SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મુાતના છબીકારોની સૌંદર્યમંડિત કલાકૃતિઓ —માનવ પ્રતિષ્ઠાન-અમદાવાદ કેટલાક મીમાંસકોએ તો કળાને ‘અનુકરણ’ કહીને ઓળખાવી છે, કારણ કે શિલ્પસ્થાપત્ય કે સંગીતચિત્ર એ કુદરતનું પ્રતિબિંબ જ છે. એક સંગીતકાર કુદરતી ધ્વનિઓને અનુસરે છે. એક શિલ્પકાર કે ચિત્રકાર કુદરતી દૃશ્યોને તાદૃશ કરવા મથે છે. આ પણ એક પ્રકારનું અનુકરણ જ છે. સામે પક્ષે, કળાને ‘સર્જન’ માનનાર વર્ગ મોટો છે. કળા અનુકરણ નથી, પણ સ્વતંત્ર સર્જન છે. કળાકાર પોતાની કળાકૃતિનો સર્જક છે. જેમ બ્રહ્માને સૃષ્ટિનો સ્રષ્ટા કહેવામાં આવે છે, તેમ કળાકૃતિનો સ્રષ્ટા કળાકાર છે. આ સ્વતંત્રતા જેમાંથી જન્મે છે તેને ‘દૃષ્ટિ’ કહે છે. કળાકાર પાસે પોતાની આગવી સૃષ્ટિ હોય છે, એટલે જે રીતે પદાર્થને જુએ છે તે રીતે બીજો સામાન્ય જન જોઈ શકતો નથી; એટલે તો કવિને ‘ક્રાન્તદ્રષ્ટા’ કહેવામાં આવે છે. એ વસ્તુને જે દિશાથી જુએ છે તેને ‘દૃષ્ટિકોણ' કહેવામાં આવે છે. સમજી શકાશે સર્જક એવા દૃષ્ટિબિંદુથી વસ્તુને જુએ છે કે વસ્તુનાં રૂપ અને આકાર સૌંદર્યમંડિત બની રહે છે. આમ કલાનું સૌંદર્ય વિશિષ્ટ બની રહે છે, એ સનાતન અને અજરઅમર બની રહે છે, એટલે તો સર્જકના દૃષ્ટિબિંદુનું ગૌરવ કરવામાં આવે છે. ૪૩૩ એ દૃષ્ટિએ છબીકળા-ફોટોગ્રાફી પણ એક કળા છે. ચિત્રકળા જેમ એમાં અનેક ઉપાદાનોની જરૂર પડતી નથી. એ યંત્ર દ્વારા સધાતું પ્રતિબિંબ માત્ર હોય છે, પણ છબીકારની દૃષ્ટિ કેવા કોણથી દૃશ્ય ઝીલે છે તેમાં જ એનો પરચો મળે છે. ચિત્રને મૂંગી કવિતા કહે છે, તેમ છબી પણ જીવંતતાનો અહેસાસ કરાવે છે. ખરો છબીકાર તો છબીમાં ત્રિપરિમાણી દૃશ્ય ઉપસાવી જાણે છે. દ્વિપરિમાણી સપાટ સૃષ્ટિ નહીં, પણ ચૈતન્યસૌંદર્યની નયનરમ્ય સૃષ્ટિ રચી શકે છે. એ ચૈતન્ય-જીવંતતા છબીમાં ઝિલાયેલા ભાવ પર અવલંબે છે. પ્રેમ એ આ સૃષ્ટિનો સ્થાયી ભાવ છે. એ માત્ર સ્ત્રી-પુરુષની શૃંગારી પ્રવૃત્તિમાં જ સીમિત નથી. મા-બાપ અને પરિચિતોથી માંડીને સમાજ અને રાષ્ટ્રના એક એક પદાર્થોમાં જોવા મળે છે. કહો કે એક વ્યક્તિનો પ્રેમભાવ અનેક પદાર્થો સાથે સંકળાયેલો હોય છે. એમાં માત્ર માનવી જ નહીં, પશુ-પંખી અને પર્વતો-સાગર-વનો સુધી ફેલાયેલો છે. એવાં દૃશ્યો પ્રેક્ષકના મનોભાવોને પણ ઉન્નત બનાવે છે. એમ કેળવણી અને ઘડપણ સંબંધે પણ ઉત્તમ છબીઓ માનવભાવોને સંસ્કારવામાં ખૂબ ઉપયોગી થાય છે. આ ધ્યેયને નજર સમક્ષ રાખી માનવપ્રતિષ્ઠાન દ્વારા ઉત્તમ આયોજન હાથ ધરાયું છે. ક્રમે ક્રમે આગળ વધે છે. Jain Education International અમદાવાદ સ્થિત ‘માનવ પ્રતિષ્ઠાન'ની સ્થાપના ઈ.સ. ૨૦૦૫માં કરવામાં આવેલ. તસવીર-કલાના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી સતત કાર્યરત વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતની એક માત્ર સંસ્થા નવગુજરાત મલ્ટી કોર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ કોઑર્ડિનેટર તરીકે છેલ્લા એક દાયકાથી સંકળાયેલા અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પુરસ્કૃત તસવીરકાર શ્રી કેતન એમ. મોદી (મેનેજિંગ ટ્રસ્ટી) દ્વારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy