SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ધન્ય ધરા મહામંત્રના વિશિષ્ટ પ્રભાવકોની સાથે રહી પોતાનું આગવું ચિંતન રજૂ કરતા રહ્યા છે. લેખક તરીકે ઉપનામ “નેમિપ્રેમી' શા કારણથી પસંદ કર્યું તેના ખુલાસામાં પૂજ્યશ્રી જણાવે છે કે સાંસારિક અવસ્થામાં માતાની તબિયતને કારણે કરેલ ધન્યભાગી કન્યા સાથેના લગ્ન પછી ક્યાંય હરવાફરવા ન જઈ બન્ને આત્માઓ બાવીસમા તીર્થપતિ પ્રભુ નેમિનાથજીનાં કલ્યાણકોની પાવનભૂમિ ગિરનાર તીર્થે ગયેલ જ્યાં પરમાત્માની દ્રવ્ય અને ભાવપૂજા પૂર્ણ થતાં સજોડે ચારિત્રપ્રાપ્તિ માટે સંકલ્પ કરેલ, જે શુદ્ધ ભાવના વિવાહ પછીના દસમા વર્ષે જ ફળી, તેથી તેઓ ચારિત્રપ્રાપ્તિમાં આબાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુની કૃપા સ્વીકારે છે અને પ્રવચનમાં પણ જાહેરમાં કહે છે કે જે તીર્થપતિએ પશુઓના જીવનસુખ માટે પોતાનું લગ્નસુખ પણ જતું કર્યું તેવા તીર્થંકરની નામભક્તિ પણ અનંત શક્તિને ઉદ્ભવિત કરી શકે છે. ચમત્કારોની હારમાળા સર્જી શકે છે. આત્મશુદ્ધિને પણ અર્પી શકે છે. અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ સ્વાધ્યાયલક્ષી પૂજ્યશ્રીએ લોકોપકારની હિતબુદ્ધિથી જે કાંઈ અત્રે રજૂ કર્યું છે અને અનેક પ્રકારનું માર્ગદર્શન પણ પ્રદાન કર્યું તેથી સંપાદનકાર્યમાં અમારો કાયૅલ્લાસ પણ વધ્યો. પૂજ્યશ્રીનો ઋણાનુબંધ સ્વીકારું છું.-પૂજ્યશ્રીને અમારી ભાવભરી વંદના. [અત્રે આ લેખમાળામાં મૂકાયેલ રેખાંકન ચિત્રો શ્રી સવજીભાઈ છાયા-દ્વારકા દ્વારા તૈયાર થયાં છે.] -સંપાદક Wat) :* !', જિક . ર ' *. " (૧) આતમજ્ઞાની રમણ મહર્ષિ વર્તન જૈનસિદ્ધાંતોની સાવ નિકટતાનાં જોવા મળે, બલ્બ અમુક બાબતમાં ઉચ્ચકક્ષાનું જીવનાચરણ પણ જોવા મળે. તે પૈકીના સંતોમાં રમણ મહર્ષિનું નામ ખ્યાતનામ છે. તેમના જીવનમાં અભુત પ્રસંગો જાણવા જેવા છે. (૧) તામિલનાડુના મદુરાઈ ગામની નિકટના ગામ તિરૂચુગીમાં ઈ.સ. ૧૮૮૯માં ૩૦ ડિસેમ્બરના રોજ જન્મ પામેલ તેમનું નામ વેંકટરામન હતું. બાર વરસની ઉંમરે જ પિતાના અવસાન વખતે તેમના પાર્થિવ દેહમાં પ્રાણ ન જોતાં દેહ તથા આત્માનું ભેદજ્ઞાન પ્રગટ્ય. સોળ વરસની ઉંમર સુધીમાં તો પોતાની આત્મરમણતા કરવા સમાધિમાં લીન થઈ જવા લાગ્યા. આત્માનંદ દશા વખતે જગતથી પર થઈ જતાપણ તે માટે તેમને પૂર્વભવોની સાધનાના પ્રભાવે કંઈ ન કરવું પડતું. શાળામાં અંગ્રેજી શબ્દો લખતા, ન આવડ્યા તેમાંથી થયેલી ખટપટના કારણે એ વેંકટે સ્કૂલ છોડી અને મદુરાઈ સ્ટેશનથી ટ્રેન પકડી. ડીંડીપન જઈ ત્યાંથી જ પાદવિહાર ચાલુ કરી દીધો. તામિલનાડુના અરુણાચલ સુધી જવા કાનના સોનાનાં બૂટિયાં જેમ જૈન દર્શનના પ્રખર અનુયાયીઓનો એક ઇતિહાસ વેચી નાખ્યાં. અનેક મંદિરોમાં ગયા પણ સત્કાર ન મળતાં છે, તેમ જૈનેતરમાં પણ આત્મજ્ઞાન પુરુષાર્થવાદ કે કર્મવાદના નિરાશ થયા વગર અંતે આગળ વધતાં એક મંદિરના શિવલિંગને પ્રરૂપક અમુક સંતો થઈ ગયા છે, જેમનાં વિચારો–વાણી અને ભેટી પડ્યા. =. કામ છે કેમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy