________________
શાશ્વત સોરભ ભાગ- ૨
“કેળવણી”
જન્મીને આંખો ખોલતું બાળક આ વિશ્વને એક વિસ્મયથી વધુ નથી જોતું! એને તો એક જ વિસ્મય પળે પળે ઝલમલતું હોય છે કે, આ શું છે! એ વિસ્મયને આશ્ચર્યમાં પલટાવનાર કેળવણી છે. આંખો છે તો દેખાય છે અને મો છે તો અવાજ નીકળે છે, તેમ પગ છે તો ઊભા થવાય છે અને ડગલું મંડાય છે, એવી સમજણ એક બાળકીના ચહેરા પર અંકિત થઈ છે.
છબીકાર-હેમલ દેસાઈ
કેળવણી'
હાથ પકડીને ચાલતું બાળક જાતે ચાલતું નથી, પણ ચલાવ્યું ચાલે છે. હકીકતે એ જાતે ચાલતું થાય તો જ ચાલ્યું કહેવાય. પછી ભલે એ માટે કોઈ આછાઅમસ્તા આધારની જરૂર પડે. અહીં ચાલણગાડીને સહારે ચાલવાની કોશિશ કરતું બાળક બીજી પળે સ્વતંત્ર રીતે ચાલતું થઈ જશે એનું. આશ્ચર્ય મમ્મીને જ નહીં, આપણને સૌને થશે!
છબીકાર-રાજેશ પટેલ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org