SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વંદે માતરમૂઃ યશવંભો પ. પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) સ્વર્ગથી ચઢિયાતી કોઈ ચીજ છે તો તે માતૃભૂમિ. કોઈ પણ સ્થળે કે કોઈ પણ કાળે માણસજાત માતૃભૂમિનો મહિમા કરતાં થાક્યો નથી. માતૃભૂમિને મા સમાન વહાલ કરતાં કે આદર કરતા અટક્યો નથી. માતૃભૂમિનું રક્ષણ કરવામાં કદી પાછું વળીને જોયું નથી. એ માતૃભૂમિને રાતદિવસ વંદન કરે છે. વંદે માતરમ્. આ ભાવના તો ભારતીયોના શ્વાસોચ્છવાસમાં સતત રમતી હતી, પણ એને શબ્દરૂપ મળ્યું સ્વાતંત્ર્ય સંગ્રામનાં આંદોલનોના કાળમાં. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતમાતાને છોડાવવાની ઘોષણા થઈ અને કરોડો ભારતવાસીઓનાં હૈયાંમાં માતૃભૂમિનો મહિમા વસ્યો. ઈ.સ. ૧૮૫૭થી આરંભાયેલા આ યજ્ઞનો ઈ.સ. ૧૯૪૭માં અંત આવ્યો. મુક્તિની આ યજ્ઞજવાળાને પ્રજ્વલિત રાખવી એ સહેલું કામ નહોતું. કેટકેટલાંએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તે તો કલ્પી ન શકાય, એવી ઘટના છે. કેટકેટલાં યશ:સ્તંભો અને કેટકેટલી પ્રતિમાઓ આ ભૂમિ પર ઊભી છે? તેમ છતાં કેટકેટલી વિવિધક્ષેત્રની પ્રતિમાઓ યુગોથી લોકહૈયામાં અવિચળ સ્થાન જમાવીને બેઠી હશે તેની તો કલ્પના જ કરવી રહી! પ્રસ્તુત છે નવકારના ૬૮ અક્ષરોની સંખ્યાનું મહત્ત્વ જાળવવા નાના નાના સત્ય પ્રસંગોના ૬૮ લેખો જેની રચના પ્રવચનકાર ચિંતક તથા લેખક પ.પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) દ્વારા થઈ છે જે દર્શાવે છે, કે જૈન ધર્મની ઉદાર વિચાર–આચારધારા ભારતવર્ષની ધન્ય ધરાને પવિત્ર કરનાર જૈન-જૈનેતર સાધુસંતોને પણ તેમના વિશિષ્ટ સદ્ગુણોથી નવાજે છે. શુભ અને શુભ્રભાવોથી નિકટના ભૂતકાળમાં થઈ ગયેલા સંતો અને ગૃહસ્થોના જીવનપ્રસંગો ખૂબ જ સંક્ષેપમાં રચી આ નૂતનગ્રંથને શોભાવવા પૂજ્યશ્રીએ નમ્ર પ્રયાસ કર્યો છે. | ‘વંદે માતરમ' નામની નાની લેખમાળામાં ફક્ત સંસ્કારવર્ધક ગુણવાનોના અમુક જ પ્રસંગો સંકલિત કર્યા છે. જૈન સિદ્ધાંતો અહિંસાવાદને કેન્દ્રમાં રાખી–સમાજશાસનની પ્રભાવનામાં દઢ વિશ્વાસ ધરાવે છે. જીવનકાળમાં શાંતિ-સમાધિ સાથે આગળ ધપાવનારાઓની સામે આવી પડેલ આપત્તિઓ વચ્ચે તેમની સાત્ત્વિકતાની સંપત્તિ સ્વરૂપ વાતો-વાર્તાઓ તેમજ ક્યાંક નવકારની પ્રેરણાદાયી વાર્તા છે તો ક્યાંક ભક્તામરના ચમત્કારની વાતો પણ છે. ક્યાંક જૈન-જૈનેતર સાધુસંતોની સમાજસેવાનો પમરાટ છે તો ક્યાંક રાષ્ટ્રીય સમાજસેવકોને સમર્પિત ધન્ય જીવનની ઘટનાઓ છે. આમ સર્વગ્રાહી સાહિત્ય પ્રસાદી આપનાર પૂજ્યશ્રી એક લોકપ્રિય લેખક જ નહીં પણ ચૌદ વર્ષની માસૂમ ઉમ્રથી પોતાના ગુરુદેવની કૃપાથી મહામંત્ર નવકારના વિશિષ્ટ આરાધક છે. જીવનમાં નાનામોટા અનેક ચમત્કારોના અનુભવકર્તા પણ છે. સાથે નમસ્કાર મહામંત્રના પ્રભાવક પણ ખરા. તેથી જ ફક્ત સોળ વર્ષના દીક્ષાપર્યાય સુધીમાં સોળ હજારથી વધુ ભાવિકોને દુર્ગતિનાશક મહામંગલકારી નવ લાખ નવકાર જાપની વિધિવત સામહિક પ્રતિજ્ઞા કરાવી છે તથા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy