________________
૪૫૬
ધન્ય ધરા
‘ઘડપણ'
માતા-પિતાનો પ્રેમ પામીને, પતિ-પત્નીનો પ્રેમ વટાવીને, પુત્રપૌરાંનો પ્રેમ પચાવીને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા કોઈ પણ વૃદ્ધની મનોદશા કેવી હોય? પ્રેમ ન મળ્યો હોય તો મો પરની તંગ રેખાઓ અને પ્રેમ મળ્યો હોય તો પરમ સંતોષ, પરમ હળવાશ, પરમ પ્રસન્નતા. નિરાંતે બેઠેલાં માડીની જર્જરિત કાયાનાં દર્શન થતાં નથી, પણ ઝીણી આંખોમાંથી નીકળતાં કિરણો અને બંધ હોઠોમાંથી પ્રસરતી પ્રસન્નતાની રેખાઓ જીવનની ધન્યતાનાં દર્શન કરાવી જાય છે.
છબીકાર-મિલાપસિંહ જાડેજા
“ઘડપણ'
ઇચ્છા-અપેક્ષા અને આશા-ઉત્સાહના ચાલક બળથી માનવી બાળપણ, તારુણ્ય, યુવાની, પ્રૌઢાવસ્થા વિતાવતો હોય છે એ નક્કર સત્ય છે, તેમ વૃદ્ધાવસ્થા ય નક્કર સત્ય છે. એક વરસનાં હોઈએ અને અંગેઅંગમાંની સ્કૂર્તિ ફરી ઊભા થવાનું, ફરી ડગલું માંડવાનું બળ પૂરું પાડે છે. એવી જ રીતે એકોતેર વરસે એક એક અંગ કહે છે : હવે કાંઈ નહીં. હવે ઊભા ય નથી થવું અને ડગલું ય નથી માંડવું. ગોમુખીમાં આંગળીઓ ફરતી રહે-રામ...રામ...રામ...”
છબીકાર-શૈલેષ ડોડિયા
Jain Education Intemational
ion International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org