________________
શાશ્વત સૌરભ ભાગ-૨
પ્રેમ' એટલે અવલંબન.
જીવન જેનું નામ, એમાં ડગલે ને પગલે મુશ્કેલી, અડચણ ને અવરોધો આવે જ. એક ડગલું ય આગળ નહીં ચલાય એવાં સંકટો આવે જ. પણ કહેવત છે કે, કે વિશ્વાસે વહાણ ચાલે છે એ વિશ્વાસનું બીજું નામ પ્રેમ છે. ડગલું માંડો કે તણાઈ જવાય એવા પાણીમાં સામે ઊભેલી કન્યાઓ એમ જ સ્થિર છે, એક યુવાન જવાની હિંમત કરે છે, આ તરફથી બે કિશોર એકબીજાનો સહારો લઈને ચાલે છે, પણ ખભે બેઠેલું બકરીનું બચ્ચું તો અજબ વિશ્વાસથી ‘બેં બેં' કરી રહ્યું છે.
છબીકાર-મધુસૂદન ગાંધી
Jain Education International
છબીકાર-નિપમ ઠક્કર
બચ્ચાં. તો માળામાં છે, એને હજી પાંખો નથી ફૂટી. એને પોષણ માટે એક જ આધાર છે અને તે એની જનની. એ ઊડીને બહાર જાય, ચણ લાવે અને બચ્ચાના મોમાં મૂકે, આ તો રોજ્હિી ઘટના છે. એમાં નવાઈ પામવા જેવું નથી, પણ અહીં નવાઈ પામવા જેવું એ છે કે અધીરાં બચ્ચાં માળા બહાર મો રાખીને બેઠાં છે. અને મા કોઈ આધાર વગર હવામાં સ્થિર રહીને એને ચણ આપે છે. ત્યારે આપણને પૂછવાનું મન થાય કે માને કોનું અવલંબન છે? પ્રેમનું?
પ્રેમ' એટલે વિશ્વાસ.
For Private & Personal Use Only
૪૪૯
www.jainelibrary.org