________________
s૫૪
ધન્ય ધરા
TUOVE YOU
પ્રેમની અનુભૂતિનું માધ્યમ છે કળા અને સંવેદનશીલ હૃદયતંત્રી કળાનું માધ્યમ છે. કળા પદાર્થ, એને વહાવનાર કળાકાર અને સંવેદનશીલ ભાવકત્રણેના એકીકરણથી પ્રેમની અનુભૂતિનો આનંદ વ્યાપી વળે છે. ત્યારે વસ્તુજગત-સર્જક અને ભાવક પ્રેમની અનુભૂતિમાં ઓગળી જાય છે. કોઈને પોતાના અસ્તિત્વનું ભાન રહેતું નથી.
છબીકાર-રાજેશ પટેલ
પ્રેમ” એટલે મસ્તી.
અસ્તિત્વનો પરિચાયક છે. ચહેરો અને અસ્તિત્વની ઉદ્ઘોષક છે આંખો. તમારા રૂંવે રૂંવે, તમારા અણુએ અણુમાં અત્યારે શાની ભરતી ચગી છે તે આંખો કહી આપે છે. આંખો તમારા તત્કાલીન ભાવોની જનની છે. આંખો જીવતી તો તમે જીવતા. અહીં ઊભેલા પુરુષ પાસે મુફલિસી સિવાય કંઈ નથી, છતાં આંખોમાં છલકાતી દોમદોમ સાહ્યબી એને કેવો જીવંત બનાવી રહી છે! - |
છબીકાર-સુરેશ માંથી
પ્રેમ' એટલે નશો. પ્રેમ એટલે વહશત-પાગલપન.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org