________________
૪૩૬
ધન્ય ધરા
કેળવણી
આત્મવિશ્વાસ એ પ્રત્યેક જીવનો પ્રાણવાયુ છે. એ જીવને આસમાનમાં ઊડતો કરી મૂકે છે. એ હોય તો જ બાળક એક પછી એક અસંખ્ય ક્રિયાપ્રક્રિયામાં સક્રિય બને છે. જન્મીને ચાંદાને પકડવાના ઊભરા આ આત્મવિશ્વાસમાંથી જન્મે છે. એને અકબંધ રાખવા માટે સજ્જ રહેતાં મા-બાપ જ પોતાના બાળકને સાચી કેળવણી આપે છે. અહીં લંબાયેલી આંગળીઓને પકડવા ઊંચું થતું બાળક કેવા કેવા મિશ્ર ભાવો સાથે પ્રયત્નશીલ છે તે જોઈ શકાશે.
છબીકાર-કૌશિક પાદરિયા
કેળવણી”
બાળકની બળવત્તર વૃત્તિ અનુકરણ છે. એ અન્ય કરે–આચરે તેમ કરવા તત્પર હોય છે. એનાથી એના અહંને ધાર મળતી હોય છે. એ પ્રવૃત્તિમાં એને રસ પડે તો એકધ્યાન થઈને મચી પડે છે. અહીં દાદાજી કરતાં બાળકના મુખભાવ વધુ એકધ્યાન દેખાય છે. કોઈ પણ કામમાં રસરુચિ અને ચીવટ ભવિષ્યમાં અને ક્યાંથી ક્યાં પહોંચાડશે?
છબીકાર-પ્રણવ જોષી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org