે દૂધ, ફળના રસ વગેરે પિવડાવતા હતા. ક્યારેક મુખ ઉપર તમાચા મારે ત્યારે ધ્યાનમાંથી બહાર આવતા. આવી વિચિત્ર પરિસ્થિતિ પણ સર્જાતી હતી. ચોરોએ તેમને આશ્રમમાં આવી માર્યા, ત્યારે ભક્તોએ પોલીસ બોલાવી, શકમંદને હાજર કરી મારનાર વિશે રમણ મહર્ષિને પૂછતાં તેઓનો જવાબ હતો કે ગત ભવમાં મેં જેને માર્યા હોય તેણે જ આ ભવમાં મને પીડા આપી હોય. કોઈનેય પોલીસ સજા ન કરી શકી. ગાંધીજીના કહેવાથી રાજેન્દ્રબાબુ તેમના આશ્રમમાં એક પૂરું અઠવાડિયું રોકાણા, છતાંય સૂચના મુજબ કંઈક જ વાત ન કરી. પાછા વળતાં સંદેશ માગ્યો ત્યારે ફક્ત એટલું જ જણાવ્યું કે જ્યાં બે હૃદયો વાતચીત પતાવી લેતા હોય ત્યાં સંદેશાની શું જરૂરત છે? અંત સમયે ડાબા હાથના હાડકામાં કેન્સરની ગાંઠ થઈ, Jain Education International તે વખતે પણ ચાર વાર ઓપરેશન-દુઃખ વેઠીને, ક્લોરોફોર્મ સૂંઘ્યા વગર કરાવ્યાં. ભક્તો ડરતા હતા તો તેમને વિલાપ કરવાની ના પાડી. દેહ અને આત્માના ભેદજ્ઞાની તે સંત ઈ.સ. ૧૯૫૦ની સાલમાં ૬૧ વર્ષની ઉંમરે ચૌદમી એપ્રિલે સાંજે પદ્માસનમાં પોતાના આશ્રમમાં જ દિવંગત થઈ ગયા. હિન્દુસ્તાની એક સંતનો ઉમેરો થયો. આગારી છતાંય બ્રહ્મચારી સંત (૨) શ્રી રામકૃષ્ણ પરમહંસ માર્ગાનુસારી ગુણોથી ધનવાન પણ કેટલી હદે ગુણાત્મ્ય હોઈ શકે તેનું નિકટના જ કાળમાં બનેલ ઉદાહરણ ખરેખર આબાલ બ્રહ્મચારીઓને પણ આશ્ચર્ય સાથે પ્રેરણાપ્રદ બને તેમ છે. ૪૬૩ કલકતા શહેરને હુગલી નદી સતત લીલું રાખે છે, તે જ નદીના કિનારે જ્યાં બંગાલી સંપ્રદાયના શ્રી રામકૃષ્ણ પરમહંસનું ગુરુસ્થાન આશ્રમ છે તે જેમણે જોયું હશે તેમને તે બંગાળી સંતના જીવન–વનની માહિતી પણ મળી હશે. તેમના જીવનચરિત્રના અમુક પ્રસંગો અત્રે પ્રસ્તુત છે, ફક્ત સદાચારીઓના તોષ–સંતોષ માટે. (૧) એમના ગુરુનું નામ તોતાપુરી હતું. વિશિષ્ટ પ્રકારે ધ્યાનયોગ સિદ્ધ કર્યો હોવાથી નિત્ય ધ્યાનમાં આત્માનંદ અનુભવતા એકદા શિષ્ય રામકૃષ્ણે વિનીત ભાષામાં સિદ્ધપુરુષ ગણાતા ગુરુદેવને પ્રશ્ન કરેલ કે રોજ-રોજ ધ્યાનની શું જરૂરત છે? ક્યારેક અવસરે કરીએ તો પણ ચાલે ને? જ્યારે ગુરુ તોતાપુરીએ બાજુમાં રહેલ ચકચકતા લોટાનું કારણ લોટાને રોજ રોજ માંજવાની ક્રિયા જણાવી અને તે જ પ્રમાણે આત્માની ઉપર આવી રહેલ રાગદ્વેષના મેલને માંજવા નિત્ય ધ્યાન અતિ આવશ્યક જણાવ્યું, ત્યારે રામકૃષ્ણ ગુરુના સચોટ ખુલાસાથી ભાવવિભોર થઈ ગયા ને સદાયના શિષ્ય બની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy