SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ 'પ્રેમ' એટલે મૌન. ભક્તિ કરવી તો કોની કરવી? પ્રેમ કરવો તો કોને કરવો? પ્રાર્થના કરવી તો કોને કરવી? આખ્ખા બ્રહ્માંડને. એ નિરંજનનિરાકારે જે જે આકારો રચીને આપણને મંત્રમુગ્ધ કર્યાં છે એ આકાશને, પ્રકાશને, સમુદ્રને, પૃથ્વીને અને પૃથ્વી પરની જીવસૃષ્ટિને અહોભાવથી નીરખવી એનું બીજું નામ બંદગી છે. એની સાથે તાદાત્મ્ય અનુભવવું એ જ જીવનની સાર્થકતા છે. વિદ્વાનો એને પ્રેમ કહે છે. છબીકાર-શિલ્પા દેસાઈ Jain Education International છબીકાર-સુરેશ પારેખ પ્રેમ' એટલે બંદગી. For Private & Personal Use Only ધન્ય ધરા મૌન એટલે શાંતિ. મૌન અને જીવંત, જીવંત સૃષ્ટિ. પ્રલંબ પથરાયેલું આકાશ મૌન છે. એમાં ઝલમલતો તડકો મૌન છે. પૃથ્વી પર પથરાયેલા પડછાયા મૌન છે. પૃથ્વી પર ઊભેલાં ઊંચાં ઊંચાં વૃક્ષો પણ મૌન છે. અડખેપડખે ગોઠવાયેલા કૂબા પણ મૌન છે. કૂબાના પ્રવેશબારામાં અંધકાર નથી, પણ મૌન ડોકાય છે. ઘોડિયામાં સૂતેલું બાળક મૌન છે અને પાસે બાંધેલું વાછરડું ય મૌન છે; પણ એની આંખોનો ચમકાર અને કાનનું હલનચલન કહે છે કે સર્વ સૃષ્ટિ જીવંત છે! www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy